ડિજિટલ યુગમાં બુકીંગો અને પેકેજ કરતા સચોટ માહિતી અને પ્રિ-પ્લાનીંગ સાથેનું પેકેજ: મલ્ટીનેશનલ કંપની દ્વારા સંતોષકારક રીતે ટુર પ્લાનીંગ, હોટેલ બુકીંગ, ટિકિટ બુકીંગ કરવામાં આવશે
સમગ્ર વિશ્વમાં ટુરીઝમ ઉદ્યોગ એક આગળ પડતો બીઝનેશ થઈ રહ્યો છે. ત્યારે ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી લોકો પણ ટુરીઝમ ક્ષેત્રે ખુબજ રૂચી ધરાવનારા લોકો છે. ગુજરાત ટુરીઝમ દ્વારા ગત વર્ષેથી ડબલ જીડીપી ગ્રોથ જોવા મળ્યો છે. ત્યારે રાજકોટ મહાનગરમાં મેક માય ટ્રીપ જેવી ઈન્ટરનેશનલ લેવલ પર ખ્યાતી ધરાવતી કંપનીનો શુભારંભ ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નિમિષભાઈ ગણાત્રાના હસ્તે થવા જઈ રહ્યો છે. તેમ વલ્લભ ગ્લોબલ કંપનીના પ્રોપરાઈટર ધવલ કારીયા અને મીત કારીયા એ જણાવેલ હતું.
અબતકના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથે વાતચીત કરતા કારીયાબંધુએ જણાવ્યું હતુ કે, આગામી તા.16 એપ્રિલને રવિવારના રોજ મહાપ્રભુજીનો પ્રાગટય દિન છે. આ શુભ દિને અમે વલ્લભ ગ્લોબલ કંપની અને મેક માય ટ્રીપનો શોરૂમનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. સમગ્ર સૌરાષ્ટમાં આવો પ્રથમ શોરૂમ બનવા જઈ રહ્યો છે કે જયાં પ્રવાસના શોખીનો માટે સંપૂર્ણ માહિતી માર્ગદર્શન અને સચોટ દિશામાં પ્રવાસનું આયોજન વન ટુ વન ટેબલ પર તૈયાર કરી શકાશે.
આજના આધુનિક અને ડીઝીટલ યુગમાં ઓનલાઈન દ્વારા થતા બુકીંગો અને પેકેજો કરતા સચોટ માહિતી અને પ્રિ-પ્લાનીંગ સાથેનું પેકેજ મલ્ટી નેશનલ કંપની દ્વારા સંતોષકારક રીતે ટુર પ્લાનીંગ, હોટેલ બુકીંગ, ટીકીટ બુકીંગ કરવામાં આવશે. જે વ્યકિતગત રીતે માર્ગદર્શિકા સાથેની ટુર તૈયાર કરાશે અને મોટા ભાગના સમયે લોએસ્ટ પ્રાઈઝથી પુરી પાડવામાં આવશે તેમ ધવલભાઈ અને મીતભાઈ કારીયાએ જણાવ્યું હતું.
કા2ીયા બંધુએ વધુમાં જણાવ્યાં હતું કે રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર ‘વેસ્ટ ગેઈટ’, બીજા માળે , નાગરીક બેંકની સામે આ મલ્ટીનેશનલ કંપનીનો પ્રારંભ થઈ રહ્યો છે. તાજેતરના નિર્ણયમાં ટીસીએસ 5 % થી વધારીને 20 % કરાયો છે જે નિર્ણય આવકારદાયક છે. સાથોસાથ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ટ્રીપમાં સુયોજીત વ્યવસ્થાની જરૂરીયાતો છે . ત્યારે શ્રી વલ્લભ ગ્લોબલ કંપની દ્વારા અમારા ગ્રાહકોને વિઝાની પણ વ્યવસ્થાઓ કરી આપવાની સાથોસાથ મની ટ્રાન્સફરની વ્યવસ્થા કરવામાં આવનાર છે. લોકલ ટુર્સ ટ્રાવેલ્સના ધંધાદારીઓ માત્ર બુકીંગ પર ફોકસ ધરાવી ગ્રાહકોને ટુરમાં રવાના કરી આપતા હોય છે.
પરંતુ ઈન્ડીયામાં 65% શેર ધરાવતી મેક માય ટ્રીપ એક મલ્ટીનેશનલ કંપની છે. જે તેના ગ્રાહકોને તમામ ડેસ્ટીનેશનો પર સેવા અને સુવિધાઓ આપી રહી છે. તે એક જમા પાસુ છે. આમ અમારા ગ્રાહકોની ચિંતાઓ અને આતુરતાઓનો અંત આવી ગયો છે . નિશ્ચિંત બનીને મેક માય ટ્રીપના ગ્રાહકો શોરૂમ પર બેસીને પોતાની ટ્રીપ તથા ટુર તૈયાર કરશે અને તમામ દ્વિધાઓના સમાધાન સાથે સંતોષકારક રીતે દેશ – વિદેશ ભ્રમણ કરી શકશે એ પણ ખૂબ ઓછા ખર્ચાઓ સાથે. વલ્લભ ટી પ્રાઈવેટ લીમીટેડ કંપનીના દિનેશભાઈ કારીયા, વૈશાલીબેન કારીયાએ શુભેચ્છા અને આશીર્વાદ તથા શુભેચ્છાઓ પાઠવેલ છે.