ઓજસ્વિની ફાઉન્ડેશન દ્વારા ‘સુખનો પાસવર્ડ’ આધારીત કાર્યક્રમ યોજાયો
જિંદગી સામે લડતી સ્ત્રીઓનું અદકેરું સન્માન: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ફેઇમ નેહા મહેતા(અંજલી ભાભી), તન્મય વેકરીયા (બાધા બોય), દયાશંકર પાંડે (ચાલુ પાંડે), નિલેશ દવે અને આશુ પટેલે લગાવ્યા ચાર ચાંદ
રાજકોટ ખાતે ગઇકાલના રોજ ઓજસ્વિની ફાઉન્ડેશન તથા કોકટેલ ઝિદગીના સંયુકત ઉપક્રમે પ્રોજેકટ સપોર્ટ સ્ત્રી સશકિતકરણની દિશામાં ઓજસ્વિની ફાઉન્ડેશનના નવા કદમનું લોન્ચીંગ તથા મુંબઇ સમાચારની લોકપ્રિય કોલમે સુખનો પાસવર્ડ આધારીત સ્પેશિયલ શોનું આયોજન હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ તકે તાર મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ (અંજલી ભાભી) નેહા મહેતા (બાધાબોય) તન્મય વેકરીયા, (ચાલુ પાંડે) દયાશંકર પાંડે નીલેશ દવે સ્ત્રી મુંબઇ સમાચાર, આશુ પટેલ તંત્રી કોકટેલ ઝિંદગી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં જિંદગી સામે જંગ લડતી સ્ત્રીઓનું ઓજસ્વિની ફાઉન્ડેશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે બહોળી સંખ્યામાં રાજકોટની રંગીલી જનતા ઉ૫સ્થિત રહી હતી.
રાજકોટ રંગીલું શહેર મારું સાસરું છે: તન્મય વેકરીયા (બાઘા બોય)
અબતક સાથેની વાતચીત દરમિયાન તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના (બાધા બોય) તન્મય વેકરીયાએ જણાવ્યું હતું કે રાજકોટએ રંગીલું શહેર છે અને સૌથી મજાની વાત મારું ગમતું શહેર છે અને બધાથી ઉપર રાજકોટ મારું સાસરું છે. રાજકોટ જયારે પણ આવવાનું થાય ત્યારે મને અનેરો આનંદ થાય છે. આજે સુખનો પાસવર્ડ ટોક શોમાં આવ્યો છું. તેનો તો ઉત્સાહ છે સાથો સાથ રંગીલા રાજકોટના લોકોને તથા મારા મોટા બાપુજી સાસરા પક્ષોને મળ્યો અને ખુબ જ મજા આવી. અને સૌ એ સૌ ટકા ખાતરી આપું છું કે જયારે હું રાજકોટમાં આવીશ એટલે મને મજા આવશે આવશે અને આવશે જ.
‘સુખના પાસવર્ડ’થી અનેકના જીવન બચ્યાં છે: આશુ પટેલ
મીડીયા સાથેની વાતચીત દરમિયાન કોકટેલ ઝિંદગીના તંત્રી આશુ પટેલએ જણાવ્યું હતું કે સુખનો પાસવર્ડ નામનુ મુંબઇ સમાચારમાં એક પોપ્યુલર કોલમ છે. જે મુંબઇ સમાચારના તંત્રી નીલેશભાઇએ આગ્રહ કરીને ચાલુ કરાવી હતી. ઘણા લોકો આત્મહત્યા કરતા બચ્યાં હતા. અમુક લોકો ડીપ્રેશનમાંથી છુટયા છે. જે લોકો વાંચે છે ને તે પોતાના વિચારો કરે છે પોતાની તકલીફો કહે છે અને મુંબઇ સમાચારમાં હેલ્થફુલ થવાની કોશીષ કરે છે.
બધા જ લોકોના સહયોગથી સુખનો પાકવર્ડ નામનું વિચાર્યુ જેમ લોકોને લાઇફની વાતો કરે છે તે લોકોને સુખનો પાસવર્ડ આપીએ એ જ અમારો પ્રયાસ છે. જેથી બધા જ હેમલબેન , અંજલી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી નેહા મહેતા દયાશંકર પાંડે, તન્મય વેકરીયા બાધા બોય) બધા જ લોકોએ એક
વિચાર કર્યો કે ઓજસ્વીની ફાઉન્ડેશન દ્વારા પહેલો પ્રોગ્રામ રાજકોટ ખાતે કરીએ અને આજે આ પ્રોગ્રામ રજુ થયો છે. મોરબીના એક બીઝનેશ મેન છે. તેમને નકકી કર્યુ તે સુસાઇડ કરી લેશે.
તેમને સુખનો પાકવર્ડ માં એક આર્ટીકલ વાચ્યો અને તેમને પોતાનું જીવન બચાવી લીધું આવા અનેક કેસ સોલ્વ થયા છે.
રાજકોટના પેંડા મને ખુબ જ પસંદ છે: દયાશંકર પાંડે (ચાલુ પાંડે)
અબતક સાથેની વાતચીત દરમિયાન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ (ચાલુ પાંડે) દાયશંકર પાંડે એ જણાવ્યું હતું કે હું રાજકોટમાં ઘણી વાર આવી ચુકયો છું અને રંગીલા રાજકોટ શહેરના લોકો ખુબ જ પ્રેમાળ છે અને અહિંયા આવીએ ત્યારે તે લોકોનો અમારા પ્રત્યેનો પ્રેમ જોઇને ખુબ જ આનંદ થાય છે. પરંતુ મારા કોઇ બીજા મિત્રો આવ્યા હોય અને એ જણાવે કે અમને પણ રાજકોટવાસીઓએ તમારા જેટલો જ પ્રેમ આપ્યો હતો થોડુંક દુ:ખ લાગે. કારણ કે તેઓ અમને પણ પ્રેમ આપે અને બીજા લોકોને પણ એટલો જ પ્રેમ આપે છે. મને રાજકોટના લોકો પસંદ છે. રાજકોટના પેંડા મને ખુબ જ પસંદ છે.
રાજકોટના લોકો અમને ખુબ જ પ્રેમ આપે છે? નેહા મહેતા (અંજલીભાભી)
અબતક સાથેની વાતચીત દરમિયાન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ (અંજલીભાભી) નેહા મહેતાએ જણાવ્યું હતું કે રાજકોટમાં હું ઘણી વખત આવી ચૂકી છું અને મને ખુબ જ મજા આવે છે. રાજકોટએ રંગીલું તથા મોજીલું શહેર છે. ત્યારે આજે હું સુખનો પાસવર્ડ ટોક શોમાં આશુ પટેલ, દયાશંકર પાંડે, નિલેશભાઇ તન્મપભાઇ વેકરીયા સાથે આવી છું. લર્ન ટુ વીલ લાઇફ એન્ડ કમ આઉટ ઓફ યોર પ્રોબ્લેમસ ધેટ ઇસ સુખનો પાસવાર્ડ સૌરાષ્ટ્ર મારી ભૂમિ છે. મારા પિતા ભાવનગર, મોરબી સહીત અનેક જગ્યાએ કામ કરતા તેથી રાજકોટમાં અવાર નવાર આવી છું. રાજકોટના લોકો અમને ખુબ જ પ્રેમ આપે છે.
આ સ્પેશ્યલ શોથી લોકોના જીવનમાં ઘણો ફેર પડશે: હેમલબેન દવે
અબતક સાથેની વાતચીત દરમિયાન ઓજસ્વિની ફાઉન્ડેશનના ચેરપર્સન હેમલબેન દવેએ જણાવ્યું હતું કે એક ખુબ જ સરસ મજાનું આયોજન થઇ રહ્યું છે. ઓજસ્વિનીનો નવો પ્રોજેકટ શરુ થઇ રહ્યો છે. આ પ્રસંગે સુખનો પાસવર્ડ એક કોલમ મુંબઇ સમાચારમાં આવે છે અને આશુ પટેલ રાજકોટ આવ્યા છે. અને સુખનો પાસવર્ડ બધાને અહીં આપવા માટે આ ઐક ખુબ સરસ મજાનો ટોક શો છે. કે જેનાથી લોકોના જીવનમાં ઘણો બધો ફેર પડશે. ઓજસ્વિની ફાઉન્ડેશન જે કામ કરી રહ્યું છે. તે લોકોમાં વિચારો વાવવાનું કામ કરી રહ્યું છે અને એના અનુસંધાને આ સુખના પાકવર્ડનું આજે આયોજન થયેલું છે. ઓજસ્વિની ફાઉન્ડેશન પ્રોજેકટ સપોર્ટનું અમે લોચીંગ કર્યુ છે. એના વિશે સ્ત્રીસશકિત કરણ અને ખાસ વિકાસ માટે તો પ્રોજેકટ છે. કે જે નાના લોકો છે જે ઓછી આવક વાળા લોકો પોતાની રીતે આગળ આવે એની માટે ના અમારા પ્રયત્નો રહેશે. અને બધા લોકો કહેશે કે સમાજ આવો છે. આવો છે પણ કોઇક એવું કે જે આ બીંડુ ઉપાડવું પડશે તે એક ખુબ મોટો પ્રોજેકટ છે અને તેમાં આવડી ચેનલના માઘ્યમથી આગ્રહ કરીશ અને રાજકોટવાસીઓ ખુબ જ સપોર્ટ કરે આજના અમારા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં રાજકોટના લોકો ઉ૫સ્થિત રહ્યા છે. તેનો હું આભાર માનું છું.