સંતશ્રી આશારામજી પબ્લિક સ્કુલ દ્વારા આયોજન: ધો. પ થી ૧ર ના વિઘાર્થીઓ ભાગ લઇ શકશે: રજીસ્ટ્રેશન અનિવાર્ય: શાળા સંચાલકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે મારા જીવનમાં આવતી દરેક સમસ્યાનો ઉકેલ મને ભગવત ગીતામાંથી મળી રહે છે. એ જ રીતે આજના વિઘાર્થીઓ તેમના જીવનમાં આવનાર દરેક પરિસ્થિતિ સામે ઝઝુમવા સક્ષમ બને તે માટે તેમની પાસે ગીતાજ્ઞાન હોવું આવશ્કય છે.
ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન ગીતાજ્ઞાનનો આવનારી પેઢીમાં પ્રસાર થાય તે માટે સંતરી આશારામજી પબ્લિક સ્કુલ, રાજકોટ દ્વારા શહેરની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતાં ધો. પ થી ૮ અને ધો. ૯ થી ૧ર એમ બે ગ્રુપના વિઘાર્થીઓ માટે આગામી ૧૬ ડીસેમ્બર રવિવારના રોજ શ્રીમદ્દ ભગવત ગીતા જ્ઞાન પ્રતિયોગિતાનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવેલ છે.
જેમા ભગવતગીતા પર આધારીત એમ.સી.કયુ. ટાઇપ લેખીત પરીક્ષા તેમજ ગીતા શ્ર્લોકગાન સ્પર્ધા અને ગીતા આધારીત વકતૃત્વ સ્પર્ધાનું આયોજન થયેલ છે. આ સ્પર્ધાઓમાં ભાગ લેનાર દરેકને પ્રમાણપત્ર તેમજ વિજેતાઓને શિલ્ડ અને રોકડ પુરસ્કારો આપીને પ્રોત્સાહીત કરવામાં આવશે.
સ્પર્ધા સ્થળે પહોચવા માટે કાલાવડ રોડના કણકોટ પાટીયા ખાતેશ્રી આશારામજી પબ્લિક સ્કુલ સુધી વાહન વ્યવહાર રાખેલ છે. સ્પર્ધા તેમજ ઇનામ વિતરણના દિવસે સ્પર્ધામાં ભાગ લેના તમામ વિઘાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા પણ રાખેલ છે.