મહીસાગર જિલ્લાના વનવિસ્તાર વાઘ હોવાની વનવિભાગે પુષ્ટિ કરી છે. વાધ નાઈટ વિઝન કેમેરમાં દેખાયો હતો. જેથી હવે ગુજરાત સિંહ, વાઘ અને દીપડા ત્રણેય પ્રાણી જોવા મળે તેવો પ્રથમ રાજ્ય બની ગયું છે.
મહીસાગર જિલ્લાના વન વિસ્તારમાં છેલ્લા 5 મહિનામાં 150થી વધુ વન્ય પ્રાણી દ્વારા મારણ થયા છે જેમાં 45 મારણ સરકારી ચોપડે નોંધાયા છે જેમાં 34 મારણ સંતરામપુર રેંજમાં નોંધાયા છે અને 11 મારણ લુણાવાડા રેંજમાં નોંધાયા છે.