ભારતના ચોમાસાને અલનીનો અસર નહીં રહે તેવો અહેવાલ
ઓસ્ટ્રેલીયન હવામાન એજન્સીએ અલનીનોની અસરના કારણે ચોમાસુ નબળુ રહેવાની આગાહી કરી હતી. આ બાબતે ભારતીય હવામાન વિભાગે કહ્યું હતું કે, અલનીનોની અસર એ માત્ર શકયતા છે તેના પર સચોટ આગાહી ઈ શકે નહીં. વધુમાં હવામાન વિભાગે કહ્યું હતું કે, ચોમાસુ સામાન્ય રહેશે. ત્યારે ચોમાસુ ટનાટન રહેવાની વધુ એક આગાહી અમેરિકાની સરકારી એજન્સી દ્વારા કરવામાં આવી છે અને અલનીનોના કારણે ચોમાસુ નબળુ રહેવાની તમામ શકયતાઓ નકારતા કહેવામાં આવ્યું છે કે, ભારતમાં ઓગષ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં યોગ્ય વાતાવરણ બંધાતા સારો વરસાદ પડવાની પૂરેપુરી શકયતા છે.
આ અગાઉ એવા અહેવાલો બહાર આવ્યા હતા કે, અલનીનોની અસરના કારણે દરીયાનું પાણી સામાન્ય કરતા વધુ ગરમ યું છે તેની સીધી અસર ભારતમાં શે. જો કે, સમય જતા હવે અલનીનોની અસર રહેવાની શકયતા ઓછી તા ચોમાસુ સામાન્ય રહેશે. ગત મહિને ભારતીય હવામાન વિભાગે પણ સામાન્ય વરસાદની આગાહી કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, અલનીનોની અસર સામાન્ય કરતા ઓછી રહેશે. આ ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું હતું કે, હજુ સમય વિત્યા બાદ વધુ સચોટ આગાહી ઈ શકશે. આ આગાહી સો હવામાન વિભાગે એક રીપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં ભારતમાં સરેરાશ ૯૬ ટકા વરસાદ વાની સંભાવના બતાવી હતી.
છેલ્લા બે વર્ષી ભારતમાં ચોમાસુ નબળુ રહેતા ખેડુતો અને લોકોની પરિસ્િિત કફોડી બની છે ત્યારે ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાની આગાહીના કારણે લોકોમાં આશા બંધાય છે. જો તેમાં પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી બાદ અમેરિકી હવામાન વિભાગે પણ ભારતમાં સારા વરસાદનો વરતારો કરતા ચોમાસુ સામાન્ય રહેવાની સંભાવના વધુ પ્રબળ બનતી જોવા મળી રહે છે.