જીનાલયની સાથોસાથ આયંબિલ ભવન અને ઓફિસનું થશે નિર્માણ
હાલ સમગ્ર દેશભક્તિમાં લીન થઇ રહ્યું છે, ત્યારે રાજકોટ ખાતે આવેલા રૈયા હિલ્સ સંઘ દ્વારા શાંતિનાથ જીનાલયનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ સંઘોનાં પ્રતિનિધિ ખાસ ઉ5સ્થિત રહ્યા હતા. રૈયા હિલ્સ સંઘના મહેશભાઇ વસાએ ‘અબતક’ સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે રૈયા હિલ્સ ખાતે જે શાંતિનાથ જીનાલય નિર્માણ પામનાર છે, તેને અનુલક્ષી ભૂમિ દાતા પણ મળી ગયા છે, જે ખરા અર્થમાં એક અનોખી ઘટના છે.
વિવિધ સંઘો એકત્રિત થતા લોકોમાં હર્ષની લાગણી છવાઇ !!!
વધુમાં રૈયા હિલ્સ સંઘનાં કાર્યકરોએ જણાવ્યું હતું કે અહિં જે જીનાલયનું નિર્માણ થશે. ત્યારે તેની સાથે આયંબિલ ભવન અને ઓફિસનું નિર્માણ પણ થશે અને ગણતરીનાં એક વર્ષમાં જ કાર્ય પૂર્ણ થશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. રૈયા હિલ્સ સંઘના લોકોમાં હર્ષની લાગણી પણ જોવા મળી હતી અને પાવન પ્રસંગે રાજકોટનાં વિવિધ સંઘોના પ્રતિનિધિઓ પણ ઉ5સ્થિત રહ્યા હતા.
એટલું જ નહિં શિલાન્યાસ વિધી મંત્રો ઉચ્ચાર સાથે વિધીવત કરવામાં આવતા વાતાવરણ ધાર્મિક બન્યું હતું. આ કાર્યક્રમ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત હેમપ્રમુસુરીશ્ર્વરજી મહારાજ સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો, એટલું જ નહિ મહારાજ સાહેબની સાથોસાથ મહાસતીજી સહિત દિવ્ય આત્માઓ પણ ઉ5સ્થિત રહ્યા હતા.