સેલ્સમેન પાસેથી દોઢ લાખ પડાવનારના રિમાન્ડ પૂર્ણ
રાજસ્થાનના સેલ્સમેનને એક કા તીન કરી દેવાની લાલચ આપી માળિયા નજીક દોઢ લાખની રકમ પડાવવાના કેસમાં ઝડપાયેલા ચાર આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને જેલહવાલે કરવામાં આવ્યો છે માળિયા પંથકમાં એક સેલ્સમેન સાથે દોઢ લાખની છેતરપીંડી કરવામાં આવી હોય જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી ગત તા. ૧૯ ના રોજ ફરિયાદી ગીરધરલાલ બિશ્નોઈ નામના રાજસ્થાની સેલ્સમેનને માળિયા નજીકની ઓનેસ્ટ હોટલ પાસે ઠગ ટોળકીએ શીશામાં ઉતાર્યા હતા.
જેમાં એક લાખના ત્રણ લાખ કરી આપવાની લાલચ આપી ટોળકીએ સેલ્સમેન પાસેથી દોઢ લાખની રકમ પડાવી હતી જે બનાવ સંદર્ભે મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમ અને પેરોલ ફર્લો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હકીકતને આધારે પોલીસની ખોટી ઓળખ આપી તથા એક લાખના ત્રણ લાખ કરી આપવાની લાલચ આપી માણસોને ફસાવી પૈસા પડાવતા આરોપી રફીક ઉર્ફે રાજન નજર મહમદ સંઘવાણી રહે મોરબી વિસીપરા, યુસુફ કાદર જેડા રહે માળિયા, સલીમ દાઉદ માણેક રહે મોરબી વિસીપરા અને હાસમ ઉર્ફે મામુ અલીમહમદ મોવર રહે મોરબી વિસીપરા એમ ચાર આરોપીને ઝડપી લઈને રોકડા ૧,૫૦,૦૦૦ તેમજ ૨ મોબાઈલ કીમત ૧૦,૦૦૦, મહિન્દ્રા બોલેરો ગાડી નં જીજે ૩૬ એફ ૫૨૮૧ કીમત ૫ લાખ સહીત કુલ ૬.૬૦ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા અને આરોપીને કોર્ટમાં રજુ કરતા રિમાન્ડ મેળવ્યા બાદ આજે રિમાન્ડ પૂર્ણ થતા તમામ આરોપીને જેલહવાલે કર્યા છે