આપણે હનુમાનજીના મંદિર તો ઘણા જોયા હશે. પરંતુ હનુમાનજીના પુત્ર મકરધ્વજનું મંદિર ભારતમાં એક જ છે.તો ચાલો આજે આપણે એ મંદિરની વાત કરીએ.
દ્વારકાથી 4 કિલો મીટર થી દૂર બેટદ્વારકા આવેલું છે ત્યાથી થોડે દૂર “હનુમાન ડાંડી” મંદિર સ્થિર છે.આ સ્થાન પર મકરધ્વજની સાથે હનુમાનજીની મુર્તિ પણ છે. કહેવાય છે કે મકરધ્વજની મુર્તિ પહેલા નાની હતી. જે આજે ચોખાના દાણા જેટલી વધે છે અને આજે એ મુર્તિ હનુમાનજીની મુર્તિ ઉચી થઈ ગઈ છે.બંને મુર્તિ એક સરખી ઉચાઈ માં થઈ ગઈ છે. આ મંદિર હનુમાન ડાંડી થી જાણીતું છે. આ મંદિર ની માન્યતાએ છે આ સ્થર પર હનુમાનજી પહેલી વાર પોતના પુત્ર ને મળ્યા હતા.
મંદિરની અંદર પ્રવેશ કરતાં જ સામે હનુમાનજી ના પુત્ર મકરધ્વજ ની પ્રતિમાના દર્શન થાય છે.ત્યાં પાસે જ હનુમાનજીની પ્રતિમા સ્થાપિત છે. આ બને પ્રતિમાની વિશેષતા એ છે કે બનેના હાથમાં એક પણ હથિયાર નથી બને પ્રતિમા એક દમ આનંદદીત મુદ્રામાં છે.આ મંદિર 500 વર્ષ જૂનું છે.ભારતનું આ પહેલું મંદિર છે જ્યાં હનુમાનજી પોતાના પુત્રને મળ્યા હતા.
એવું મનવામા આવે છે કે જ્યારે હનુમાનજી શ્રીરામ અને લક્ષ્મણને લેવા ગયા હતા ત્યારે મકરધ્વજને મળીયા હતા અને બને નું યુદ્ધ થયું હતું. ઘણાં મર્યાદિક ધાર્મિક ગ્રંથો મા મકરધ્વજ નો ઉલેખ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવે છે મકરધવ્જ નો જ્ન્મ હનુમાંનાજી ના પરસેવા દ્વારા મકરધ્વજનો જન્ન્મ થયો હતો . હિન્દુ ધર્મમાં માનવાંમા આવે છે હનુમાનજી બાળભ્રમચારી છે.પરંતુ ઘણા ઓછા લોકો ને ખબર છે હનુમાનજી ના પુત્ર પણ છે. હિન્દુ ધર્મ ના ગ્રંથ હનુમાનજીના પુત્રનનામ મકરધ્વજ બતવામા આવ્યું છે.
હનુમાનજીના પુત્રનો જન્મ કઈ રીતે થયો?
ધર્મના શાસ્ત્ર અનુશાર જ્યારે હનુમાનજી દેવી સિતાની તલાશમા લંકા ગયા હતા ત્યારે મેઘનાથ હનુમાનજીને પકડી લીધા હતા અને રાવણના દરબારમાં હાજર કર્યા હતા ત્યારે રાવણ હનુમાનજી ને પોતાની પૂંછડીથી બાંધી લીધા હતા અને પૂંછમા આગ લગાડી હતી. હનુમાનજી પોતાની સળગતિ પૂંછડી થી આખી લંકા સળગાવી દીધી હતી.આગ ને શાંત કરવા હનુમાનજી એક સમુદ્ર મા ગયેલા હતા એ સમય હનુમાનજી ના શરીર માથી પરસેવાનું એક ટીપું માછલી ના મોઢા મા ગયેલું અને માછલી ગર્ભવતી થઈ અને મકરધવ્જનો જન્મ થયો. મકરધવ્જ હનુમાંનજીની જેમ જ મહા પરાક્રમી અને તેજશ્વિ હતા. મકરધ્વજને અહીરાવણ દ્વારા પાતાળ લોકમાં દ્વારપાલ નિયુક્ત કર્યા હતા.
જ્યારે અહિરાવણ શ્રીરામ અને લક્ષમન ને એક દેવી સામે બલી ચડવા પોતાની માયાના બળ પર પાતાળ લોકમા લઈ ગયા હતા ત્યારે હનુમાનજી ,શ્રી રામ અને લક્ષ્મણ ને પાતાળ લોક મા મુકત કરવા ગયા હતા, એ સમય હનુમાનજી મકરધ્વજને મળીયા હતા. ત્યારે હનુમાનજી અને મકરધવ્જને મોટું યુદ્ધ થયું હતું. હનુમાંનજીએ પોતાની પૂંછડીથી મકરધ્વજ ને બાંધી લીધા હતા ત્યારે મકરધ્વજ પોતાની ઉતપતિ ની કથા કહી હતી. અને હનુમાનજી એ અહીરાવણ નું વદ કર્યું હતું ત્યારે શ્રીરામે મકરધ્વજ ને પાતાળલોકના અધિપતિ બનાવ્યા હતા. અને સાથે ધર્મ ના માર્ગ પર ચાલતા શિખવ્યૂ હતું.
આ રીતે મકરધવ્જ ની મુર્તિ સ્થાપિત થઈ જે આજે ગુજરાતના દ્વારકથી થોડે દૂર આવેલું છે. આ પહેલું મંદિર છે જ્યાં હનુમાનજી અને મકરધ્વજની મુર્તિ સાથે સ્થાપિત છે.