પાંચથી છ લાખના મુદામાલ સાથે દસ્તાવેજો જરુરી કાગળો ખાક.
શહેરના ઢેબર રોડ પર આવેલી શ્રીમદ્દ ભગવન બિલ્ડીંગમાં સી.એ. ની ઓફીસમાં શોર્ટ સર્કિટને લઇ આગ લાગતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળ રહ્યા હતા આગને કારણે અંદાજે પાંચ થી છ લાખની માલ મતા અને દસ્તાવેજો જરુરી કાગળો બળલને ખાંખ થઇ ગયા હતા.
ફાયર બ્રિગેડ સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ઢેબર રોડ પરના શ્રીમદ્ ભવનમાં ત્રીજા માળે આવેલી પરેશભાઇ ઠુમ્મર ચાર્ટડ એકાઉન્ટન્ટની ઓફીસ નં. ૬૬ અને ૬૭ માં શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે. આગના બનાવના પગલે કોઇ જાનહાની ઘટના સામે આવી ન હતી. પરંતુ ચાર્ટડ એકાઉન્ટન્ટની ઓફીસ હોવાથી મહત્વના દસ્તાવેજો અને જરુરી કાગળો આગમાં બળીને ખાંખ થઇ ગયા હતા. સાથે આગ લાગવાથી કુલ પાંચ થી છ લાખની માલમતા બળીને ખાંખ થઇ હતી.
આગની ઘટનાની ફાયર બ્રીગેડ સ્ટાફને જાણ થતાં બે ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી હતી.