નિદાન કેમ્પનાં ૧૮૮ લાભાર્થીઓએ લાભ લીધો: ૧૩૩ જેટલા લાભાર્થીઓએ સ્થળ પર યોગક્રિયાઓ કરી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયત્ન થકી આજે દેશમા લોકોની તંદુરસ્તી અને સુખાકારીમા વધારો થયેલ છે અને હજુ પણ લોકોનુ સ્વાસ્થ્ય સારુ રહે અને છેવાડાના લોકો સુધી નિ:શુલ્ક નિદાન નો લાભ મળી રહે તે હેતુથી તેમજ માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ-દિન અને તેઓના ૬૮મા વર્ષમા મંગલ પ્રવેશ નિમીતે ડો.હરિશ એમ.વેસેટીયન-મુ.જી.ત.અ.સહ સિવિલ સર્જન,જનરલ હોસ્પિટલ સુરેન્દ્રનગર ના માર્ગ-દર્શન હેઠળ નેશનલ હેલ્થ મીશન (ગઇંખ) હેઠળ ના ગઙઈઉઈજ પ્રોગ્રામ તેમજ અન્ય રાષ્ટ્રીય કાર્યકમ થકી જિલ્લા એન.સી.ડી.સેલ-સુરેન્દ્રનગર દ્વારા પીનાક્લ ફાસ્ટ્નર્સ-જી.આઈ.ડી.સી વઢવાણ ખાતે અને આસ-પાસ ની તમામ ફેક્ટરીમા કામ કરતા કામદારો માટે તા.૧૭/૦૯/૨૦૧૮(સોમવાર)ના રોજ સવારે ૯.૦૦ થી ૦૨.૦૦ ક્લાક સુધી નિ:શુલ્ક રોગ નિદાન કેમ્પ યોજવામા આવ્યો હતો. આ નિદાન કેમ્પ મા જીવનશૈલી આધારીત થતા બિન-ચીપી રોગો જેવા કે ડાયાબિટીસ, બ્લ્ડ-પ્રેશર,હદય રોગ,લક્વા,સંધિવા,શ્વશન તંત્રના રોગો,આંખના રોગો,મોઢાના લગતા રોગો,પેટની બિમારી ને લગતા રોગો વિગેરે માટે જન-જાગ્રૃતિ અભિયાન સાથે આઈ.સી.પ્રવૂતી દ્વારા ફેક્ટરીમા કામ કરતા કામદારો માટે નિ:શુલ્ક રોગ નિદાન કેમ્પ રાખવામા આવેલ હતા.
આ નિદાન કેમ્પમા કુલ ૧૮૮ લાભાર્થી કામદારોની મેડીક્લ ટીમ દ્વારા જરુરી પરામર્શ અને પરિક્ષણ જેવા કે ડાયાબિટીસ તપાસ,બ્લ્ડ-પ્રેશર તપાસ, બી.એમ.આઈ. તપાસ,આંખના નંબર અને આંખને લગતી બિમારીની તપાસ,મોઢાના શંકાસ્પદ કેન્સર તથા બ્રેસ્ટ કેન્સર ની પ્રાથમિક અવશ્થાની તપાસ કરવામા આવેલ.જેમાથી કુલ નોંધયેલા લાભાર્થીઓ માથી શંકાસ્પદ ડાયાબીટીસના-૨૪, શંકાસ્પદ બ્લ્ડ-પ્રેશર-૧૦, ઓબેસીટીના-૧૬, શંકાસ્પદ ઓરલ કેન્સર ના -૦૩,સી.ઓ.પી.ડીના-૦૨,આઈ.એચ.ડીના -૦૧,આંખની નંબર ની ખામીના ૨૭ લાભાર્થીઓ નોંધાયા હતા જેઓને નિ:શુલ્ક ચશ્મા વિતરણ કરવામા આવેલ તેમજ જરૂરીયાતમંદ લાભાર્થીઓને નિ:શુલ્ક દવાઓ આપવામા આવેલ તથા શંકાસ્પદ લાભાર્થીઓને વધુ નિદાન માટે જનરલ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામા આવેલ.આજના દિને ૧૧૩ જેટલા લાભાર્થીઓને સ્થળ ઉપર વિવિધ યોગ ક્રિયાઓ અને આસનો કરાવમા આવેલ હતા.