વિદ્યા વિવેક અને પરંપરા એટલે વીવીપી: અપૂર્વમુનિ
બીએપીએસનાં પ.પૂ.અપૂર્વમુનિ સ્વામીએ વિદ્યાર્થીઓ, વાલીઓને પ્રેરણાદાયી પ્રવચન આપ્યું
શંખનાદ અને સરસ્વતી પુજન સાથે શ થયેલ કાર્યક્રમમાં વીવીપી એન્જીનીયરીંગ કોલેજનાં વિશાળ ઓડીટોરીયમ ઝવેરચંદ મેઘાણી કલાભવનમાં પ્રથમ વર્ષ એન્જીનીયરીંગનાં વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવની ઉજવણી થઈ હતી. અત્રે યાદ અપાવવું જરી છે કે સૌરાષ્ટ્રમાં એક માત્ર વીવીપી એન્જીનીયરીંગ કોલેજમાં સૌથી વધુ સીટો ભરાયેલ છે. આ પ્રસંગે બીએપીએસનાં પૂ.અપૂર્વમુનિ સ્વામી, પૂ.વિશ્ર્વબંધુ સ્વામીજી, વીવીપી એન્જીનીયરીંગ કોલેજનાં ટ્રસ્ટી કૌશિકભાઈ શુકલ, પ્રિન્સીપાલ ડો.જયેશભાઈ દેશકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓને આર્શીવચન આપતા પૂ.અપૂર્વમુની સ્વામીએ જણાવ્યું હતું કે, વિદ્યા, વિવેક અને પરંપરા એટલે વીવીપી છે. ચાન્સ, ચોઈસ, ચેલેન્જ, ચેન્જ આ ચાર સી ચાર વર્ષ માટે યાદ રાખજો. ચાન્સ મળ્યો છે તો બેસ્ટ ભણો. કેપેસીટી-એબેલીટી વધારો. ચાન્સ મળ્યા છે તેને ચમકાવો, ચાન્સ ક્રિએટ કરો તેથી મુવ યોર સેલ્ફ. બીજી વાત છે ચોઈસ. ખાલી ચાન્સની સુંદરતા પર ન જતાં બુદ્ધિને ડેવલપ કરી બતાવો. ચોઈસ એવી રાખો કે સ્ટડી પર ફોકસ થાય. મારે કેરિયર શું બનાવવું છે તે ચોઈસ મારી પાસે છે. ત્રીજી વાત છે ચેલેન્જ: સંઘર્ષ આવશે. ગુજરાતી મિડીયમ વાળાને અંગ્રેજી આવશે, ચેલેન્જ છે. સોશિયલ મિડીયાની. ઈન્ટરનેટ ફ્રી છે. તે જીંદગીને ફ્રી કરી નાખશે જે આખો દિવસ ઓનલાઈન હોય તે વહેલા મોડો આઉટલાઈન થશે જ તેથી બિનજરી સમયને દુર કરો, સોશિયલ મિડીયા, ખોટા મિત્રોની ચેલેન્જથી દુર રહો. ચોથી વાત છે ચેન્જ: કપડા કે હેર સ્ટાઈલનાં ચેન્જ નહીં. અભિગમ બદલી નાખવાનો છે. આ કોલેજની સૌથી સારી વાત છે કે, અહીંયા ધર્મને સાથે લઈને ચાલવામાં આવે છે.
સંસ્થાનાં ટ્રસ્ટી કૌશિકભાઈ શુકલએ જણાવ્યું હતું કે, અમે દર વર્ષે પૂ.અપૂર્વમુની સ્વામીજીને પ્રવેશોત્સવમાં આવવાનો આગ્રહ રાખીએ છીએ તેનું કારણ તેમનામાં સત્વ અને તત્વ બંને છે. આ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સંસ્કારથી સમાજનાં હિત માટે સ્થપાયેલી છે. શ્રેષ્ઠ પ્રકારનું જ્ઞાન, સેવા, ટેકનીક રાજકોટમાં જ ઉપલબ્ધ થાય તે અમે વિચાર્યું છે. શિક્ષણ ક્ષેત્રે સાચા અર્થમાં વીવીપી ટ્રસ્ટે ધુણી ધખાવી છે. સમાજને સારા એન્જીનીયર અહીંથી નીકળે તે અમારો પ્રયત્ન છે. અહીંનો વિદ્યાર્થી બેસ્ટ એન્જીનીયર બને તે અમારો એપ્રોચ છે. પ્રિન્સીપાલ ડો.જયેશભાઈ દેશકરે કાર્યક્રમમાં સ્વાગત ઉદબોધન કર્યું હતું. પ્રથમ વર્ષમાં એડમીશન લેનાર વિદ્યાર્થીઓ તથા વાલીઓને મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટી કૌશિકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીયાર, પ્રિન્સીપાલ ડો. જયેશભાઈ દેશકરે શુભેચ્છા પાઠવી હતી.