કોરોના સામે લડતા વોરિયર્સ માટે વધુ એક કસોટી..
લોકડાઉન-૩માં શ્રમિકોની ધીરજ ખૂટી: વતન જવાની હજારો શ્રમિકોની જીદ તંત્ર માટે પત્રકાર રૂપ: રોજગાર-ધંધા બંધ હોવાથી આર્થિક ભીંસમાં સપડાયેલા શ્રમિકો વિફર્યા, સૌરાષ્ટ્રનાં અનેક એન્ટરોમાં શ્રમિકોએ રસ્તા પર ઉતરી જઇને હોબાળો મચાવ્યાની ઘટના
કોરોના સામે લડતા કોરોના વોરિયર્સ એવા અધિકારીઓ સામે શ્રમિકોની વતન વાપશીની જીદ કસોટી રૂપ બની છે. લોકડાઉન-૩માં ધીરજ ખોઇ બેસેલા શ્રમિકો વતન જવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે તંત્ર પણ શ્રમિકોને સલામત રીતે વતન પરત મોકલવા કમર કસી રહ્યું છે. આ મામલે કલેકટરે શ્રમિકોને ધીરજ રાખવાની ભારપૂર્વક અપીલ કરી છે.
કોરોના મહામારીના કારણે ૪૦ દિવસના લોકડાઉન બાદ રાજકોટમાં રહેતા હજારો શ્રમીકોને વતનમાં જવા માટે કોરોના વાયરસની સ્થિતિમાં પરિવારજનોની ચીંતામાં લાગણી વસ થઇ હજારો શ્રમીકોએ વતનમાં જવાની જીદ પકડી ગઇ કાલે રાજકોટમાં અનેક સ્થળોએ ટોળા એકઠા થઇ રસ્તાપર ઉતરી આવ્યા મામલો બીચકર્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાપલો ઘટના સ્થળે દોડી જઇ મામલો પાળે પાડ્યો હતો.
રાજકોટના જંગલેશ્ર્વર, આજીડેમ ચોકડી, થોરાળા, આજી વસાહત, ગોંડલ રોડ ચોકડી, સહિતના અનેક વિસ્તારોમાં હજારોની સંખ્યામાં પરપ્રાંતિય લોકો વસાવટ કરે છે. વિશ્ર્વના અન્ય રાજયોમાંથી રોજગારી મેળવવા રાજકોટમાં રહેતા હજારો શ્રમિકો લોકડાઉનના કારણે કામધંધો બંધ હોવાથી અને વતનમાં જવા માટે અનેક પ્રયાસો કરવા છતા વતનમાં જઇ શકતા ન હોય અને હાલ સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતો પ્રમાણે સ્થાનિક ઉદ્યોગપતિઓ કે કારખાનેદારો દ્વારા શ્રમીકોને સાચવામાં ઉડા ઉતરતા હજારો શ્રમિક પરિવારો આર્થિક સંકણામણમાં સપડાયા હતા.
કોરોના મહામારીના કારણો ગુજરાતમાં વસતા હજારો લોકો અન્ય સ્થળોએ દેશનાં ફસાયા હોય જેને પરત વતન લાવવા તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરી તેઓને ગુજરાત પરત લાવવા સફળ રહ્યા હોય તથા રાજકોટમાં વસતા હજારો પર પ્રાંતિય લોકોના પરિવારજનો વતનમાં રહેતા હોય તેણેની લાગણીને વચ થઇ હજારો શ્રમિકોએ વતનમાં જવા પ્રયાસો હાથ ધર્યા હતા લોકોડાઉનમાં દીવસ બાદ શ્રમિકો દ્વારા ઓનલાઇન અરજી કરી તથા કલેક્ટર કચેરીએ ઘકકા ખાઇ વતનમા જવા અરજીઓ કરી હોય તેમ છતા વતનમાં નહી જઇ શકતા અને ધરની બહાર ન નીકળવા પોલીસની કડકના કારણે પરેશાન બનેલા લોકોની ધીરજ ખુટી હતી.
ગઇકાલે રવિવારે રાજકોટના આજીડેમ, આહીર ચોક, બંસીઘર બ્રિજ, ગોડલ રોડ ચોકડી સહિતના અનેક વિસ્તારોમાં હજારોની સંખ્યામાં પર પ્રાંતિય લોકોના ટોળા રસ્તા પર ઉમટી આવી વિફર્યો હતા. શ્રામીક લોકએ વતનમાં જવા માટે વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે તેવી જીદ પકડી હતી. હાલ કોરોનાની મહામારીની પગલે હજારોની સંખ્યામાં લોકો એકઠા થતા અને કોરોનાના સંક્રમણમાં લોકો ન આવે તે માટે ટોળાને વિખરવા પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા હજારો ‘શ્રામિકોને’ સમજાવતા મામલો થાળે પડ્યો હતો.
શાપર, ગોંડલ અને મવડી ચોકડીએ બીજા દિવસે શ્રમિકોના ટોળા એકઠાં થયા
રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં રહેતા પરપ્રાંતિય લોકોએ વતનમાં જવા માટે ગઇકાલે રસ્તા પર ઉતરી આવી ચકકાજામ કર્યા હોવાની ઘટના બાદ આજે સવારે ફરી ગોંડલ, શાપર-વેરાવળ તથા મવડી ચોકડી સહિતના વિસ્તારોમાં રહેતા પર પ્રાંતિય લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવી પોતાને પરિવાર સાથે વતનમાં જવા અંગે વ્યવસ્થા કરવા બાબતે હલ્લો બોલાવ્યો હતો બનાવના પગલે એ.સી.પી. ટંડેલ તથા આજી ડેમ પોલીસ મથકના પીઆઇ ચાવડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા. ચકકાજામ કરનાર હજારો શ્રમિકોએ તંત્ર પર આક્ષેપ કર્યો હતો કે પ્રશાસન ના અડધડ નિર્ણયના કારણે લોકોને પરેશાની ભોગવવી પડે છે. બસની વ્યવસ્થા ન કરાતા ચકકાજામ કરવામાં આવ્યો હતો. પર પ્રાંતિય લોકોએ તેઓના પરિવાર સામે તાત્કાલીક પોતાના વતનમાં જવા માટે માંગણી કરી હલ્લો બોલાવ્યો હતો.
પરપ્રાંતીયોના પ્રશ્ર્ને ઉદ્યોગપતિઓ સાથે પોલીસની મીટીંગ
શહેરમાં ગઇકાલે જંગલેશ્ર્વર, આજી ડેમ, ગોંડલ રોડ ચોકડી, બંસીધર વેબ્રિજ, આહિર ચોક સહિતના વિસ્તારોમાં હજારોની સંખ્યામાં પરપ્રાંતિય લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચકકાજામ કર્યો હતો શ્રમીકોએ વતનમાં જવા માટે વ્યવસ્થા કરવામાં નહિ આવે ત્યાં સુધી ચકકાજામ કરવાજી જીદ પકડી હતી પરંતુ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમજાવવામાં આવતા શ્રમિકોએ વતનમાં જવા માટે સરકાર દ્વારા વ્યવસ્થા ગોઠવી દેવા અંગે વિશ્ર્વાસમાં લેવામાં આવતા મામલો થાળે પડયો હતો.
બનાવ બાદ શહેરના ભકિતનગર પોલીસ મથક ખાતે ગઇકાલે શહેર પોલીસના ડીસીપી ઝોન-૧ રવિમોહન સૈની, એસ.પી. એચ.એલ. રાઠોડ, એસપી એસ.આર. ટંડેલ ભકિતનગરના પી.આઇ., વી.કે.ગઢવી થોરાળાના પી.આઇ જી.એમ. હડીયા, આજી ડેમ પોલીસના પી.આઇ. વી.જે. ચાવડા, સહિતના પોલીસ અધિકારીઓ તથા આ વિસ્તારના ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કારખાના ઉદ્યોગ ધરાવતા ઉદ્યોગપતિઓ, કારખાનેદારો તથા આ વિસ્તારના આગેવાનો સાથે બેઠક યોજી આ વિસ્તારમાં વસતા પરપ્રાંતિય લોકોને તેના વતનમાં પરત મોકલવા માટે મદદરૂપ થવા બાબતે ચર્ચા વિચારણા કરી હતી.
કલેકટર કચેરી બહાર મંજુરી માટે શ્રમિકોની લાંબી કતારો લાગી
રાજકોટ જીલ્લા કલેકટર કચેરીની બહાર શ્રમિકોની આજે લાંબી લાઇનો જોવા મળી હતી. મંજુરી મેળવવા માટે વહેલી સવારથી જ શ્રમિકો કલેકટર કચેરીની બહાર ગોઠવાઇ ગયા હતા. આટલી મોટી સંખ્યામાં શ્રમિકોને સાચવવા કલેકટર તંત્ર માટે પણ પડકારરૂપ બન્યું છે. હાલ તો આ શ્રમિકોને ધીરજ રાખવા તંત્ર ખાસ અપીલ કરી રહ્યું છે.
રાજકોટમાંથી મજુરોને વતન મોકલવા ટ્રેન શરૂ કરાશે: કલેકટરની જાહેરાત
વહિવટીતંત્ર દ્વારા ૧૨૦૦ મજુરોને અપાઈ મંજુરી: મજુરો લુંટાય નહીં તે માટે ખાસ ટ્રાન્સપોર્ટરોની મદદ લેવાઈ
રાજકોટમાંથી મજુરોને વતન મોકલવા રાજય સરકાર દ્વારા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવનાર હોવાની જિલ્લા કલેકટરે જાહેરાત કરી છે. વધુમાં વહિવટીતંત્ર દ્વારા અત્યાર સુધીમાં ૧૨૦૦ મજુરોને મંજુરી આપી દેવામાં આવી છે. ઉપરાંત મજુરો લુંટાય નહીં તે માટે ટ્રાન્સપોર્ટરોની મદદ પણ લેવામાં આવી છે. ઉતરપ્રદેશ, મહારાષ્ટ્રમાં સ્થિતિ ખરાબ હોવાથી ત્યાંના મજુરોને પ્રવેશ આપવા માટે સરકાર સહમતી દર્શાવી રહી નથી જયારે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓરિસ્સા, બિહાર જેવા રાજયોમાં ધીમી ગતીએ શ્રમિકોને મોકલવામાં આવી રહ્યા છે. વધુમાં અધિક કલેકટરે જાહેર અપીલ કરતા જણાવ્યું છે કે, તમામ શ્રમિકોને અનુરોધ છે કે, તેઓ પોતે કચેરીઓમાં ન આવે તેના બદલે ફેકટરીનાં માલિક કે તેમનાં લીડર શ્રમિકોની વિગતોનું લીસ્ટ લઈને કચેરીએ આવે અને તમામ શ્રમિકો ધીરજ રાખે.