લોકડાઉનના કારણે વતનમાં ૩૦ ટકા પરપ્રાંતીય કામદારોની કામ પર પરત ફરવાની અનિચ્છા: આર્થિક સહાય ચૂકવાય તો પરત ફરવાની સંભાવના
કોરોના વાયરસના સંક્રમણને રોકવા કેન્દ્ર સરકાર દ્વારા દેશ વ્યાપી લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો. લોકડાઉનમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ સિવાયના તમામ ધંધા વ્યવસાયો બંધ રાખવામા આવ્યા હતા. જેમાં કારખાનાઓ પણ બે માસ સુધી બંધ રાખવામાં આવ્યા હતા. જે કારખાનાઓમાં પરપ્રાંતીય કામદારો કામ કરતા હતા. તેવા મોટાભાગના કારખાનેદારોએ માનવતાની દ્રષ્ટિથી પરપ્રાંતીય કામદારોને લોકડાઉનના બંધ દરમ્યાન પણ પગાર,જમવાનું બનાવવા માટે રાશનકીટ સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓ પુરી પાડી હતી. લોકડાઉન દરમ્યાન છૂટછાટ અપાયાબાદ લાખો પરપ્રાંતીય કામદારો ડરના માર્યા પોતાના વતનમાં પરત ફર્યા હતા. પરંતુ હવે સ્થિતિ થાળે પડતી જતા મોટાભાગના પરપ્રાંતીય કામદારો કામ કરવા તત્પરતા દાખવી રહ્યા છે. કેરળના સેન્ટર ફોર ડેવલપમેન્ટ સ્ટડીના પ્રો.એસ.ઈરૂદયા રાજને કોરોનાના ભયે લોકડાઉનમાં વતન ગયેલા લાખો પરપ્રાંતીય કામદારોમાંથી ૭૦ ટકા કામદારોએ ફરીથી કામે પરત ફરવા તત્પરતા દાખવી છે.
૩૦% જેટલા સ્થાનાંતરીતોએ કે જેમણે મોટા શહેરો છોડીને વતનના ગામડાની વાટ પકડી છે. તેઓ પોતાના કડવા અનુભવોને લઈને શહેરમાં પાછા નહિ જાય પ્રો.રાજને જેમણે ત્રણ દાયકાઓ સુધી સતત સ્થાનાંતરીતોના મુદાઓનો નજીકથી જ અભ્યાસ કર્યો છે. તેમનું માનવાનું છે કે જો આ મજૂરોને તાત્કાલીક રોકડ વિનિમય અને સ્માર્ટકાર્ડ જેવી સુવિધાઓ મળે તોકદાચ પાછા ફરવાના વિચારોને પકડી શકે છે.
અમને એવું અનુમાન છે કે કુલ હિજરતીઓમાથી ૩૦% લોકો મોટા શહેરોમાં પાછા નહી આવે પોતાના માલીકો દ્વારા કરવામાં આવેલા દૂર વ્યવહારનો ધણા લોકો ખરાબ અનુભવ થયો છે.ઘણા માલીકોએ પોતાના કામદારોને સાચવવાની જવાબદારી નિભાવી નથી અને આ વિકટ પરિસ્થિતિમાં હિજરતી કામદારોને તેમના હાલ ઉપર છોડી દેવામાં આવ્યા હતા. જે લોકોએ પોતાના કામદારોની સંભાળ લીધી છે. તે લોકો પરત આવશે.
૧૦ ટકા જેટલા કામદારો લોકડાઉન શરૂ થયું તે પહેલા જ વતન રવાના થઈ ગયા હતા. ૧૦ % લોકો ત્રીજા ચોથા તબકકામાં રવાના થયા હતા જયારે આવક જાવક મહંદશે સરળ હતુ જયારે બાકીના ૧૦ ટકા પાંચમાં તબકકામાં જુન પછી વતન પરત ફર્યા હતા. આમ કુલ ૩૦ % જેટલા શ્રમિકોએ મોટા શહેરો છોડી દીધા છે. સરકારે તાત્કાલીક બે મહિના દરમિયાન રોજગારી ગુમાવનારાઓ માટે ૨૫ હજાર રૂા.ની રોકડ રકમ જમા કરાવવાની જાહેરાત કરવી જોઈએ જે મજૂરો સરકારી બેંકોના એકાઉન્ટો ધરાવતા હોય તેમને સહાયરૂપ થવું જોઈએ બે રીતે આ પ્રક્રિયા હાથ ધરવી જોઈએ એકતો તાત્કાલીક તેમને આર્થિક સહાય આપવી જોઈએ અને દરેક રાજયમાં હિજરતી મજૂરોની સંખ્યા કેટલી છે તેની વિગતો મેળવી લેવી જોઈએ. આપણે દરેક અન્ય રાજયમાં હિજરત કરનાર મજૂરોને માઈગ્રેન સ્માર્ટકાર્ડ આપવા જોઈએ જે બસ અને રેલવે સ્ટેશન પર વિતરણ અને ફેરબદલ કરી શકાય દરેક મજરોને આ સ્માર્ટ કાર્ડમાં સામાજીક આર્થિક વિગતોને જોડીને આધાર અને રેશનકાર્ડના માધ્યમથી તેમને આ પરિસ્થિતિમાં મદદરૂપ થઈ શકાય.
કેન્દ્ર સરકાર પાનઈન્ડિયા માઈગ્રેશન સર્વેમાં કેરલ માઈગ્રેશન સર્વેની જેમ હિજરતીઓની વતન જવાની પધ્ધતિ અને આંતરીક અને આંતરરાષ્ટ્રીય ધોરણે પોતાના રાજયનાં મજૂરોની વતન વાપસીની સ્થિતિ આ પરિસ્થિતિમાં સારી રીતે હેન્ડ કરી શકાય છે. પ્રો. રાજે જણાવ્યું હતુ કે વતન ગયેલા હિજરતીઓમાંથી ૩૦ % જેટલા મજૂરો પોતાની સાથે થયેલા કડવા અનુભવોને લઈને પાછા નહી આવે ઘણા માલીકો પોતાની જવાબદારી ચૂકી ગયા છે. અને મજૂરોને પોતાના હાલ ઉપર છોડી દીધા હતા. જે લોકોએ કામદારોની સંભાળી લીધી છે. તેઓને મજૂરોના પૂર્નાગમનનો આ મુદો નહિ નડે સરકારે કામદારો સાથે દૂરવ્યવહાર કરનારા માલીકોને શોધી શોધીને તેમને દંડ કરવા જોઈએ. માલીકો મજૂરોને સુરક્ષા આપવામાં નિષ્ફળ ગયા છે. સરકાર તેમની સામે પગલા લેવાનું વામણી પૂરવાર થઈ છે. જેના કારણે શહેરોમાં કામદારોની અછતની મોટી સમસ્યાઉભી થશે. કદાચ આ કારણે પગાર વધારો પણ કરવો પડે છે.
સરકારમાં નોંધાયેલા દરેક આંતરરાજય અને આંતર જીલ્લાની હિજરતી મજૂરો કે જે અગાઉ ૧ કરોડ ૪૦ લાખની સંખ્યામાં નોંધાય હતા તેમને ૨૫ હજારની સહાય કરવા માયે ૩ લાખ ૫૦ હજાર કરોડ રૂા.ની સહાય કરવી પડે છે જે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા કુલ પેકેજની રકમના છઠ્ઠાભાગની રકમ થાય આપણે કુલ રકમની આ ફાળવણીથી સ્થાનિક અર્થતંત્રને મજબુત કરી શકીએ મોટી સંખ્યામાં લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવાના નાણા આપી ખરીદશકિત વધારીએ તો તેનો ફાયદો સ્થાનિક અર્થતંત્રને થાય તેમાં બે મત નથી.
લોકડાઉનની પરિસ્થિતિમાં પરપ્રાંતીય મજૂરોને કેટલાંક બે જવાબદાર માલીકો તરફથી દૂર વ્યવહારનો કડવો અનુભવ થતા વતન ચાલ્યા ગયેલા કુલ મજૂરોમાંથી ૩૦% જેટલા પાછા નહિ આવે મજૂરો શહેરમાં ન આવે તો કામદારોની મોટાપાયે ઈદ ઉભી થાય અર્થતંત્રને વેગવાન અને પુન: બેઠા કરવા માટે કામદારોને સમયસર સહાય રૂપ થવું જોઈએ તેવો મત નિષ્ણાંતો વ્યકત કરી રહ્યા છે.
સરકારી ચોપડે માત્ર ૧૦ કરોડ નોંધાયેલા અસંગઠ્ઠીત ક્ષેત્રનાં ૪૦ કરોડ કામદારોનો ડેટાબેઝ તૈયાર કરાશે
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪ની પ્રસ્તાવિત દરખાસ્તને પૂન: બહાલ કરીને દેશના અસંગઠ્ઠીત ક્ષેત્રનાં મજૂરોને ઓળખ આપવાની કવાયત હાથ ધરવામાં આવી છે. કોવિડ ૧૯ લોકડાઉન દરમિયાન હિજરતી શ્રમજીવીઓને ઉભી થયેલી મુશ્કેલીઓમાં અસહાય પરિસ્થિતિનો સામનો કર્યા બાદ સરકારે અસંગઠ્ઠીત ક્ષેત્રનાં મજૂરો માટે સ્વાયત ઓળખનંબરની જરૂરીયાત પર ભાર મૂકયો છે. સરકાર નવેસરથી અસંગઠીત ક્ષેત્રનાં મજૂરોને ઓળખ નંબર આધાર સાથે સંલગ્ન કરીને તેનું કાર્યક્ષેત્ર વિસ્તૃત કરાવશે. આ હેતુ પાછળના પ્રયોજનમાં અન્ય માહિતીઓ જેવી કે શૈક્ષણીક લાયકાત કૌશલ્ય અને વધારાની આવડત સાથેની વિગતો સાંકળવામાં આવશે. કેન્દ્રીય મજૂર મંત્રાલય દ્વારા સતાવાર રીતે માહિતી આપવામાં આવી હતી છે કે સરકાર યુવીએમનો આ પ્રોજેકટ ઝડપથી આગળ વધારશે. અને અસંગઠ્ઠીત ક્ષેત્રનાં મજૂરોનોહિજરતી કામદારો સહિતની પુરી આંકડાકીય વિગતોનો ડેટાબેઝ ઉભો કરવામાં આવશે. જે માટે શ્રમિકોની તમામ વિગતો મેળવી તેનો ઈલેકટ્રોનિકસ ડેટાબેઝમાં સમાવેશ કરીને તેને સંપૂર્ણ વિગતો ઉમેરી શકાશે. વર્ષ ૨૦૧૪માં શ્રમમંત્રાલયે અસંગઠ્ઠીત ક્ષેત્રના મજૂરોનાં ઓળખ નંબરરનો પાયલોટ પ્રોજેકટ ગુજરાતમાં શરૂ કર્યો હતો. પરંતુ આધારકાર્ડની નકલના પગલે તેને રોકી દેવામાં આવ્યો હતો. દેશભરમાં કોવિડ ૧૯ કટોકટી અને રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના પગલે નાના મોટા શહેરોમાંથી વતનના ગામડાઓ તરફ મજૂરોની હિજરતની પરિસ્થિતિ સામે આવી છે. ત્યારે વર્તમાન કટોકટીમાં હિજરતી મજૂરોની નોંધણીની વ્યવસ્થા આવશ્યક બની છે. નાણામંત્રી નિર્મલા સીતારામને અગાઉ જણાવ્યું હતુ કે મારી ઈચ્છા છે કે આપણી
પાસે આકરણક્ષ કરવા માટે પૂરતી વિગતો હોય અને તેમને કંઈક મા આપવા માટે સમર્થ હોઈએ અમારો હેતુ કોઈને રાહતપેકેજ કે રોકડ વિતરણમાં બાકાત ન રહે. આ વિગતો માટે ડેટા સંગ્રહીત કરવા માટે નાણામંત્રાલયે શ્રમમંત્રાલય સાથે સંકલનથી કામ કરવાનું શરૂ કર્યું છે.
ડેટા કવરેજની વિસ્તરણ યુવીઆઈએમ પ્રોજેકટનો દેશના ૪૦ કરોડ અસંગઠ્ઠીત ક્ષેત્રના કામદારો સુધી વિસ્તૃત કરવામાં આવશે. સતાવાર રીતે પ્રથમ વખત જાહેર કરાયેલા આ વિગતોમાં જણાવાયું છે કે અત્યારે કુલ ૫૦ કરોડ શ્રમિકો અને વર્કફોર્સની આપણી રાષ્ટ્રીય મૂડીમાંથી માત્ર ૧૦ કરોડને સરકાર દ્વારા સંચાલીત મજૂરો માટેની સામાજીક સુરક્ષાની યોજનાઓ, પીએફ અને સરકારના વિમા નિગમ હેઠળ આવરી લેવાયા છે. હવે સરકાર કુલ ૫૦ કરોડ શ્રમિકોને આ યોજના અંતર્ગત આવરીને સરકારના સહાયરૂપ આયોજનોનું લાભ આપવા માટેની તૈયારી કરી રહ્યું છે.