વોકહાર્ટ હોસ્પિટલ રાજકોટમાં હૃદય, ફેફસા, કિડની, લીવર અને ચક્ષુથી સાત વ્યકિતઓને નવજીવન આપતા પરિવારોને વોકહાર્ટની સલામ
તાજેતરમાં વોકહાર્ટ હોસ્પિટલ ખાતે 48 વર્ષીય દેવાયતભાઈ રામભાઈ બાલસરા નામના દર્દીને બ્રેઈન હેમરેજની સારવાર માટે લાવવામાં આવેલ હતા.પ્રાથમીક સારવાર કેશોદની હોસ્પિટલમાં કરવામાં આવી હતી અને સીટી સ્કેન કરતા માલુમ થયુ કે બ્રેઈનમાં હેમરેજ થઈ ગયુ છે આથી વધુ સારવાર માટે દર્દીને વોકહાર્ટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા અને નિષ્ણાંત ન્યુરોસર્જન ડો.કાંત જોગાણીની દેખરેખ હેઠળ સારવાર શરૂ કરવામાં આવી.
ડો.કાંત જોગાણીએ આ દર્દીની માહિતી આપતા જણાવેલ હતુ કે આગળની તપાસ કરી અને મગજની એન્જીયોગ્રાફી કરતા ખ્યાલ આવ્યો કે એમની મગજની ધમનીમાં એન્યુરીઝમ એટલે કે ધમની ફુલી ગયેલ છે અને તેમાંથી બ્લીડીંગ પણ થયુ છે. આ માટે તા. 30/1ર/ર0રર ના રોજ તાત્કાલીક ઓપરેશન કરી કલીપ કરીને હેમરેજને બંધ કરવામાં આવ્યુ.પરંતુ આ સઘન સારવાર કરવા છતા પણ દર્દીની હાલત ખરાબ થતી રહી અને અંતે દર્દીને બ્રેઈન ડેડ થઈ ગયુ.
દર્દીના પુત્ર કિરીટભાઈ,નાનાભાઈ છગનભાઈ અન ે ભાણેજ ભરતભાઈ ને દેવાયતભાઈના બ્રેઈન ડેડ થયાની જાણ કરી અને એમનુ અંગદાન પણ થઈ શકે તેવી સમજણ તેમને આપવામાં આવી ત્યાબાદ દેવાયતભાઈના સમગ્ર કુટુંબીજનોએ અંગદાનના આ ઉમદા કાર્ય માટે સહમતી આપી. દેવાયતભાઈના અંગદાન માટેની માહિતી તા.03/01/ર0ર3 ના રોજ તુરંત જ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટની સંસ્થા અને તેની સાથે જોડાયેલ નેફ્રોલોજીસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફીઝીશ્યન ડો.દિવ્યેશ વિરોજા અને વોકહાર્ટ હોસ્પિટલમાંથી અંગદાન ટ્રન્સફરના કોર્ડીનેટર ડો.વિશાલ ભાલોડી દ્બારા બ્રેઈન ડેડ દર્દી માટે જરૂરી ટેસ્ટની તૈયારી,અંગદાન માટેની ગુજરાત સરકારની કમિટી સાથે સંકલન અને દર્દીના આંતરીક અંગો બરાબર કાર્યરત રહે એ માટેની પ્રક્રિયા શરૂ કરી.
દર્દીના બ્રેઈન ડેડ સ્થિતીના ક્ધફર્મેશન માટેના જરૂરી ટેસ્ટ કરી અને અને બ્રેઈન ડસડ જાહેર કરવાનુ ખુબ જ અગત્યનું કાર્ય વોકહાર્ટ હોસ્પિટલની ટીમ,ન્યુરોસર્જન ડો.કાંત જોગાણી,ન્યુરો