મુંખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતીમાં ૨૮-૨૯મી ફેબ્રુઆરીએ
૨૮મીએ સાંજે મંત્રીઓના હસ્તે સમારોહનું ઉદ્દઘાટન ૨૯મીએ સંતો-મહંતોની ઉપસ્થિતીમાં શિલાન્યાસ સમારોહ યોજાશે
અમદાવાદ ખાતે ધર્મ,શિક્ષણ, આરોગ્ય, રોજગાર સ્પોર્ટસ જેવી અનેક વિધ પ્રવૃતીઓ માટેના સામાજિક સશકિતકરણ કેન્દ્ર એવા વિશ્ર્વ ઉમિયાધામનું મહાભૂમિ પૂજન ગત વર્ષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરીને સામાજિક ચેતનાની જયોત પ્રગટાવી છે તે પવિત્ર સ્થળે સમાજશ્રેષ્ઠી, દાતાઓના હસ્તે, સંતો મહંતો-ધર્માચાર્યો, શંકરાચાર્યો કથાકારો વગેરેની પાવન ઉપસ્થિતિમાં જગતજનની માઁ ઉમિયાના ૪૩૧ ફુટ ઉંચા ભવ્યાતિભવ્ય મંદિરનો શિલાન્યાસ ઉત્સવ આગામી તા.૨૮ અને ૨૯મી ફેબુઆરીના રોજ થવા જઈ રહ્યો છે.તા.૨૯ના રોજ સવારે ૮.૦૦ કલાકે શિલાપૂજન વિધિ યોજાશે શિલાન્યાસની મુખ્ય ફર્મ શિલાના મુખ્ય દાતા મંગળભાઈ પટેલ, અમુતભાઈ પટેલ, વગેરે છે આ ઉપરાંત અન્ય આઠશિલા નંદાશિલાના દાતા ગીતાબેન પટેલ, ભદ્રા શિલાના બાબુભાઈ પટેલ, જયા શિલાના કનુભાઈ પટેલ, પૂર્ણા શિલાના જયંતિલાલ પટેલ અજીત શિલાના પ્રહલાદભાઈ પટેલ, કાન્તિભાઈ પટેલ, અપરાજીતા શિલાના દિપકભાઈ -જયેશભાઈ પટેલ, દર્શનભાઈ પટેલ, શુકલા શિલાના કનુભાઈ પટેલ એન.કે.પટેલ તથા સૌભાગિની શિલાના દાતા ગિકમભાઈ પટેલ છે.શિલાપૂજનના ભાગ્યશાળી દાતા વિરેન્દ્રભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, ધનજીભાઈ પટેલ, નીતીનભાઈ પટેલ, રૂપેશભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ, જે.એસ.પટેલ, રમણભાઈ /દશરથભાઈ પટેલ, ડી.ડી.પેટલ, રમેશભાઈ પોકર, ભરતભાઈ પટેલ, અજયભાઈ શ્રીધર તથા શરદભાઈ પટેલ છે.
તા.૨૮ના રોજ સાંજે ૪.૦૦ કલાકે અભિવાદન સમારોહ જેમાં નારણભાઈ પટેલ અધ્યક્ષસ્થાન શોભાવશે.સમારોહનું ઉદ્દઘાટન નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ, અમિતભાઈ ચાવડા, મંગળભાઈ પટેલ, સી.કે.પટેલ કરશે અતિથિ વિશેષ તરીકે ગગજીભાઈ સુતરીયા રસિકભાઈ પટેલ,અજીતભાઈ પટેલ, વી.પી.પટેલ, જે.પી.પટેલ, સુરેશભાઈ પટેલ, અજયભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, વગેરે ઉપસ્થિત રહેશે.તા.૨૯ના રોજ શિલાન્યાસ સમારોહમાં સાંજે ૪.૦૦ કલાકે પ.પૂ મહંત સ્વામી મહારાજ તથા પ.પૂ. ગુરૂદેવ શ્રી રવિશંકર મહારાજ આર્શીવચન ફરમાવશે.સમારોહનું ઉદઘાટન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના હસ્તે કરવામાં આવનાર છે.આ ઉપરાંત મુખ્ય મહેમાનોમાં કૌશિકભાઈ પટેલ, પ્રદિપસિંહ જાડેજા, સૌરભભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી, મણીભાઈ પટેલ, કનુભાઈ પટેલ, પ્રહલાદભાઈ પટેલ, નરેશભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, ચિમનભાઈ અગ્રવાલ, મથુરભાઈ સવાણી, નરહરિભાઈ અમીન તથા જેરામભાઈ વાંસજાળિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી સમારોહને ચાર ચાંદ લગાવશે
શિલાન્યાસ સમારોહમાં પ.પૂ.ધર્મઘુરંધર સંતો મહંતોમાં પ.પૂ. આચાર્ય અવિચલદાસજી મહારાજ.પ.પૂ. જગદગુરૂ શકરાચાર્ય વિરેન્દ્ર સરસ્વતીજી,પ.પૂ. સ્વામી સચિદાનંદજી મહારાજ, પ.પૂ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી, પ,પૂ.બ્રધ્મવિરારી સ્વામી, પ.પૂ.મહામંડલેશ્ર્વર મહંત દિલીપદાસજી મહારાજ, પ.પૂ.મહામંડલેશ્ર્વર દુર્ગાદાસજી બાપુ, પૂજયપાદ ગોસ્વામી ૧૦૮ વ્રજરાજ કુમારજી મહોેદ્ય પ.પૂ. સ્વામી વિશ્ર્વંભર ભારતીજી મહારાજ પ.પૂ.મહંત લલિત કિશોર શરણજી મહારાજ પ.પૂ.મહંત દેવી પ્રસાદ, પ.પૂ. મહામંડલેશ્ર્વર મહંત શિવરામ દાસજી મહારાજ, પ.પૂ. વૈષ્ણવસમ્રાટ મહંત મોહનદાસજી મહારાજ, પ.પૂ.મહંત જાનકીદાસજી મહારાજ પ.પૂ.મહંત અધ્યાત્મનંદ મહારાજ પ.પૂ. મહંત દિનબંધુ દાસજી મહારાજ, પ.પૂ. શાસ્ત્રી શ્રીજી સ્વામી પ.પૂ.ભાગવત ઋષિજી, પ.પૂ. ચૈતન્ય શંભુ મહરાજે તેમજ પ.પૂ. રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીનું શુભાશિષ પાઠવી સંબોધન કરશે જગત જનની આ ઉમિયાના વિશ્ર્વ કક્ષાના મંદિરના નિર્માણની સાથે સાથે ૧૦૦ વીઘા જમીન, એક હજાર કરોડનો સામાજિક પ્રોજેકટ, સ્ક્રીમ યુનિવર્સિટી અને કેરીયર ડેવલપમેન્ટ, હેલ્થ સ્પોર્ટસ, અને કલ્ચરલ ભવન, ક્ધયા -કુમાર વર્કીગ વુમન હોસ્ટેલ ભવન,અર્ધતન સુવિધાસજજ એન.આર.આઈ.ભવન.આરોગ્ય પ્રિ-પોસ્ટ મેડિકલ કેરયુનિટ, સામાજિક સંગઠન તથા રોજગાર ભવન પણ નિર્માણ પામશે.