પરદેશીયો સે ન અખિયાં મિલાના, પરદેશીયો કો હૈ એક દિન જાના…
ભારતીય આઈટી રૂલ્સની અમલવારીથી અકડાયેલા ટ્વિટરના પૂર્વ સીઈઓ જુઠાણું ફેલાવી રહ્યા છે : રાજીવ ચંદ્રશેખર
ટ્વિટર જેવી વિદેશી કંપનીઓએ અનેક વાર ભારતનું વરવું સ્વરૂપ દેખાડવાનો હીન પ્રયાશ કર્યો છે. વિદેશી ડિજિટલ મીડિયા પ્લેટફોર્મસ તેના અંગત સ્વાર્થને સિદ્ધ કરવા અને રાજકીય રોટલા શેકવા આ પ્રકારના કૃત્યો આચરતી હોય છે. ત્યારે ભારતે હવે ખુદ કી દુકાન શરૂ કરવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે.
સરકારે મંગળવારે ટ્વિટરના સહ-સ્થાપક અને ભૂતપૂર્વ સીઈઓ જેક ડોર્સી પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, ટ્વિટરના ભૂતપૂર્વ સીઈઓ જેક ડોર્સીએ આક્ષેપ કર્યો હતો કે, ભારતમાં ટ્વિટર સેવાઓ બંધ કરવાની અને તેના કર્મચારીઓના ઘરો પર દરોડા પાડવાની ધમકી આપી હોવાનો દાવો કર્યા પછી તેની ટિપ્પણીઓને “સંપૂર્ણ જૂઠ” ગણાવ્યું હતું.
જેક ડોર્સી દ્વારા ઉચ્ચારવામાં આવેલો એક એક શબ્દ એક સંપૂર્ણ જૂઠ છે, તેવું આઈટી મંત્રાલયે જણાવ્યું છે.
હકીકતમાં વર્ષ 2020 થી 2022 સુધી ટ્વિટર દ્વારા વારંવાર આઇટી કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અને અંતે જૂન 2022માં ટ્વીટરે આઈટી રૂલ્સનો સ્વીકાર કરી અમલવારી કરી હતી તેવું કેન્દ્રીય આઇટી અને ઇલેક્ટ્રોનિક્સ રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ટ્વિટ કર્યું હતું.
ડોર્સીએ સોમવારે મોડી રાત્રે યુટ્યુબ ચેનલ ‘બ્રેકિંગ પોઈન્ટ્સ’ને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન આ ટિપ્પણી કરી હતી. તેઓ ટ્વિટરના સીઈઓ તરીકેના કાર્યકાળ દરમિયાન વિદેશી સરકારો તરફથી જે દબાણોનો સામનો કર્યો હતો તે અંગેના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા.
ડોર્સીના આક્ષેપોનો વિરોધ કરતાં કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે ટ્વિટરના નવા માલિક એલોન મસ્ક દ્વારા ડોર્સીના પક્ષપાત અને સેન્સરશિપને પ્રોત્સાહન આપવા માટે ટ્વિટરના કથિત દુરુપયોગ વિશે કરવામાં આવેલી ફાઇલો અને જાહેરાતોનો ઉલ્લેખ કર્યો હતો. ટ્વિટર પર ડોર્સીના મનસ્વી, સ્પષ્ટ પક્ષપાતી અને ભેદભાવપૂર્ણ વર્તન અને તેની સત્તાનો દુરુપયોગ” વિશે “હવે જાહેર ક્ષેત્રમાં પૂરતા પુરાવા” છે તેવું મંત્રીએ જણાવ્યું હતું.
મંગળવારે આઈટી મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરનાર આરસી ચંદ્રશેખરે સવારે 8.39 વાગ્યે મોકલેલા ટ્વીટ દ્વારા ડોર્સીની ટિપ્પણીઓનો જવાબ આપ્યો હતો. મંત્રીએ કહ્યું, રેકોર્ડ અનુસાર કોઈ પણ ટ્વિટર કર્મચારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા નથી કે જેલમાં મોકલવામાં આવ્યા નથી. અમારું ધ્યાન ફક્ત ભારતીય કાયદાઓનું પાલન સુનિશ્ચિત કરવા પર હતું. ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ડોર્સી હેઠળ ટ્વિટરને ભારતીય કાયદાની સાર્વભૌમત્વને સ્વીકારવામાં સમસ્યા હતી. તે એવું વર્તન કરે છે કે જાણે ભારતના કાયદા તેના પર લાગુ થતા નથી.