સેનાની સઘન તપાસમાં સૈન્ય અધિનિયમ મુજબ કસુરવારો સામે કામ ચલાવાશેે
કાશ્મીરનાં સોપિયાન જીલ્લામાં આ વર્ષે જુલાઈ મહિનામાં સર્જાયેલા એનકાઉન્ટરમાં ત્રણ વ્યકિતઓના મૃત્યુની ઘટનામાં સૈન્યએ કરેલી તપાસમાં કાવતરાખોરોઓસામે પ્રથમ દર્શનિય પૂરાવાઓ હાથ લાગતા કસુરારો સામે સૈન્ય ધારા અધિનિયમ મુજબ કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમ સૈન્યના સુત્રોએ શુક્રવારે જાહેર કર્યું હતુ. ૧૮મી જુલાઈ દક્ષિણ કાશ્મીરના અમશીપુરા ગામમાં મુઠભેડમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા હોવાનું સૈનાએ દાવો કરી આતંકવિરોધી અભિયાનમાં માર્યા ગયા હોવાનું જણાવ્યું હતુ.
સેનાએ સોશ્યલમીડીયા પર રાજોરીનાં ત્રણ વ્યકિતઓ અમશીપૂરામાં ગુમ થયા હોવાના અહેવાલોનાં પગલે આ સ્પષ્ટતા કરીને ચાર અઠવાડિયામાં તપાસ પુરી કરી હતી. ખોવાયેલા ત્રણ વ્યંકિતઓ સોપિયાનમાં મજુરીકામ કરે છે. તેમના પરિવારોએ ગુમ થયાની નોંધ લખાવી હતી એક નિવેદનમાં સેનાના પ્રવકતાએ જણાવ્યું હતુ કે આ અંગેની તપાસ સેનાકક્ષાએ કરવામાં આવશે. આમલે સૈન્ય તપાસમાં પ્રથમ દર્શનિય પૂરાવાઓ મળ્યા છે. સૈન્ય એપીએસપીએલ ૧૯૧૦ ધારા અંતર્ગત સુપ્રિમ કોર્ટે આપેલી માહિતી મુજબ સૈન્ય તપાસ ચાલી રહ્યું છે. આ અંગે ધારા ધોરણ મુજબ તપાસ ચાલી રહી છે. હજુ આ મામલામાં કેટલા લોકો દોષી છે. તે સ્પષ્ટ થયું નથી. જે ત્રણ આતંકીઓ અમશીપૂરામાં માર્યા ગયા છે તેઓની મળેલી વિગત મુજબ તેઓ ઈમ્તિયાઝ અહેમદ બરાર અહમદ અને મોહમ્મદ અબરાર રાજોરીના હોવાનું અને તેમના ડીએનએનો રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પોલીસ તપાસમાં તેમની સંડોવણી ત્રાસવાદીઓ એ સંલગ્ન પ્રવૃત્તિમાં હોવાનું જણાવાયું છે