ડો. દુષ્યંત માંડલીક તથા મહિલાઓને લગતા કેન્સર નિદાન માટે ડો. રશ્મિબેન ઉપસ્થિત રહેશે
પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ, રોટરી કલમ ઓફ રાજકોટ મીડટાઉન તથા અમદાવાદ સ્થિત ગુજરાતની નામાંકિત આસ્થા ઓન્કોલોજી એશોશિયેટસ હેલ્થકેર ગ્લોબલ (એચસીએફ) ના ઉપક્રમે છેેલ્લા એક દસકાથી સમગ્ર વિશ્વને ભરડામાં લઇ લેનાર રોગ કેન્સરને નાથવા દર મહીનાના બીજા તથા ચોથા શનિવારે ટ્રસ્ટના ભવન ખાતે કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ હાથ ધરાયો છે. પુજીત રૂપાણી ટ્રસ્ટના ઉપક્રમે આ નિદાનની સેવાનો રાજકોટ ઉપરાત સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છના પેશન્ટ પણ અગાઉથ રજીસ્ટે્રશન કરાવી લાભ લઇ શકશે.
જે અંતર્ગત પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ કિલ્લોલ, ૧- મયુરનગર રાજકોટ મહાનગરપાલિકા પૂર્વઝોન કચેરી સામે, ભાવનગર રોડ રાજકોટ જખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન સવારે ૯ થી ૧૧ વાગ્યા સુધી આપશે. રજીસ્ટ્રેશન રુબરુ અથવા ફોન નં. ર૭૦૪૫૪૫ ઉપર કરાવી શકશે.
કેમ્પમાં ગુજરાતના સુપ્રતિષ્ઠિત તબીબો ડો. દુષ્યંતભાઇ માંડલીક, તથા ડો. રશ્મિબેન પટેલ સેવાઓ આપશે. જે અંતર્ગત મો, ગળુ, જડબુ, બ્રેસ્ટ તથા ગર્ભાશય સહીત તમામ પ્રકારના કેન્સરનું નિદાન કરી અપાશે. જેનો વિનામૂલ્યે લાભ લેવા ટ્રસ્ટના ચેરમેન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ અનુરોધ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે આરોગ્યક્ષેત્રે જરુરીયાતમંદ પ્રજાજનોની સેવાઓ માટે પુજીત રૂપાણી ટ્રસ્ટના મુખ્ય બીલ્ડીંગ ઓપીડી સેન્ટર પણ કાર્યરત છે. જેમાં માત્ર પાંચ પિયામાં નિદાન તથા સારવારનો લાભ મેળવે શકાય છે.
ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટીઓ પ્રવિણભાઇ રુપાણી, અંજલીબેન રુપાણી, રંજનબેન રુપાણી, મહેશભાઇ ભટ્ટ, મેહુલભાઇ રુપાણી, રાજેશભાઇ રુપાણી તથા અમિનેશભાઇ રુપાણી સહીતનાઓના માર્ગદર્શન હેઠળ ચાલતા આ પ્રોજેકટમાં સેવાઓ આપવા માટે ટ્રસ્ટની મેડીકલ કમીટીના મેમ્બર્સ અંજલીબેન રુપાણી, મહેશભાઇ ભટ્ટ, ડો. જૈમનભાઇ ઉ૫ાઘ્યાય, ડો. નયનભાઇ શાહ, ડો. વિભાકરભાઇ છચ્છરાજાની, દિવ્યેશભાઇ પટેલ તથા બીપીન વસા કાર્યરત છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com