વર્ષ 2018 પૂર્ણ થવામાં હવે માત્ર અમુક દિવસ જ બાકી રહ્યાં છે. આ વર્ષે બોલિવૂડ અને સેલેબ્સ માટે ઘણી યાદગાર બાબતો જોવા મળી તો અમુક સેલેબ્સ માટે આ વર્ષ અમુક એવી ઘટનાઓથી ભરપૂર રહ્યું જેણે તેમને હચમચાવી દીધા હતા. 12 મહિનામાં બોલિવૂડના ઘણા સેલેબ્સે ફિલ્મ્સ થકી સારી એવી કમાણી કરી તો ઘણા ટીવી અને ફિલ્મી સેલેબ્સે પોતાના જીવનસાથીની પસંદગી કરી હતી. જોકે અમુક સેલેબ્સ એવા પણ રહ્યાં જેમને 2018માં એવા જખમ મળ્યા જેને ભૂલી શકાય નહીં.
જેમકે ફેબ્રુઆરી મહિનામાં શ્રીદેવીના અચાનક નિધનના કારણે બોલિવૂડની સાથે કપૂર પરિવાર માટે મોટો આઘાત લાગ્યો હતો.આ વર્ષે #Metoo કેમ્પેન હેઠળ ઘણા જાણીતા સ્ટાર્સ પર સેક્સયુઅલ હેરેસમેન્ટ પર આરોપ લાગ્યા હતા. જેમાં નાના પાટેકર અને આલોકનાથ જેવા જાણીતા સ્ટાર્સ પણ સામેલ છે.આ ઉપરાંત સિંગર નેહા કક્કરના બૉયફ્રેન્ડ હિમાંશ કોહલીથી મળેલા દગા અને બ્રેકઅપનો મોટો આઘાત લાગ્યો હતો. આ આઘાતની અસરની તેની પ્રોફેશનલ લાઈફ પર પણ જોવા મળી હતી. જોકે તે ધીમે-ધીમે આ આઘાતમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે.આ સાથે જ બોલિવૂડના બે જાણીતા સ્ટાર્સે અલગ-અલગ કેસમાં જેલની સજા ભોગવવાનો વારો પણ આવ્યો છે.