ટ્રેનનું બુકિંગ ૨જી ઓગસ્ટથી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઈટ પર કરી શકાશે

 

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ સમાન રચના, સમય અને રૂટ સાથે વિશેષ ભાડા પર ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની આવૃત્તિ લંબાવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

 

ટ્રેન નંબર 09520/09519 ઓખા-મદુરાઈ વીકલી સ્પેશિયલ (8-8 ટ્રીપ્સ)

 

  • ટ્રેન નંબર 09520 ઓખા-મદુરાઈ સ્પેશિયલ, જેને અગાઉ 31મી જુલાઈ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 25મી સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેન ઓખાથી દર સોમવારે 00 કલાકે ઉપડશે અને ગુરુવારે 11.45 કલાકે મદુરાઈ પહોંચશે.

 

  • ટ્રેન નંબર 09519 મદુરાઈ-ઓખા સ્પેશિયલ, જે અગાઉ 4 ઓગસ્ટ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 29મી સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેન મદુરાઈથી દર શુક્રવારે 15 કલાકે ઉપડશે અને રવિવારે 10.20 કલાકે ઓખા પહોંચશે.

 

  • ટ્રેન નંબર 09520 માટેનું બુકિંગ 2જી ઓગસ્ટ, 2023 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.