પૂર્વ ઉચ્ચ પદાધિકારીઓને સરકારી ખર્ચે આજીવન અપાતી સગવડતાઓ સામે એનજીઓની અરજીમાં ઉત્તરાખંડ હાઈકોર્ટનો સીમાચિન્હ‚પી ચૂકાદો
વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ રતના સમૃધ્ધ પ્રજાતંત્રમાં રાજકીય મહાનુભાવોને ઘીકેળા અને જીવનમાં સરકારી ખર્ચે સુખસુવિધા મળે છે.પરંતુ આ અચ્છે દિન હવે પૂરા થયા હોય તેમ ઉતરાખંડ હાઈકોર્ટે ગઈકાલે આપેલા એક મહત્વના ચૂકાદામાં આપેલા પુર્વ મુખ્યમંત્રીઓને જીવનભર સરકારી બંગલા અને વાહનોની સગવડ ગેરકાયદે અને ગેરબંધારણ્ય ગણાવી હતી.પદાધિકારીઓને આવી સુવિધાઓ મેળવવી હોય તો તેનો ખર્ચ ચૂકવવો પડશે.
ઉત્તરાખંડ હાઈકોર્ટ રાજય સરકારે ૨૦૦૧માં પૂર્વ મુખ્યમંત્રીઓને બંગલા અને વાહનો જેવી સુવિધાઓ વિનામૂલ્યે આજીવન પૂરી પાડવાના કાયદાને સંપૂર્ણ પણે ગેરકાનૂની અને ગેરબંધારણ્ય ગણાવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી એનડી તિવારીને ૧.૧૨ કરોડ અને બી.એસ.શિયારીને ૪૭.૫૭ લાખ રમેશ નિશંકને રૂ.૪૦.૯૫ લાખ અને વિજય બહુગુણાને ૩૭.૫૦ લાખ મળીલ ૨.૮ કરોડ રૂની ભાડાની બાકી રકમ મહિનામાં જ ભરી દેવા આદેશ કર્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રીઓને સ્યાફના સભ્યોના પગાર, પ્રવાસમાં વપરાયેલુ પેટ્રોલ, ડિઝલ, ટેલીફોન બીલ લાઈટ અને પાણીના ખર્ચાના કુલ ૧૩ કરોડનો હિસાબ સમજવાના પણ આદેશો કર્યા છે.
પૂર્વ મુખ્યમંત્રીઓને આપવામાં આવતી સુવિધાઓ પાછળ થયેલા ખર્ચનાં એનજીઓ દ્વારા મેળવેલા આંકડાઓ અને છેલ્લા પાંચ મુખ્યમંત્રીઓની આજીવન સહૂલતો પાછળ સરકાર દ્વારા ખર્ચવામાં આવેલા નાણાંનો આંકડો કરોડોમાં થવા જાય છે.
ઉતરાખંડ હાઈકોર્ટમાં રજૂ થયેલા આંકડામાં પૂર્વ મુખ્યમંત્રી એનડી તિવારી પાછળ ૧.૧૨ કરોડ, બી.એસ. કોશિયાકી પાછળ ૪૭.૫૭ લાખ, રમેશ નિશાંક પાછળ ૪૦.૯૫ , વિજય બહુગુણા પાછળ ૩૭.૫૦ લાખનો ખર્ચ છે. આરટીઆઈમાં મળેલી માહિતીમાં બી.કે.ખંડુરીના ત્રણ કરોડ, એનડી તિવારીની ૨.૩ કરોડ, નિશાંક ૨.૧ કરોડ, વિજય બહુગુણાના ૧.૧ કરોડ અને પુર્વ મુખ્યમંત્રી નિત્યાનંદ સામે સરકારનું ૧.૫ લાખનું લેણુ બાકી છે.
હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રમેશ રંગનાથન અને રમેશચંદ્ર ખુબલેની ખંડપીઠ સામે થયેલી સુનાવણીનો પેન્ડીંગ પડેલો ચુકાદો ગઈકાલે જાહેર કર્યો હતો. કોર્ટે બાકી લેણાની રકમ પૂન: ગણતરી કરી રાજયના પુર્વ મુખ્યમંત્રીઓ પાસેથી વસુલ કરવા જણાવ્યું હતુ પક્ષકાર વતી કાર્તિક હરિગુપ્તાએ જણાવ્યું હતુ કે કોર્ટે એવાતની ગંભીર નોંધ લીધી છે કે પૂર્વ મુખ્યમંત્રીઓએ પોતાની મેળે જ આ સુવિધા પોતાના નામે કરી લીધી છે. એનડી તિવારી અત્યારે હયાત નથી તેથી કોર્ટે તેના નામે કોઈ હુકમ કર્યો નથી.
હાઈકોર્ટ આ અંગે રાજય સરકારને ખાસ તાકીદ કરી છે કે ચાર જ મહિનામાં નવેસરથી હિસાબ કરીને આગામી છ મહિનામાં પૂર્વ મુખ્યમંત્રીઓ પાસેથી બાકીની રકમ વસુલી લેવી જો કોઈ પૂર્વ મુખ્યમંત્રી આ રકમ ન ભરે તો તેમની સામે કાયદેસરના પગલા લેવા.આ કેસ સાથે જોડાયેલા એનજીઓનાં અવધેશ કૌશલે કહ્યું હતુ કે આ ચૂકાદો સમગ્ર દેશના તમામ રાજયો માટે માર્ગદર્શક બનશે. લોકસેવકોને જાહેર સંપતિ અને સરકારના પોતાના માટે લકઝરી સુખસગવડો ભોગવવા માટે વાપરવા ન દેવાય.
જાહેર જીવનમાં ખાસ કરીને સરકારમાં સામેલ રાજકીય નેતાઓ અને પદાધિકારીઓને અત્યારે દલાતરવાડીની જેમ મોકડુ મેદાન મળી ગયું છે. સાંસદો, ધારાસભ્યો, સ્થાનિક સ્વરાજય સંસ્થાઓનાં ચૂંટાતા સભ્યો પોતાના પગાર ભથ્થા, વધારવા માટે પોતાની હાથે જ ખરડા પસાર કરીને અત્યારે રાજકારણને તગડી કમાણીનું સાધન બનાવી નાખ્યું છે. દરેક રાજયના પાટનગર અને રાજધાની, દિલ્હીમાં સેંકડોની સંખ્યામાં બંગલો યુવા પદાધિકારીઓ ઘરના કરીને બેઠા છે.