વિધાનસભા ચૂંટણીમાં ઝોરમ પીપુલ્સ મૂવમેન્ટ (ઝેડપીએમ) ને શાનદાર જીત મળી છે. આ ચૂંટણીમાં સત્તામાં રહેલા મિઝો નેશનલ ફ્રંટ (એમએનએફ), ઝોરમ પીપુલ્સ મૂવમેન્ટ (ઝેડપીએમ) અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો થવાની આશા હતી. પરંતુ સત્તામાં રહેલા મિઝો નેશનલ ફ્રંટે હારનો સામનો કરવો પડ્યો છે. ઝોરમ પીપુલ્સ મૂવમેન્ટએ 40 સીટોવાળી વિધાનસભામાં 27 બેઠકો પર જીત મેળવી છે. તો મિઝો નેશનલ ફ્રંટને 9 સીટ પર જીત મળી છે. આ ચૂંટણીમાં ભાજપને 2 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે.

મિઝોરમ પીપલ્સ મૂવમેન્ટે 27 બેઠકો ઉપર વિજય મેળવી સત્તાધારી પક્ષને હારનો સ્વાદ ચખાડ્યો, ઈન્દિરા ગાંધીના સુરક્ષા અધિકારી તરીકે સેવા આપનાર લાલદુહોમા બનશે મુખ્યમંત્રી

ઝોરમ પીપલ્સ મૂવમેન્ટને જંગી જીત તરફ દોરી જનાર ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી લાલદુહોમા (73) ની રાજકીય સફર અનેક અવરોધો સામે લડતી રહી છે.  લાલદુહોમા, જેઓ પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવેલા પ્રથમ સાંસદ હતા, તેઓ હવે મિઝોરમની સત્તા સંભાળશે.  તેણે 2020 માં ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ ની રચના કરી અને તેને ત્રણ વર્ષમાં સત્તામાં લાવ્યા.

લાલદુહોમાએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના સુરક્ષા અધિકારી તરીકે સેવા આપી છે.  તેમણે પ્રથમ વખત 1984માં કોંગ્રેસની ટિકિટ પર મિઝોરમ વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા.  તે જ વર્ષે, તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે બિનહરીફ સાંસદ તરીકે ચૂંટાયા હતા.  તત્કાલિન મુખ્યમંત્રી લાલ થનહવલા અને કેટલાક કેબિનેટ મંત્રીઓ વિરુદ્ધ કાવતરું ઘડવાનો આરોપ લાગ્યા બાદ, તેમણે 1986માં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને પાર્ટીમાંથી તેમનું પ્રાથમિક સભ્યપદ પાછું ખેંચી લીધું હતું.

કોંગ્રેસ છોડ્યા પછી, લાલદુહોમા પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવેલા પ્રથમ સાંસદ બન્યા.  તેમને 2020માં ધારાસભ્ય તરીકે પણ ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.  તેમના પર અપક્ષ તરીકે જીતવાનો અને પછી ઝેડપીએમમાં જોડાવાનો આરોપ હતો.

લાલદુહોમાએ કહ્યું કે મિઝોરમની આગામી સરકાર કેન્દ્ર સાથે સારા સંબંધો જાળવી રાખશે, પરંતુ તેમની પાર્ટી કોઈપણ રાજકીય જૂથમાં જોડાશે નહીં.  તેમણે કહ્યું કે, તેમની પ્રાથમિકતાઓ અધૂરા પ્રોજેક્ટને પૂર્ણ કરવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.