કાળીપાટ ગામનો બનાવ: રીક્ષા પાસેથી કાવો મારી નીકળેલા ટ્રેક્ટર ચાલક સહિત ચારે મારામારી કરી યુવકને જ્ઞાતિ અંગે હળધૂત કર્યો
કાળીપાટ ગામ પાસે રીક્ષા ચાલકને ટ્રેકટર ચાલક સહિત ચાર શખ્સોએ ટ્રેક્ટર તો આવી જ રીતે ચાલશે હોવાનું કહી તેને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ધમકી આપતા ચારેય શખ્સો સામે આજીડેમ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાયેવાહી હાથધરી છે.બનાવ અંગે મળતી વિગતો મુજબ કાળીપાટ ગામમાં મહાકાળી મેઇન રોડ પર રહેતાં જીવણભાઇ કાનજીભાઇ ચાંડપા (ઉ.વ.40) એ આરોપી તરીકે કાળીપટમાં રહેતાં હેમંત રામજી ગોવાણી, રામજી ભગવાનજી, અંકિત અને વિશાલ લખમણનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ રીક્ષા ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવે છે.
તેઓ ગઈકાલે કાળીપાટ ગામના પાટીયા પાસે રીક્ષા લઇને ઉભેલ હતો ત્યારે ગામના સાહીલ રાઠોડ તથા પ્રેમજીભાઇ લુણસીયા આવેલ અને તેને રીક્ષામા બેસાડીને નીકળેલ ત્યારે કાળીપાટ ગામના રોડ ઉપર નોબલ સ્કુલ પાસે પહોંચતા પાછળ ઘસી આવેલ ટ્રેકટર ચાલક ઓચીંતા નો કાવો મારી નીકળતા મારી રીક્ષા સાથે અથડાતાં રહી ગયેલ અને ટ્રકેટર ચાલક હેમતભાઇ ગોવાણી ટ્રેકટર ચલાવી જતો રહેલ હતો.બાદમાં કોળીવાસ પાસે પાનની દુકાન પાસે હેમત ટ્રેકટર લઇને ઉભો હતો.
ફરિયાદી ત્યા ગયેલ અને તેમને કીધુ કે, આવી રીતે ટ્રેકટર ન ચલાવાય કોઇ ને લાગી જાય તેમ કહેતાં તે ઉશકેરાઇ ગયેલ અને ગાળો દેવા લાગેલ અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી તારે જયા જવુ હોય ત્યા જા ટ્રેકટર તો આવી જ રીતે ચાલશે અને માણસો મરી પણ જાશે કહી ટ્રેકટર માથી લોખંડનો સળીયો કાઢી મારવા માટે ઉગાડેલ હતો.ફરિયાદી પોલીસમાં ફોન કરી પી.સી.આર.બોલાવતા હતાં ત્યારે ઘસી આવેલ રામજી, અંકીત તથા વીશાલે હેમંતનુ ઉપરાણુ લઇ ગાળો દેવા લાગેલ હતા.જેથી બનાવ મામલે પોલીસે આરોપી વિરૂદ્ધ આજીડેમ પોલીસ મથકના સ્ટાફે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.