અગાઉ લખ્યા મુજબ ડ્રગ્સની બાબતો ધીમે ધીમે સામે આવી રહી છે તો મિસાઈલ બાબતે સારા સમાચાર ભારત આપી રહ્યું છે જે રાહુના અશ્વિની નક્ષત્રમાં આવવા પર અત્રે લખ્યું હતું. શનિ મહારાજ શતભિષામાં પ્રવેશી રહ્યા છે ત્યારે અદાલતી ન્યાયની સાથે સાથે કુદરતી ન્યાય પણ જોવા મળશે જે અત્રે લખી ચુક્યો છું

આપણી સામે કુદરતી ન્યાયના અનેક કિસ્સા જોવા મળશે. ફાગણ માસમાં પૂનમની આસપાસ ચંદ્રનું એવું પ્રભુત્વ હોય છે જે લોકમાનસનાં વિચાર પર થી સમજી શકાય છે અને તેમાં વસંતનો ઉન્માદ પણ છલકતો જોવા મળે છે તો ઋતુ પણ પોતાનું યૌવન દર્શાવી રહી છે જે આપણને એક અલગ જ વિચારયાત્રા તરફ લઇ જાય છે.

વસંત એ અનાહત ચક્રને ખોલવાની ઋતુ છે આ ઋતુમાં વ્યક્તિ પોતાના ચોથા શરીર એટલે કે લાગણીમય શરીરને આ ઋતુમાં સારી રીતે સમજી શકે છે અને એ જ લાગણીથી આગળના ચક્રો અને આગળના શરીરને ઓળખી શકે છે. સૂક્ષ્મ રીતે જોવા જઈએ તો આપણા સ્થૂળ શરીર મળીને કુલ સાત શરીર અને સાત ઉર્જા ચક્રો આ બ્રહ્માંડ સાથે જોડાયેલા છે જો આ સાત શરીર અને સાત ચક્રોની પરત ખોલતા આવડી જાય તો કશું અજાણ્યું રહેતું નથી અને આ ભવભવની યાત્રા સમજી શકાય છે અને તેમાંથી પાર ઉતરવાનો રસ્તો મળી આવે છે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.