ભારતીય ટિમ આગામી મહિનામાં લિમિટેડ સિરીઝ રમવા શ્રીલંકા જઈ રહી છે. ત્યારે મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ઇંગ્લેન્ડ પ્રવાસમાં વ્યસ્ત હોવાના કારણે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી એ જાહેરાત કરી છે કે ટિમ ઇન્ડિયા શ્રીલંકા પ્રવાસે જઈ રહી છે તેના કોચ તરીકે રાહુલ દ્રવિડની પસંદગી કરવામાં આવી છે. રાહુલ દ્રવિડનું શ્રીલંકા પ્રવાસે જવાનું નક્કી છે.

આ ઉપરાંત નેશનલ ક્રિકેટ એકેડમીના કેટલાક બીજા મેમ્બર્સ પણ શ્રીલંકા પ્રવાસ પર કૉચિંગ સ્ટાફનો ભાગ બનશે. શ્રીલંકામાં ખેલાડીઓને પ્રેક્ટિસ કરવા માટે એક અઠવાડિયાનો સમય મળશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ ખેલાડીઓને પ્રેક્ટિસ માટે બેગ્લુંરુમાં કેમ્પનુ આયોજન કરવા ઇચ્છતુ હતુ, પરંતુ કોરોના વાયરસના કારણે ખરાબ થયેલી પરિસ્થિતિથી બીસીસીસીઆઇની મુશ્કેલીઓ વધી છે. આ ઉપરાંત હાલના લૉકડાઉનની સ્થિતિને ધ્યાનમાં રાખતા બેંગ્લુરુમાં પ્રેક્ટિસ રાખવી થવુ શક્ય ના હતી.

dravid

શ્રીલંકા સરકારના હાલના નિયમ પ્રમાણે ભારતના જે લોકોને વેક્સિનના બન્ને ડૉઝ લઇ લીધા છે, તેમને ફક્ત એક જ દિવસ ક્વૉરન્ટાઇન રહેવુ પડશે. આ નિયમ 30 જૂન સુધી લાગુ છે, પરંતુ જ્યારે ઇન્ડિયન ક્રિકેટ ટીમ રવાના થશે ત્યારે અલગ નિયમ જોવા મળી શકે છે. શ્રીલંકા પ્રવાસ માટે ટીમ સિલેક્શનને લઇને કોઇ જાણકારી સામે નથી આવી. શ્રેયસ અય્યર અનફિટ હોવાના કારણે શ્રીલંકા પ્રવાસ પર ટીમની સાથે રવાના નહીં થાય. આવી સ્થિતિમાં શિખર ધવનને ટીમનો કેપ્ટન બનાવવાનુ નક્કી માનવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી જે માહિતી સામે આવી છે તે પ્રમાણે શ્રીલંકામાં ખેલાડીઓને પ્રેક્ટિસ કરવા માટે એક અઠવાડિયાનો સમય મળશે.

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નર પણ રાહુલ દ્રવિડના ટેલેન્ટથી વાકેફ છે. ડેવિડ વોર્નરે સ્પોર્ટ્સ ટુડે સાથે વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે હાલના ભારતીય ક્રિકેટમાં રાહુલ દ્રવિડનું ખૂબ જ યોગદાન છે. રાહુલ દ્રવિડે મેચ વિનર ખેલાડીઓની લાઈન લગાવી દીધી છે, જેના કારણે ભારતીય ક્રિકેટમાં ખૂબ જ મોટો ફેરફાર થયો છે. આ વાત માટે તમારે બહુ વધારે પાછળના સમયને યાદ કરવાની જરૂર નથી. હમણા ઓસ્ટ્રેલિયામાં જ થયેલ ટેસ્ટ મેચમાં ભારતે ટેસ્ટ સીરિઝમાં ઐતિહાસિક જીત મેળવી હતી, જે આ વાતનું ઉદાહરણ છે. આ મેચમાં ઈશાંત રમ્યો ન હતો. એડિલેડમાં થયેલ પ્રથમ ટેસ્ટ બાદ વિરાટ કોહલી, મોહમ્મદ શમી બહાર નીકળી ગયા હતા. તેમ છતાં ભારતીય ટીમે મેલબર્ન ટેસ્ટ જીતી હતી.

રાહુલ દ્રવિડે 150 યુવા ખેલાડીઓ તૈયાર કર્યા હતા. દ્રવિડ અને મ્હામ્બ્રેએ મળીને અંડર-16 અને અંડર-19ના 150 ટેલેન્ટેડ ખેલાડીઓને તૈયાર કર્યા છે. આ 150 ખેલાડીઓને 25-25ના અલગ અલગ 6 ગ્રુપમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. આ દરેક ગ્રુપને ઝોનલ ક્રિકેટ એકેડમીમાં કેમ્પ લગાવીને એક મહિનો તાલીમ આપવામાં આવી હતી. જેમાંથી 50 ખેલાડીઓને અલગ કરવામાં આવ્યા અને તેમને નેશનલ કેમ્પમાં અલગ ટ્રેનિંગ આપવામાં આવી. આ એકેડમીમાં આંતરાષ્ટ્રીય સ્તરના ટ્રેનર, ફીઝિયો અને કોચિંગ સ્ટાફ હતા.

rahul 1

અગાઉ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માં પાંચ ખેલાડીઓએ ડેબ્યુ કર્યું હતું . ઓસ્ટ્રેલિયામાં રમવામાં આવેલ મેચમાં રવિન્દ્ર જાડેજા, રોહિત શર્મા અને ઉમેશ યાદવ ટેસ્ટ મેચ રમી શક્યા ન હતો. રવિચંદ્રન અશ્વિન અને હનુમા વિહારી એક પણ ટેસ્ટ રમ્યા ન હતો. છેલ્લી ટેસ્ટ શરૂ થવા સમયે સીરિઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11માં સામેલ માત્ર બે ખેલાડી ટીમ મેનેજમેન્ટના પ્લેઈંગ-11માં બાકી રહ્યા હતા. ભારત તરફથી પાંચ ખેલાડીઓએ આ ટેસ્ટ સીરિઝમાં ડેબ્યુ કર્યું હતું. જેમાં મોહમ્મદ સિરાજ, ટી નટરાજન, વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની અને શુભમન ગિલ જેવા ક્રિકેટરના નામ સામેલ છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ક્રિકેટ ટીમે જે મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ બનાવી તેનું શ્રેય દ્રવિડને જાય છે. ભારત શ્રીલંકામાં ત્રણ વન-ડે ૧૩, ૧૬ અને ૧૯ જુલાઈના રોજ રમશે. જ્યારે ટી૨૦ ૨૨, ૨૪ અને ૨૭ જુલાઈના રોજ રમશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.