- હિંમતનગર-ઈડર, વડાલી 44.5 કી.મી સુધી વેસ્ટર્ન રેલ્વે દ્વારા પ્રથમ ટ્રાયલ રન લેવામાં આવ્યો
- ટ્રાયલ માટે આવેલા રેલવેના ઉચ્ચ અધિકારીઓનું લોકોએ અભિવાદન કર્યું
ખેડબ્રહ્મા: હિંમતનગરથી ઈડર અને વડાલી સુધીનો 44.5 કી.મીનો રેલ માર્ગ કમ્પ્લીટ થતા વેસ્ટર્ન રેલવેના અધિકારીઓએ ડીઝલ એન્જિન મારફતે પ્રથમ ટ્રાયલ રન કર્યો હતો. રેલવેના અધિકારીઓ એન્જિનમાં બેસીને હિંમતનગર જંકશન પર આવી પહોંચ્યા હતા. ત્યારબાદ શ્રીફળ વધેરીને હિંમતનગરથી ઈડર અને વડાલી સુધી રેલ્વે એન્જિનનો પ્રથમ ટ્રાયલ રન શરૂ કર્યો હતો અને એન્જિન જાદર થઈને ઈડર રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચતા જ્યાં લોકો બહોળી સંખ્યામાં આ ટ્રાયલ એન્જિનને જોવા માટે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા. અને ટ્રાયલ માટે આવેલા રેલવેના ઉચ્ચ અધિકારીઓનું લોકોએ અભિવાદન કર્યું હતુ.
હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેની ૫૫.૮૨ કિલોમીટર બ્રોડગેજ રેલવે લાઈનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે હિંમતનગરથી ઈડર સુધી નવી રેલ લગાવવામાં આવી છે અને ઈડરથી વડાલી સુધી સર્વિસ રેલ નાખવામાં આવી છે ત્યારે હિંમતનગરથી ઈડર અને વડાલી સુધીનો ૪૪.૫ કી.મી નો રેલ માર્ગ કમ્પ્લીટ થતા વેસ્ટર્ન રેલવેના અધિકારીઓએ ડીઝલ એન્જિન મારફતે પ્રથમ ટ્રાયલ રન કર્યો હતો.
આ અંગે મળતી જાણકારી મુજબ તારીખ ૩૦ માર્ચ ૨૦૨૫ ના રોજ હિંમતનગર ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલ્વે લાઈન પર હિંમતનગર,ઈડર તેમજ વડાલી સુધીનો ૪૪.૫ કી.મી માટે ડીઝલ એન્જીનનો પ્રથમ ટ્રાયલ માટે રેલવેના અધિકારીઓ એન્જિનમાં બેસીને હિંમતનગર જંકશન પર આવી પહોંચ્યા હતા જે બાદ શ્રીફળ વધેરીને હિંમતનગર થી ઈડર અને વડાલી સુધી રેલ્વે એન્જિનનો પ્રથમ ટ્રાયલ રન શરૂ કર્યો હતો અને એન્જિન જાદર થઈને ઈડર રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચતા જ્યાં લોકો મોટી સંખ્યામાં આ ટ્રાયલ એન્જિનને જોવા માટે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા અને ટ્રાયલ માટે આવેલા રેલવેના ઉચ્ચ અધિકારીઓનું લોકોએ અભિવાદન કર્યું હતુ જે બાદ રેલ્વે એન્જિન ટ્રાયલ રન લેતું લતું ઈડર સ્ટેશનથી વડાલી તરફ આગળ વધ્યું હતું જ્યારે આ સાથે ૪૪.૫ કી.મી ના ટ્રાયલ સમયે જ્યાં ક્ષતિઓ છે તે પણ રેલવેના ટેકનિકલ અધિકારીઓ દ્વારા ચકાસવામાં આવી હતી આમ આગળના દિવસોમાં અસારવા થી ઈડર સુધી રેલ્વે શરૂ થવાની પૂરેપૂરી સંભાવના જોવામાં આવી રહી છે.
અહેવાલ: સંજય દીક્ષીત