ટી-ટાઈમ પછીનો ૬ થી ૮નો સમય બેટીંગ તથા ફિલ્ડીંગ ટીમ માટે કપરો બની રહેશે: ગ્રાઉન્ડ પર ૮ વાગ્યે ઓસ પ્રસરવાના કારણે મેચ બપોરે શરૂ કરવાનો બીસીસીઆઈ દ્વારા લેવાયો નિર્ણય
બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની સીરીઝનો પ્રથમ ટેસ્ટ મેચ આવતીકાલે ઈન્દોરથી શરૂ થશે જયારે બીજો ટેસ્ટ મેચ ૨૨ નવેમ્બરથી કલકતા ખાતે શરૂ થશે કે જે ટેસ્ટ મેચ એકમાત્ર ડે એન્ડ નાઈટ રમાડવામાં આવશે. ડે એન્ડ નાઈટ વિશે વાત કરવામાં આવે તો ઈડન ગાર્ડન ખાતેનાં વાતાવરણને જો ધ્યાને લેવાઈ તો સાંજનાં સમય એટલે કે ૭ વાગ્યા પછી ગ્રાઉન્ડ પર ઓસનું પ્રમાણ વધતું જતું હોય છે જેથી બેંગાલ ક્રિકેટ એસોસીએશનનાં સુઝાવને ધ્યાને લઈ અને માન્યતા આપી બીસીસીઆઈએ પ્રથમ ડે નાઈટ મેચ બપોરે ૧:૦૦ વાગ્યાથી શરૂ કરવાનું જણાવ્યું છે અને સાંજનાં ૮:૦૦ વાગ્યે પૂર્ણ કરવાનું જણાવ્યું છે.
જણાવવામાં આવે તો ડે-નાઇટ મેચ પીન્ક બોલથી રમાડવામાં આવશે જે વાઈટ, રેડ કર્તા વધુ સ્પીન થતો હોય છે ત્યારે ટી-ટાઈમ પછીનો જે સમય ૬ થી ૮નો રહેશે તે બંને ટીમ એટલે કે બેટીંગ કરતી અથવા ફિલ્ડીંગ કરતી ટીમ માટે કપરો બની જશે. સમીસાંજ થતા સંધ્યાનો સમય બંને ટીમ માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે ત્યારે જોવાનું એ રહ્યું કે બંને ટીમો કેવી રીતે પીન્ક બોલથી પ્રેકટીસ કરી બીજો ટેસ્ટ મેચને કેવી રીતે પાર પાડવામાં આવશે. હાલ જે કોઈ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાતા હોય છે તે બપોરનાં ૩ થી ૪ વાગ્યે શરૂ થતા હોય છે ત્યારે ઈડન ગાર્ડ ખાતે ભારત અને બાંગ્લાદેશનો મેચ બપોરે ૧ વાગ્યે શરૂ થશે તેમ બીસીસીઆઈ દ્વારા જણાવાયું છે.
ટી૨૦ સિરીઝ બાદ હવે ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી રમવા માટે તૈયારી શરૂ કરી છે. બન્ને ટીમો વચ્ચે ૧૪ નવેમ્બરે ઇન્દોર ખાતે પહેલી ટેસ્ટ મેચ રમાવાની છે.
ત્યાર બાદ કોલકાતામાં ૨૨ નવેમ્બરથી બીજી ટેસ્ટ મેચ શરૂ થશે. ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં થનારી આ મેચ પહેલી ડે એન્ડ નાઇટ મેચ હશે. જેમાં ગુલાબી બોલનો ઉપયોગ કરવામાં આવશે. જોકે આ પહેલા એવું લાગી રહ્યું છે કે ભારતીય ટીમ પહેલી ટેસ્ટ મેચની જગ્યાએ બીજી ટેસ્ટ પર વધુ ધ્યાન આપી રહી છે. ટીમ ઇન્ડિયા બીજી ટેસ્ટ મેચની તૈયારી પહેલી ટેસ્ટ મેચ પહેલા જ કરવા ઇચ્છે છે.
ભારતીય ક્રિકેટ ટીમ મેનેજમેન્ટે ઇન્દોરમાં પ્રેક્ટિસ માટે મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનથી ગુલાબી બોલની માંગ કરી છે. ઉપરાંત રાતે પ્રેક્ટિસ કરવા માટે તૈયારી કરવા પણ કહ્યું છે. રિપોર્ટ પ્રમાણે એમપીસીએના સચિવ મિલિંદ કાનમાડિકરે આ વાતની પુષ્ટિ કરી છે. મિલિંદે કહ્યું કે એમપીસીએ ભારતીય ખેલાડીઓની મદદ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ઉપરાંત ટીમના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેનું પણ માનવું છે કે પિંક બોલની સાથે રમતા પહેલા ટ્રેનિંગ ખૂબ જ મહત્વની છે. કારણ કે આ એક નવો પડકાર છે. તેથી મેદાન પર ઉતરતા પહેલા પિંક બોલ સાથે પ્રેક્ટિસ જરૂરી છે.