માનવીનો સ્વભાવ મિત્રતાથી સજ્જ હોઈ છે.કેટલાક લોકો પ્રાણીઓ સાથે પણ એટલી જ પ્રેમાળતાથી મિત્રતા નિભાવતા હોય છે અને સામે પ્રાણીઓ પણ એવું જ વર્તન કરતા હોય છે.

જાપાનમાં એક વ્યક્તિની મિત્રતા તેની માછલી સાથે છે. 79 વર્ષીય હિરોયુકી અરાકવાની દોસ્તી એક માછલી સાથે છે. એટલું જ નહીં આ બંનેની મિત્રતા 30 વર્ષ જૂની છે. આ માછલીની ખાસિયત પણ એ છે કે તેનો ચહેરો સામાન્ય માછલી જેવો નહીં બલ્કે એક માણસના ચહેરા જેવો છે.

આ માછલીને કોબુડાઈ પણ કહે છે. હિરોયુકી આ માછલીની છેલ્લા કેટલાય વર્ષોથી દેખરેખ કરી રહ્યા છે અને તે માછલીને દરરોજ જાતે જ ખવડાવે છે. કોબુડાઈ નામની આ માછલીનું વજન 15 કિલો અને લંબાઈ 39 ઈંચ છે.

હિરોયુકીએ જ્યારે પહેલીવાર ટોકિયોના એક અંડરવૉટર પાર્કમાં 56 ફીટ ઉંડે ડૂબકી લગાવી હતી, ત્યારે તેમને પાણીમાં આ માછલી મળી હતી. જે મુસીબતમાં હતી. જેના બાદથી હિરોયુકી દરરોજ તેની સંભાળ રાખે છે. હિરોયુકીના કહ્યા પ્રમાણે, આ માછલી તેમને ઓળખી જાય છે અને તેમને ચહેરા પર કિસ પણ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.