નવરાત્રીના ચોથા દિવસે માઈભકતો કરે છે કુષ્માંડા માતાજીની આરાધના
માતાજીના ચોથા સ્વરૂપનું નામ કુષ્માંડા છે. માતાજીએ બ્રહ્માંડને ઉત્પન્ન કર્યું છે જયારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું ત્યારે ચારેય બાજુએ અંધકાર હતો. માતાજીએ પોતાના મંદ હાસ્ય દ્વારા બ્રહ્માંડની રચના કરેલી આથી માતાજીનું નામ કુષ્માંડા પડેલુ માતાજી આદિ સ્વરૂપા અને આદિ શકિતરૂપ છે. માતાજીનો નિવાસ સુર્યમંડળની પાસે છે અને સૂર્ય લોકમાં નિવાસ કરે છે. માતાજીનું સ્વરૂપ સૂર્ય સમાન તેજવાળુ અને શકિતરૂપ છે. માતાજીની તુલનામાં કોઈપણ આવતા નથી. બ્રહ્માંડના બધા જ પ્રાણીઓ મનુષ્યો તેમની જ છાયારૂપ છે.
માતાજીને આઠ ભ્રુજા એટલે કે હાથ છે સાત હાથમાં બાણ, ધનુશ, કમળ, કળશ અને ચક્ર છે અને આઠમાં હાથમાં સિદ્ધિ છે. માતાજીનું વાહન સિંહનું છે. કુષ્માંડને બલી કહે છે. નવરાત્રીના ચોથા દિવસે માતાજીની ઉપાસના થાય છે. પવિત્ર મનથી ઉપાસના કરવી. માતાજીની ઉપાસનાથી રોગ-બિમારી દુર થાય છે અને સંસારના દુ:ખો દુર થાય છે અને મુકિત મળે છે. નૈવેધ, ખીર તથા ફળ ધરવાથી બધા જ રોગો દુર થાય છે. તેમ વેદાંતરત્ન શાસ્ત્રી રાજદિપ જોષી દ્વારા જણાવાયું છે.