કોરોનાના હાલ 711 દર્દીઓ સારવાર હેઠળ: મ્યુકરમાઈકોસીસના વધુ ત્રણ કેસ સહિત 117 દર્દીઓ સારવારમાં,પ્રતિદિન આઠથી નવની સર્જરી
જી.જી હોસ્પિટલમાં કોવિડના દર્દીઓને સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય છે. દાખલ થનારા દર્દીઓ કરતાં ડીસ્ચાર્જ થનારા દર્દીઓનો આંકડો 3 ગણો થઈ ગયો છે. ત્યારે હાલ જી.જી હોસપીટલમાં 605 અને રિલાયન્સની કોવિડ હોસ્પિટલમાં 106 સહિત કુલ 711 દર્દીઓ સારવાર હેઠળ છે અને 1200થી પણ વધુ બેડ હાલના સંજોગોમાં ખાલી થતાં હોસ્પિટલના તંત્ર માટે ખૂબ જ રાહતના સમાચાર છે અને હોસ્પિટલના સ્ટાફ પરથી ભારણ થોડું હળવું થયું છે.
સરકારી જી.જી હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગમાં એ વિભાગમાં 720 બેડની વ્યવસ્થા કરાયેલી છે, જ્યારે બાકીના અન્ય બિલ્ડિંગોમાં પણ એક હજારથી વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પરંતુ હાલમાં કોરોના સંક્રમણ ઘટી રહયું હોવાથી અને ડિસ્ચાર્જ નો રેશિયો વધુ હોવાથી આ પરિસ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. રિલાયન્સ દ્વારા નિર્મિત હોસ્પિટલમાં હાલમાં 106 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જી.જી. હોસ્પિટલમાં બેડ ખાલી હોવાના કારણે નવા દાખલ થનારા દર્દીઓને કોઈ રાહ જોવી પડતી નથી અને તરત જ બેડની વ્યવસ્થા થઈ જાય છે.
કોવિડ-એ બિલ્ડીંગમાં ત્રીજા માળે તેમજ બીજા માળે મ્યુકોર્માઇકોસિશ (બ્લેક ફંગસ)ના જુદાજુદા ચાર વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં હાલ નવા ત્રણ દર્દીઓ ઉમેરાયા હોવાથી કુલ 117 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જી.જી. હોસ્પિટલના જુદા જુદા તબીબોની ટીમ મારફતે હાલમાં બ્લેક ફંગસના દર્દીઓ માટે પ્રતિદિન આઠથી નવ સર્જરી કરવામાં આવી રહી છે. જેમાં સાત જેટલી મેજર સર્જરી કરવામાં આવી રહી છે. ઉપરાંત જરુરી ઇન્જેક્શન સહિતની દવાઓનો જથ્થો પણ જી.જી. હોસ્પિટલના તંત્ર દ્વારા પૂરો પાડવામાં આવી રહ્યો છે.
સાયટોકાઇન સ્ટોર્મના દર્દીને ડોકટરોએ નવજીવન આપ્યું
80% ફેફસા કોરોનાથી સંક્રમિત : 34 દિવસ બાદ દર્દી ઘરે પરત ફર્યા
જી.જી. હોસ્પિટલમાં રાજકોટના એક વ્યક્તિએ 34 દિવસ સુધી સંઘર્ષ કર્યા બાદ જીંદગી સામે જંગ મેળવ્યો છે. આ દર્દીને કોરોના થયો હોય અને તેના 80% ફેફસાં ચેપગ્રસ્ત બન્યા હોવાથી તેઓને દાખલ કરવામાં આવ્યા હતા. અને તેમાં અતિ ગંભીર કહી શકાય તેવા સાયટોકાઇન સ્ટ્રોમના પણ લક્ષણો જોવા મળ્યા હતા છતાં પણ તેઓએ હિંમત કરી અને સાથે સાથે ડોકટરોની જહેમત બાદ નવું જીવન મેળવ્યું છે.
જમનાદાસ આર. પરમાર જે એક નિવૃત શિક્ષક અને પ્રિન્સીપાલ હોય અને રાજકોટ જીલ્લાના જેતપુર શહેરના રહેવાસીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને તેના 80 % જેટલા ફેફસાને કોરોનાએ સંક્રમિત કરી દિધા હતા. બાદમાં તેઓને ગુરુ ગોબિંદસિંગ સરકારો હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવેલ જ્યાં તેમને દાખલ કરવામાં આવ્યા.પરંતુ તેમને ઓક્સીજન સપોર્ટ આપ્યા બાદ પણ તેમની પરિસ્થિતિ દિવસ ર માં તો એટલી ખુબ બગડી દર્દીને અનુકુળ થવામાં ખુબજ મુશ્કેલી પડતા દર્દીને ઘેનમાં રાખવાની પરિસ્થિતિ સર્જાયેલ જેથી દર્દીને પુરતો ઓક્શિજન મળતો રહે તેમ છતાં દર્દીની પરિસ્થિતિમાં કોઈ સુધારો ન દેખાતા વધુ રિપોર્ટ કરવામાં આવતા દર્દોના શરીરમાં સાયટોકાઇન સ્ટોર્મ નામની અત્યંત ગંભીર પ્રક્રિયા જે કોરોનાના સંક્રમણ ને લીધે થતી હોય છે તે હોવાનું સામે આવતા જ હોસ્પીટલના અનુભવી તબીબો દ્વારા તેમને તે મુજબની સારવાર ચાલુ કરવામાં આવી. જેને પરિણામે દર્દોની તબિયતમાં ધીમે ધીમે સુધારો આવવા માંડ્યો અને કુલ 20 દિવસમાં વિતાવ્યા બાદ આખરે દદીને બીજા વોર્ડમાં ઓક્સિજન સપોર્ટ સાથે મુકવામાં આવ્યા હતા. કુલ 34 દિવસ બાદ તમામ પ્રકારનું જરૂરી માર્ગદર્શન આપ્યા બાદ હોસ્પિટલ માંથી રજા અપાઈ.