પેટ્રોલ-ડીઝલ પરની આવક, વધતુ જતુ ટેકસ કલેકશન છતા માર્કેટમાંથી “ઉછીના નાણાં” ઉભા કરતી સરકાર
પાંચ માસમાં સરકારે રૂ.5.52 લાખ કરોડ ઉછીના લીધા; બજેટની કુલ ખાધની 46% રકમ ખર્ચ પણ થઈ ગઈ
હાલ કોરોના મહામારીના સમયમાં સ્વાસ્થ્ય સહિતના ક્ષેત્રોમાં સરકારને વધારાનો ખર્ચ ઉઠાવવો પડતા છેલ્લાં 2 વર્ષનું ભારતીય બજેટ સ્પષ્ટ રીતે રાજકોષીય ખાદ્ય પર કેન્દ્રિત થયું છે. રાજકોષીય ખાદ્ય થકી દેશનું “સ્વાસ્થ્ય” એટલે કે અર્થતંત્રને આગળ ધપાવવાની રણનીતિ મોદી સરકારે અપનાવી છે. ત્યારે હાલ સરકારના લોકસભામાં જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં અડધો-અડધ રાજકોષીય ખાદ્ય તો વપરાઈ ગઈ છે..!!
રાજકોષીય ખાદ્ય મતલબ, સામાન્ય શબ્દોમાં કહીએ તો સરકારની આવક અને ખર્ચનો તફાવત એટલે કે સરકારને પડેલો વધુ પડતો ખર્ચ જેને સરકાર ઉધાર લઈ બજેટની જોગવાઈઓ પ્રમાણે પૂર્ણ કરે છે. નાણાકીય વર્ષ 2022માટે સરકારે બજેટમાં કુલ 12.05 લાખ કરોડની રાજકોષીય ખાદ્યની અપેક્ષા વ્યક્ત કરી હતી. જેની સામે 46% જેટલી રકમ લગભગ 5.52 લાખ કરોડ રૂપિયા તો ખર્ચ થઈ ગયા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી થતી આવક તેમજ વધતા જતા જીએસટી જીએસટી કલેક્શનથી મોટા પાયે આવક થઈ હોવા છતાં સરકારની રાજકોષીય ખાદ્ય 46% વપરાઈ ગઈ છે.
ટેક્સમાંથી સરકારે મોટી માત્રામાં આવક રળી હોવા છતાં બજારમાંથી ભારે રકમ ઉછીની લેવાનું ચાલુ જ છે. કુલ ડ્રોડાઉન અત્યાર સુધીમાં સૂચિત રકમના 90 ટકા અથવા નાણાકીય વર્ષ 2022 માટે કુલ ઉધારના 46 ટકાને વટાવી ગયું છે. આ પાછળનું કારણ કોરોનાને કારણે થયેલ સ્વાસ્થ્ય ક્ષેત્ર, લોકડાઉનના કારણે થોડો સમય અસ્તવ્યસ્ત થયેલ પરિસ્થિતિને ફરી સરખી કરવા તેમજ જરૂરિયાત મંદોને સરકારી સહાય પહોંચાડવાનું છે. આ તમામ પાછળ ખર્ચ વધતા સરકારે બજારમાંથી નાણાં ઊભા કરવાનું પણ જરૂરી બન્યું છે.
બીજી કોવિડ -19 લહેર હોવા છતાં, એકંદરે ક્વાર્ટર-1માં ટેક્સ કલેક્શન 39 ટકા વધીને 5.6 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. ઈકરા રેટિંગ્સના વિશ્લેષણ અનુસાર, જે કુલ કર આવક ઋઢ22 બજેટ અંદાજ 22.2 લાખ કરોડને વટાવી જાય તેવી અપેક્ષા છે. નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ ગયા મહિને લોકસભામાં જણાવ્યું હતું કે સરકારે પ્રથમ ક્વાર્ટરમાં, પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાંથી 94,181 કરોડ રૂપિયા એકત્ર કર્યા, જે નાણાકીય વર્ષ 2021ના ચ1 કરતા 88 ટકા વધુ છે. ગત નાણાકીય વર્ષમાં 3.35 લાખ કરોડ ડ્યુટી એકત્રિત કરી હતી, જે નાણાકીય વર્ષ 2020 માં માત્ર 1.78 લાખ કરોડ રૂપિયા અને નાણાકીય વર્ષ 2019 માં 2.13 લાખ કરોડ રૂપિયા હતી.