મુંબઈમાં ચાર માળની ઈમારત મંગળવારે વરસાદને પગલે જમીનદોસ્ત થઈ ગઈ છે. બિલ્ડિંગ ધરાશાયી થતાં 50થી વધુ લોકો બિલ્ડિંગના કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પ્રશાસન, એમ્બ્યુલેન્સ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવનું કામ શરૂ કરી દીધું છે. જાનમાલને નુકસાનને લઈ હજુ સુધી કોઈ પુખ્ત જાણકારી મળી નથી.
સવારે 11 વાગીને 48 મિનિટે આ ઘટના ઘટી હતી. ડોંગરીનાં ટાંડેલ ગલીમાં કેસરબાઇ નામની બિલ્ડિંગનો અડધો ભાગ પડી ગયો હતો. આ બિલ્ડિંગ અબ્દુલ હમીદ શાહ દરગાહની પાછળ છે અને ઘણી જ જૂની છે.