આ નિરાશ્રિતોમાંથી માત્ર 20 વ્યક્તિઓને ફાઇનલ ફેન્સિંગ તાર સુધી પહોંચવાની અનુમતી મળી હતી
સેન્ટ્રલ અમેરિકાના માઇગ્રન્ટ્સનો કાફલો હાલ યુએસ બોર્ડરની નજીક કેમ્પ તૈયાર કરીને રોકાયા છે. અહીં તેઓને કસ્ટમ ફેસિલિટી સાથે આશ્રય મળી જાય તેવી આશામાં તેઓ રાહ જોઇને બેઠાં છે. રવિવારે મહિલાઓ, બાળકો, ટ્રાન્સજેન્ડર્સ સહિત 50 જેટલાં સેન્ટ્રલ અમેરિકન માઇગ્રન્ટ્સને અમેરિકામાં પ્રવેશ આપવાની મનાઇ કરી દેવામાં આવી હતી. મેક્સિકો બોર્ડર સિક્યોરિટી ઓફિશિયલ્સે તેઓને જણાવ્યું કે, અહીંની ફેસિલિટી પૂર્ણ થઇ ગઇ છે.
પરિવાર સાથે વિખૂટા પડ્યાં માઇગ્રન્ટ્સ
– માઇગ્રન્ટ્સે પોતાને અન્ય લોકોની અલગ દર્શાવવા માટે હાથમાં સફેદ બેન્ડ પહેરીને રાખ્યા હતા. જેથી ઓથોરિટીઝને તેઓને સરળતાથી ઓળખી શકે. સાન ડિઆગો ચેક પોઇન્ટ્સ પર આશ્રય મળી ગયા બાદ તેઓએ પરિવારને ગુડબાય કહ્યું હતું. કારણ કે, માત્ર 20 જેટલાં લોકોને આશ્રય મળવાના કારણે અનેક પરિવારો પણ તૂટી ગયા હતા.
– યુએસ બોર્ડર ગાર્ડ્સે આ માઇગ્રન્ટ્સ માટે દરવાજાઓ ખોલ્યા ન હતા. આ નિરાશ્રિતોમાંથી માત્ર 20 વ્યક્તિઓને ફાઇનલ ફેન્સિંગ તાર સુધી પહોંચવાની અનુમતી મળી હતી.
– કસ્ટમ અને બોર્ડર પેટ્રોલ (CBP) કમિશનર કેવિન મેકએલિનના જણાવ્યા અનુસાર, સાન યેસિડો પોર્ટમાં હવે નિરાશ્રિતોને આશ્રય કે પ્રવેશ આપવામાં નહીં આવે. કારણ કે, અહીં પ્રવેશ પ્રક્રિયાની લિમિટ પુર્ણ થઇ ગઇ છે.
– પ્રવેશ આપ્યા બાદ બાકીના માઇગ્રન્ટ્સે મેક્સિકોમાં જ રાહ જોવી પડશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com