- પરશુરામ યુવા સંસ્થાનના આદ્યસ્થાપક સ્વ.અભયભાઈ ભારદ્વાજના જન્મદિવસ નિમિત્તે
- પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શિવકથાકાર ડો.લંકેશબાપુ, ઘનશ્યામજી મહારાજ, પરમાત્માનંદ સરસ્વતીજી, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને ડો.દર્શિતાબેન શાહ રહ્યા ઉપસ્થિત
- પરશુરામ યુવા સંસ્થાનના આધ્ય સ્થાપક અભયભાઈ ભારદ્વાજના જન્મદિવસ નિમિત્તે પરશુરામ યુવા સંસ્થાન દ્વારા પાંચ બ્રહ્મ રત્નો ને પરશુરામ એવોર્ડ અર્પણ કાર્યક્રમ કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો
પરશુરામ યુવા સંસ્થાન રાજકોટ દ્વારા સંસ્થાનના સ્થાપક, રાજ્યસભાના સાંસદ, પ્રખર ધારાશાસ્ત્રી, પરશુરામ શોભાયાત્રાના પ્રણેતા, બ્રહ્મસમાજની અડીખમ સેવાના ભેખ ધારી, રાષ્ટ્ર અને સમાજ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર, ઉમદા કાનૂનવિદ, કર્મઠ નેતા અભયભાઈ ભારદ્વાજ દ્વારા સન 1989માં સંસ્થાનની રચના કરી, બ્રાહ્મણોને એક તાંતણે બાંધવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું હતું. સાથે જ અભયભાઈએ સમાજ શકિત જાગૃત થાય, સમાજના સજ્જન લોકો આગળ આવે તેવા વિચારથી બ્રહ્મપ્રતિભાઓ કે જેમનું સામાજ પ્રત્યે મુઠીભર યોગદાન હોય તેવા બ્રહ્મ કર્મયોગીઓને પરશુરામ એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવાની પરંપરા અભયભાઈ દ્વારા શરૂ કરવામાં આવી હતી. અભયભાઈ દ્વારા સન 1994 થી સન 2020 સુધી પરશુરામ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. અભયભાઈના કૈલાશગમન બાદ પણ પરશુરામ યુવા સંસ્થાન દ્વારા આ પરંપરાને અવિરત પણે શરૂ રાખી દર વર્ષે પાંચ બ્રહ્મ રત્નોને પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન અને સેવાકિય કામ બદલ અભયભાઈના જન્મદિન નિમિત્તે પરશુરામ એવોર્ડ આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવાનું કામ સંસ્થાન દ્વારા કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષ પણ તા.2/4/2025 ના અભયભાઈના જન્મદિવસ નિમિત્તે પરશુરામ યુવા સંસ્થાન રાજકોટ દ્વારા પાંચ બ્રહ્મરત્નોને પરશુરામ એવોર્ડ અર્પણ કરાયું. પાંચ બ્રહ્મપ્રતિભા કે જેમણે સમાજ માટે અને પોતાના વિવિધ-વિવિધ ક્ષેત્રે વિશેષ યોગદાન પ્રદાન કરી રાષ્ટ્ર અને સમાજનું નામ આગળ ધપાવ્યું છે તેવા પાંચ બ્રાહ્મણો કે જેમણે વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપ્યું છે વૈજ્ઞાનિક ડો. જે. જે. રાવલ , નાટ્ય ક્ષેત્રે ભરતભાઈ યાજ્ઞિક , હાસ્ય કલાકાર પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી , ઉદ્યોગ ક્ષેત્રમાં રાજેન્દ્ર રાવલ , તેમજ કર્મકાંડી બ્રાહ્મણ તૈયાર કરનાર પુષ્કરભાઇ જાનીને સંતો, સામાજિક આગેવાનો, રાજકિય આગેવાનો, વિવિધ સ્તરના અગ્રણીઓ અને બ્રહ્મપરીવારોની હાજરીમાં તેમનું પરશુરામ એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરાયા હતા.
આ પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ – 2025 અભયભાઈના સ્નેહિ એવા ગુજરાત રાજ્યના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર ડો.લંકેશ બાપુ , ઘનશ્યામજી મહારાજ, પરમાત્માનંદ સરસ્વતીજી સહિત ધારાસભ્ય રમેશ ટીલાળા , દર્શિતાબેન શાહ , અંજલીબેન રૂપાણી , શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્કૃતિ, વેદો, શાસ્ત્ર તેમજ ધર્મની રક્ષા માટે પાઠશાળા શરૂ કરી હતી: પુષ્કરરાય જાની
પરશુરામ એવોર્ડ પુરસ્ક તેમજ કર્મકાંડી બ્રાહ્મણોને તૈયાર કરનાર પુષ્કરબાઈ જાનીએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બ્રાહ્મણ એ સમાજનો મુખ્ય અંગ છે જેમ મકાન બનાવવા માટે પાયો મજબૂત જોઈ તેમ મંત્ર ની ઉર્જા શક્તિ છે . ઉચ્ચાર સુધી પૂર્વક મંત્રોચ્ચાર કરવા માં આવે તો તેનું ફળ આજે પણ મળે છે. સંસ્કૃતિની રક્ષા , વેદોની રક્ષા , શાસ્ત્રની રક્ષા , તેમજ ધર્મની રક્ષા માટે પાઠશાળાની શરૂઆત કરી હતી. જેમાં વેદ , ભાગવત , જ્યોતિષ , રુદ્રી સહિત બ્રાહ્મણ યુવાનોને શીખવાડવામાં આવે છે જેથી આપણી સંસ્કૃતિ અને વારસાને જાળવી શકાય. અભય ભાઈ ના જન્મદિવસ નિમિત્તે પરશુરામ એવોર્ડ એનાયત નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પરશુરામ દાદા ની દયાથી મને પણ એવોર્ડ એનાયત થવાનો છે. શાસ્ત્રોની રક્ષા માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો જેથી હું તેમનો આભારી છું.
વ્યસન મુક્તિના સંદેશ સાથે કાર્યક્રમ યોજાયો: અંશ ભારદ્વાજ
બ્રહ્મ સમાજના આગેવાન અને મારા પિતાજી સ્વર્ગસ્થ અભયભાઈ ભારદ્વાજના જન્મદિવસ નિમિત્તે પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ વર્ષે પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહના આયોજનમાં પાંચ બ્રહ્મ રત્નોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. સાથે જ બ્રહ્મ એકતા નો સંદેશ આપ્યો હતો. પાંચ બ્રહ્મરતનો કે જેમને વિવિધ ક્ષેત્ર માં યોગદાન આપેલું છે તેવા વૈજ્ઞાનિક ડોક્ટર જે જે રાવલ , નાટ્ય ક્ષેત્રમાં ભરતભાઈ યાજ્ઞિક , હાસ્ય કલાકાર પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી , ઉદ્યોગ ક્ષેત્રમાં રાજેન્દ્ર રાવલ તેમજ કર્મકાંડી બ્રાહ્મણ તૈયાર કરનાર પુષ્કરભાઇ જાની ને પરશુરામ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ત્યારે બ્રહ્મ સમાજના લોકો તેમજ રાજકીય ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ વ્યસનમુક્તિના સંદેશ આપતી થીમ પર કાર્યક્રમ યોજાયો હતો.
બ્રહ્મ સમાજના લોકોના વિશિષ્ટ કામને બિરદાવવા પરશુરામ એવોર્ડ એનાયત કરાયા: વિજયભાઈ રૂપાણી
અભયભાઈ ભારદ્વાજ એટલે રાજકોટનું ગૌરવ છે જે વકીલ , રાજ્યસભાના સભ્ય, ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા અભયભાઈ ભારદ્વાજ ના જન્મદિવસ નિમિત્તે અભય ભાઈ દ્વારા શરૂ કરાયેલી પ્રણાલીકા કે બ્રહ્મ સમાજમાં જે લોકોએ વિશિષ્ટ કામ કર્યું હોય સમાજ કે રાષ્ટ્ર માટે તેમને પરશુરામ એવોર્ડ આપવો તે સંદર્ભે આજે પાંચ લોકોને પરશુરામ એવોર્ડ આપવામાં આવ્યો છે ત્યારે સમગ્ર બ્રહ્મ સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો સાથે અનેક સંતો પણ કાર્યક્રમમાં આવીને આશીર્વાદ આપ્યા હતા. હંસ ભારદ્વાજ તેમજ નીતિનભાઈ ભારદ્વાજ દ્વારા પરશુરામ એવોર્ડનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.