વેલિંગ્ટનમાં સિરીઝની પહેલી જ મેચમાં વરસાદ વિઘ્ન બનતા ચાહકો નિરાશ: વરસાદના કારણે ઇન્ડિયા અને કિવિના ખેલાડીઓએ ઇન્ડોર ગેમનો આનંદ માણ્યો

વેલિંગ્ટનમાં આજથી શરૂ થતી ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચેની પ્રતમ ટી-20 મેચમાં વરસાદ વિઘ્નરૂપ બનતા બે કલાકની રાહ જોયા બાદ તેને સતાવાર રીતે રદ કરવામાં આવી હતી. વરસાદના કારણે પહેલી જ મેચ ધોવાઈ જતા ચાહકોમાં નિરાશાનું મોજું ફરી વળ્યુ છે.ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજથી ટી-20 સિરીઝ શરૂ થવાની હતી પરંતુ વેલિંગ્ટનમાં સતત વરસાદને કારણે સિરીઝની પ્રથમ મેચ રદ કરવામાં આવી હતી. હવે ચાહકોનું ધ્યાન બાકીની બે મેચો પર રહેશે. બીજી મેચ માઉન્ટ મૌંગાઈમાં અને છેલ્લી મેચ નેપિયરમાં રમાશે. બંને ટીમો ટી-20 વર્લ્ડ કપની નિરાશાને સમાપ્ત કરવાના ઇરાદા સાથે ઉતરશે.

આ સિરીઝની પ્રથમ મેચ વેલિંગ્ટનમાં ભારે વરસાદને કારણે રદ્દ કરવામાં આવી છે. વરસાદને કારણે ટોસ પણ થઈ શક્યો ન હતો, તેથી અમ્પાયરોએ મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો. સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર-પાંચ કલાક સુધી વરસાદ બંધ થવાની કોઈ શક્યતા નથી. જો કે, આ નિર્ણય કટ ઓફ સમય પહેલા લેવામાં આવ્યો છે. ભારતના સમય અનુસાર સવારે 11:30 વાગ્યે ટોસ થવાનો હતો, જે થઈ શકી નહીં. મેચ બપોરે 12 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ તે પણ થઈ શક્યું નહીં. હવે ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો 20 નવેમ્બરે સિરીઝની બીજી મેચમાં આમને-સામને આવશે. આ મેચ માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાશે.ટી -20 વર્લ્ડકપ બાદ બંને ટીમોની આ પહેલી સિરીઝ છે.

જેમાં બંને ટીમો ફરીથી એક નવી શરૂઆત કરવા ઉતરશે તો બીજી તરફ ભારત યંગસ્ટર સાથે મેદાને ઉતરશે અને સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. બંને ટીમના ખેલાડીઓ વરસાદ રહે તેની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ વાતાવરણમાં કોઈ ફેરફાર ન દેખાતા ઇન્ડિયા અને કીવી ટીમના ખેલાડીઓએ ઇન્ડોર ગેમનો આનંદ માણ્યો હતો. બંને ટીમના ખેલાડીઓએ ફૂટવેલી ગેમ શરૂ કરી દીધી હતી અને ત્રણ – ત્રણ ખેલાડીઓની ટીમ પાડી ભારત અને ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ ફૂટવેલી ગેમનો આનંદ માણ્યો હતો. સિરીઝની પ્રથમ મેચ લાંબા ઇન્તેઝાર બાદ રદ થતા ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને કીવી ટીમના કેપ્ટન કેન વિલિયમ્સન બંને સેક હેન્ડ કરી મેચની પૂર્ણાહુતિ કરી હતી. સૂર્યકુમાર યાદવ પાસે કોઈપણ એક વર્ષમાં સૌથી વધુ ટી-20 ઈન્ટરનેશનલ રન બનાવવાની તક છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.