માતૃદેવો ભવ તથા પિતૃદેવો ભવની સંસ્કૃતિની જન્મદાતા ભારતની ભૂમિ છે. ભારતના વતની ભાઈ-બહેનો વિશ્વમાં જ્યાં જ્યાં પહોંચ્યા ત્યાં પોતાની સંસ્કૃતિની સાથે પહોંચ્યા. જ્યોર્જીયા, સવાનાહમાં નિવાસ કરતા સેંકડોભાઈ-બહેનોએપોતાની ભારતીય સંસ્કૃતિને અનેક રીતે ધબકતી રાખી છે.
અમેરિકના સવાનાહ શહેરમાં આવેલ એસજીવીપી ગુરૂકુલ – અમેરીકા અંતર્ગત સ્વામિનારાયણ સનાતન મંદિર ખાતે એસજીવીપી અમદાવાદનાઅધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીની મંગલ પ્રેરણાથી મધર્સ ડેની ઉજવણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે માતૃ-પિતૃ વંદના કરવામાં આવી હતી.નાના મોટા દિકરા-દિકરીઓએ પોતાના માતા-પિતાની સંગાથે ઉત્સાહભેર મંદિરમાં આવીને ભાગ લીધો હતો. આ અવસરે હનુમાન ચાલીસાનું ગાન તથા મંદિરમાં બિરાજમાન સીતાજી, લક્ષ્મીજી, રાધિકાજી, પાર્વતીજી, ઉમિયામાતા તથા અંબે માતાના પૂજન દ્વારા સભાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અંતિમ ચરણમાં બાળકોએ માતા-પિતાને સરપ્રાઈઝ ગીફ્ટ અર્પણ કરી હતી, તેમજ નાના ભુલકાઓએ મધુર સ્વરમાંશ્લોકોનું ગાન કરીને સૌના મનને આનંદિત કર્યા હતા. આ સમસ્ત કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભારતીય પરીવારો જોડાયા હતા. આ કાર્યક્રમની તૈયારીમાં શાસ્ત્રી ભક્તિવેદાંત સ્વામી તથા સ્વામી ગોપાલચરણદાસજી તથા સ્વયંસેવકોએ ખૂબ જ સુંદર તૈયારીઓ કરી હતી.