- જમીન પર ફૂલોનું અસ્તિત્વ 42 કરોડ વર્ષ જૂનું !
આપણા મંદિરોમાં, સ્ત્રીઓના શણગારમાં અને વિવિધ કાર્યક્રમમાં તેનો ઉપયોગ : ફૂલોની સૌથી પ્રાચીન અશ્મિઓ 12.50 કરોડ વર્ષ જૂની છે: બધા ફૂલોનો રાજા ગુલાબ છે, તે સુંદરતાની દેવી અને પ્રેમનું પ્રતિક પણ ગણાય છે
- ડેઇઝી ફૂલ નિર્દોષતાનું પ્રતિક ગણાય છે: આયરિસ કે લીલી ફૂલનો ઉપયોગ દફન
- વિધીમાં થાય છે, તે જીવનનાં પુનરોત્થાનનું
- ચિન્હ ગણાય છે: વિશ્ર્વની ઘણી સંસ્કૃતિઓમાં મહિલાઓને ફૂલો સાથે જોડવાનું વલણ જોવા મળે છે
:: જાણો ફૂલોનો રોચક ઇતિહાસ ::
કુદરતના અફાટ સૌંદર્યમાં ફૂલોની દુનિયા નિરાલી છે. આપણા સૌના જીવનમાં તેની અગ્રીમ ભૂમિકા રહી છે. 18અને19 મી સદીના રોમેન્ટિક યુગમાં ફૂલોમાં જોવા મળતી વૈવિઘ્યસભર નજીકતતા અને સૌદર્યને કવિઓને કવિતાની રચના કરવા પ્રેરણા આપી છે. ઇટાલીમાં આવેલ બગીચો વિશ્ર્વમાં સૌથી મોટો છે જયાં 7500 જાતના ગુલાબ થાય છે. ફૂલોની સૌથી પુરાણી અશ્મિઓ 12.50 કરોડ વર્ષ જાુની છે. કેટલાક જુથો જીમ્નોસ્પર્મ્સને ખાસ કરીને બીજફર્નને ફૂલોના પૂર્વ જ તરીકે રજુ કરે છે , પરંતુ ફૂલોની ઉત્ક્રાંતિ કેવી રીતે થઇ તે દર્શાવતા કડીબઘ્ધ અશ્મિજન્ય પુરાવા ઉપલબ્ધ નથી.
ફૂલ. સદાય હસતું, મનમોહિ લેતું અફાટ કુદરતી સૌદર્યનું પ્રતિક છે, ઇશ્ર્વરના ચરણોમાં કે પ્રેમના પ્રતિકરૂપે અને શુભ પ્રસંગો, સન્માનમાં મોટાભાગે તેનો ઉપયોગ થાય છે. આપણી તમામ ધાર્મિક વિધીમાં તેનો ઉપયોગ પ્રથમ જ હોય છે. પ્રાચિન કાળથી કે માનવના પહેલા પણ તેનું અસ્તિત્વ હોવાના પુરાવા મળ્યા છે. જમીન પર તેના અસ્તિત્વને 42.50 કરોડ વર્ષ થયાનો એક અંદાજ છે, જો કે તેની પૌરાણિક અશ્મિઓ પણ 12.50 કરોડ વર્ષ જુની છે.
તેના ઉપયોગની વાત કરીએ તો આદીકાળથી ચિત્રકલામાં તે પ્રાણીઓના ચિત્ર સાથે જોવા મળે છે. જીવનદાન અથવા પુન:જીવન માટે વારંવાર લીલીનો ઉપયોગ થાય છે. કપડા ઉપર ભાત પાડવા કે ફૂલો સ્ટિલ લાઇફ તરીકે ચિત્રકામમાં ઉપયોગ થાય છે. ખાસ તો ફૂલો તેમની વિવિધ સુગંધો , કલરને કારણે ખુબ જ વહાલા લાગે છે. વિદેશી સંસ્કૃતિમાં ઘણા ફૂલો પ્રતિકાત્મક મહત્વ ધરાવે છે. આ ફૂલોને ઓળખવાની પ્રક્રિયા ફલોરોગ્રાફી કહેવાય છે.
પ્રેમ- સૌદર્ય અને ઉત્કટતાનું પ્રતિબિંબ લાલ ગુલાબ મનાય છે. યુ.કે., ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા અને કેનેડામાં લાલ ખસખસના ફૂલ છોડ યુઘ્ધમાં માર્યા ગયેલા સૈનિકોના સ્મારક પર મૂકવામાં આવે છે. મૃત્યુ સમયે આ છોડ આશ્ર્વાસનના પ્રતિક તરીકે ઉપયોગ કરાય છે.
આયરિસ કે લિલી ફૂલનો ઉપયોગ દફન વિધીમાં થાય છે, અને તે જીવનના પુનરોત્થાન પ્રતિક મનાય છે, તે તારાઓ (સૂર્ય) સાથે સંકળાયેલું છે અને તેના સ્ત્રીકેસર ચમકતા હોય છે. ચિત્રકારોએ ફૂલોને લઇ ને પ્રખ્યાત ચિત્રો બનાવ્યા હતા. સૂર્યમુખી વૈવિઘ્યસભર અને રંગીન દેખાવને કારણે વિઝયુઅલ આર્ટીસ્ટની પ્રથમ પસંદગી રહ્યા છે. ફલાવર આર્ટ, પોટ કે ત્રિપરિમાણીય નમુનાનું કાયમી સર્જન કરવા માટે તેને સુકવવામાં આવે છે. ફલોરા ફૂલોના બગીચાઓ અને વસંતઋતુની રોમન દેવી હતી. કલોરિસ વસંત, ફૂલો અને પ્રકૃતિની ગ્રીક દેવી હતી.
આપણાં હિન્દુ ધર્મમાં, દંતકથાઓમાં ફૂલોને મહત્વનો દરરજો અપાયો છે. હિન્દુ પરંપરાના ત્રણ આરાઘ્ય દેવોમાંના એક વિષ્ણુ ઘણા ચિત્રોમાં કમળના ફૂલમાં ઉભેલા દર્શાવાય છે. કમળનું આઘ્યાત્મિક મહત્વ છે, આપણી પૌરાણિક વાર્તાઓમાં તેનું સ્થાન સવિશેષ જોવા મળે છે. આજે આપણે મંદિરોમા, સ્ત્રીઓ શણગારમાં, જુદા જુદા કાર્યક્રમ કે સમારંભો ફૂલોનો ઉપયોગ છે. વ્યકિતના જીવનકાળમાં કોઇને કોઇ રીતે ફૂલોનું સ્થાન છે. આજે તો દુનિયાભરમાં ફૂલોની ખેતી તેન બગીચા દ્વારા તેનો કરોડો રૂપિયાનો કારોબાર ચાલે છે. આપણે પોતે પણ આપણા ઘરમાં એકા દો ફૂલછોડ તો અવશ્ય રાખીએ છીએ, એક બીજા પ્રત્યે અભિવ્યકિત રજુ કરવા ફૂલોનો ઉપયોગ માનવી કરે છે. કેટલાક જુથો જીમ્નોસ્પર્મ્સને ખાસ કરીને બીજફર્નને ફૂલોના પૂર્વ જ તરીકે રજુ કરે છે ,પરંતુ ફૂલોની ઉત્ક્રાંતિ કેવી રીતે થઇ તે દર્શાવતા કડીબઘ્ધ અશ્મિજન્ય પુરાવા ઉપલબ્ધ નથી. ફૂલોના પણ દિવસોની દુનિયામાં ઉજવણી થાય છે. ગુલાબની પાંદડીઓમાંથી ગુલકંદ આપણે બનાવીએ છીએ, કેટલાક તો ફૂલોની પરાગરજને હેલ્થફૂડ તરીકે ખાય છે. હજારો તાજા ફૂલો ખાદ્ય હોય છે, પરંતુ આપણે અમુક જ ખોરાક તરીકે લઇએ છીએ, સલાડમાં રંગ અને સુગંધ ઉમેરવા ફૂલોનો ઉપયોગ થાય છે. ખાદ્ય ફૂલોમાં કોળુ, નાસ્તુર્ટિયમ, કાર્નેશન, કેટ્ટેઇલ, ચિકોરી, કોર્નફલાવર, કેન્ના, સૂર્યમુખી જેવા ફૂલોનો ખાદ્ય તરીકે માનવ ઉપયોગ કરે છે. હર્બલ ટી માં પણ ફૂલોનો ઉપયોગ કરી શકાય છે. જેમાં ક્રાયસન્થેમમ, ગુલાબ, જસ્મીન, કાર્નોમાઇલના સુકાયેલા ફૂલોને ચા માં નાખીને તેને સુગંધી કે હેલ્ધી બનાવી શકાય છે, તેના પાંદડીનું મિશ્રણ પણ કરાય છે, ઘણા ફૂલો તો તેના સૌદર્યને કારણે ચૂંટવામાં આવતા નથી. ઘણા પક્ષી, પતંગીયા, મધમાખી, ભમરા જેવા અન્ય જીવજંતુ ફૂલોનો રસ ચૂંસે છે , તે પરાગ રજના વાહકો પણ છે. ફૂલોની સુગંધ દ્રવ્યને કારણે પ્રાણીઓ તેમના તરફ આકર્ષાય છે. ફૂલોનો વિકાસ અને પરાગ રજનો ફેલાવો એક કુદરતી પ્રક્રિયા છે. વિશ્ર્વમાં તેની અલગ અલગ ઘણી પ્રજાતિઓ છે, તેમના કલર, આકારો, રંગબેરંગી ડિઝાઇન સાથે માનવીને આકર્ષે છે. પરાગ નયનની પ્રક્રિયામાં પવન પણ મહત્વનો ભાગ ભજવે છે. ગલગોટાના ફૂલ તો દેશમાં કે ગામડે પણ જાણીતા છે. વિશ્ર્વમાં બધા જ ફૂલોમાં ગુલાબ નંબર વન છે, તે ફૂલોનો રાજા છે, તેના રંગ તથા સુગંધને કારણે તે મન ઉપર સંમોહક અસર પેદા કરે છે. તેનું આર્થિક અને ધાર્મિક રીતે પણ મહત્વ છે. અત્તર (સેંટ) બનાવવામાં તેનો ઉપયોગ વિશેષ થાય છે. ગુલાબ એ પ્રેમ અને સુંદરતાની દેવીનું પ્રતિક છે. તેની વિશ્ર્વભરમાં 15 હજારથી વધુ જાતો છે. વિશ્ર્વનો સૌથી મોટો બગીચો ઇટાલીમાં છે. જેમાં 7500 જાતના ગુલાબ થાય છે. લાલ, ગુલાબી, પીળા અને સફેદ કલરના હોય છે પણ કાળા ગુલાબ પણ વિકસાવાયા છે, તેમના વગર પ્રેમનો એકરાર શકય જ નથી.
“ફૂલ” શબ્દને સાંકળતા જાણીતા હિન્દી ફિલ્મી ગીતો
- – ફૂલ તુમ્હે ભેજા હૈ ખત મે….. સરસ્વતીચંદ્ર
- – ફૂલો કા તારો કા, સબકા કહેના હૈ …. હરે રામ હરે કૃષ્ણ
- – યે ફૂલો કી રાની બહારો કી મલિકા ….આરજુ
- – ફૂલ આહિસ્તા ફેકો ફૂલ બડે નાજુક હોતે હૈ ….. પ્રેમ કહાની
- – બહારો ફૂલ બરસાઓ…. સુરજ
- – રજનીગંધા ફૂલ તુમ્હારે….. રજનીગંધા
- – ફૂલો કે રંગ સે દિલ કી કલમ સે….. પ્રેમ પુજારી
- – ફૂલ બન જાઉંગા શર્ત યે હે મગર….. પ્યાર કિયે જા
- – ફૂલ ગેંદવા ના મારો…. દુજ કા ચાંદ