ડીઆરડીઓની સિદ્ધિ 1000 કિલો સુધીનો પેલોડ સાથે રાખી શકે છે મિસાઈલ
પ્રથમ પરીક્ષણ માંજ મિસાઈલને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવી
ડીઆરડીઓ સંરક્ષણ ક્ષેત્રમાં ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે અને ડીઆરડીઓ ની સિદ્ધિ પણ અનેરી છે હાલ જે રીતે ટેકનોલોજી અપગ્રેડ થઈ રહ્યું છે તેને જોતા સંરક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જવા માટે ડિફેન્સ રિસર્ચ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે અને સંરક્ષણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતા તમામ હથિયારો પાછળની જે થિંકટેન્ક છે તે ડીઆરડીઓ છે.
અતિઆધુનિક ઉપકરણો અને શસ્ત્રો સાથે ડીઆરડીઓ સુસજ્જ છે અને તે વિશ્વ સામે ભારતનું કદ પણ ઊંચું કર્યું છે. આ તકે ડીઆરડીઓ દ્વારા 500 કિલોમીટર જમીનથી જમીન દુશ્મનો ને વીંધી શકે તે હેતુથી પ્રલય નામક મિસાઈલ લોન્ચ કરી છે. આ મિસાઈલ લોન્ચ કરવા બાદ એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે હવે ભારત તેના દુશ્મન અને વળતો જવાબ આપવા માટે સજ્જ થયું છે.
મિસાઈલ 150 કિમીથી માંડીને 500 કિલોમીટર સુધીનુ લક્ષ્ય ભેદવા માટે સક્ષમ છે.ડીઆરડીઓ દ્વારા આજે પરિક્ષણ અંગે જાણકારી આપવામાં આવી હતી.જે પ્રમાણે આ પરિક્ષણ ઓરિસ્સા તટ પર કરવામાં આવ્યુ હતુ.આ મિસાઈલમાં સોલિડ ફ્યુલનો ઉપયોગ થાય છે.સૂત્રોના કહેવા પ્રમાણે પરિક્ષણ દરમિયાન મિસાઈલે તમામ પ્રકારના ટેસ્ટ સફળ રીતે પૂર્ણ કર્યા હતા.પ્રલય મિસાઈલ 500 થી 1000 કિલોગ્રામ સુધીના બોમ્બ લઈ જવા માટે સક્ષમ છે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ડીઆરડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને સંરક્ષણ ક્ષેત્રે ઝડપી વિકાસ કરવા પાછળ સહાના પણ કરી હતી. નહીં ડીઆરડીઓના ચેરમેન જી.સતીશ રેડીએ પણ પ્રલય ના પ્રથમ પરીક્ષણ માં જ સફળતા મળતા સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે સંરક્ષણ ક્ષેત્ર માં ડીઆરડીઓ નું મહત્વ અનેરું છે.