૨૯મીથી રાજયભરમાં મેઘરાજા વિરામ લે તેવી સંભાવના
સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આગામી ૨૯મીથી રાજયભરમાં મેઘરાજા વિરામ લેવી સુખદ સંભાવના જણાઈ રહી છે.
આજે સવારે અપરએર સાયકલોનીક સરકયુલેશન પૂર્વ રાજસ્થાન અને તેના સાથે જોડાયેલા વિસ્તારોમાં દરીયાઈ સપાટીથી ૭.૬ કિલોમીટરની ઉંચાઈ પર સ્થિર છે. જેની અસરતળે આજે અને આવતીકાલે ગુજરાત, સૌરાષ્ટ્ર, દમણ, દાદરાનગર હવેલી, કચ્છ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. જયારે આવતીકાલે બપોર બાદ ગુજરાત, દાદરાનગર હવેલીના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શકયતા રહેલી છે. ૨૯મી બાદ મેઘરાજા વિરામ લેશે. આજે સવારથી સર્વત્ર ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.