• નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજીત શાળા પ્રવેશોત્સવમાં 2176 બાળકોને અપાયો પ્રવેશ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજીત ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ત્રિદિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે રૂટ નં.1 થી 11માં શહેરની વિવિધ શાળાઓ જેવી કે શાળા નં.32,13,14,33,1 7,68,40,66,29,76,89 ,91,56,59,48,16,8,11,1,4, 85,52,20બી, 61, 49બી, 88, ઘંટેશ્ર્વર પ્રાથમિક શાળા, માધાપર તાલુકા શાળા, મનહરપુર-1 પ્રા. શાળા, મોટા મૌવા તાલુકા શાળા, રશુલપરા પ્રા.શાળા, શક્તિનગર પ્રા. શાળા. શિક્ષણ સમિતિની કુલ : 33 અને શહેરની અન્ય માધ્યમિક શાળાઓ સાથે જોડાયેલ. શાળાઓમાં આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં બાલવાટીકામાં 930 ભૂલકાઓ, ધો.1ના 290 કુમાર અને 291 ક્ધયાઓ મળી કુલ 581 બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો. આંગણવાડીમાં 348 કુમાર અને 317 ક્ધયાઓ મળી કુલ 665 બાળદેવોને પ્રવેશ કરાવવામાં આવ્યો. તેમજ સાથો સાથ 5 (પાંચ) ક્ધયાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડનું વિતરણ કરવામાં આવેલ.

આ તકે બાળકોનો ઉત્સાહ વધારવા અને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. જેમાં વજુભાઈ વાળા, પૂર્વ રાજ્યપાલ, કર્ણાટકએ પોતાની આગવી શૈલી મુજબ શાળામાં ભણતર માટે આવતા બાળકોને તેમના જીવનમાં પ્રગતી હાંસલ કરી તેના માતા-પિતાના દરેક સ્વપ્નો પરી પૂર્ણ કરે. તેમજ સાથો સાથ ઉપસ્થિત વાલીઓને પણ પ્રતિજ્ઞા લેવડાવેલ કે તેમના બાળકોના અભ્યાસમાં કોઈપણ અવરોધ ઉભો નહિ કરે અને પ્રગતિના પંથ ઉપર નિરંતર ચાલવા માટે પ્રેરણા આપશે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારા, વાઈસ ચેરમેન ડો. પ્રવીણકુમાર નિમાવત અને શાસનાધિકારી કિરિટસિંહ પરમારના વડપણ હેઠળ આ કાર્યક્રમોમાં મેયર, રા.મ્યુ.કો. નયનાબેન પેઢડીયા, મોહનભાઈ કુંડારિયા-પૂર્વ સાંસદ, મુકેશભાઈ દોશી – પ્રમુખ રાજકોટ શહેર ભાજપ, ડો.દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા – ધારાસભ્ય, રાજકોટ શહેર, વિશાલ ગુપ્તા (આઇએએસ), એડી.રૂરલ ડેવલોપમેન્ટ કમિશનર, ગાંધીનગર, દેવાંગ દેસાઈ (આઇએએસ) – કમિશ્ર્નર રાજકોટ મહાનગરપાલિકા, બ્રિજેશકુમાર ઝા (આઇપીએસ), પોલીસ કમિશનર, રાજકોટ શહેર, સ્વપ્નીલ ખરે (આઇએએસ), ડે.કમિશનર, રા.મ્યુ.કો., ડો. જે.એચ.ઓઢવાણી – જનરલ એડમિનિસ્ટ્રેશન સચિવાલય ગાંધીનગર, પ્રકાશભાઈ સોની, પ્રભારી રાજકોટ શહેર ભાજપ, નરેન્દ્રસિંહ જાડેજા, ડે. મેયર, રા.મ્યુ.કો., જયમીનભાઈ ઠાકર – ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી, અશ્ર્વિનભાઈ મોલીયા, ડો. માધવભાઈ દવે – મહામંત્રી રાજકોટ શહેર ભાજપ, દેવાંગભાઈ માંકડ-સભ્ય સ્ટેન્ડિંગ કમિટી રા.મ્યુ.કો., અતુલભાઈ પંડિત – પૂર્વ ચેરમેન ન.પ્રા.શિ. સમિતિ, પરિમલભાઈ પરડવા, રાજકોટ શહેર ભાજપ. તથા રા.મ્યુ.કો. ના આસિ. કમિશનરઓ અને અન્ય અધિકારીઓની પ્રવેશોત્સવની શાળાઓમાં પ્રેરણાદાયક ઉપસ્થિતિ રહી હતી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, વાઈસ ચેરમેન ડો.પ્રવીણકુમાર નિમાવત, તથા શિક્ષણ સમિતિના સંગીતાબેન છાયા, વિરમભાઇ સાંભડ, સુરેશભાઈ રાઘવાણી, જગદીશભાઈ ભોજાણી, વિક્રમસિંહ જાડેજા, જાગૃતિબેન ભાણવડીયા, રસિકભાઈ બદ્રકીયાના જણાવ્યા મુજબ આ વર્ષના પ્રવેશોત્સવ દરમિયાન શહેરના વાલીઓમા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ પ્રત્યે વિશ્ર્વાસ વધ્યો છે. વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં અભ્યાસ કરાવવા માટે આકર્ષિત થયા છે.

આજ રોજ તા.27 મી, ગુરુવારે, રૂટ નં. 1 થી 11 માં શાળા નં.100, 43, 77, 46, 67, 97, 71, 89બી, 80, 73, 70, 74, 60, 26, 90, 88એ, 69, 81એ, 47, 57, 28, 98, 44, 87, 93, 84, શ્રી કોઠારીયા સ્ટે. પ્રા. શાળા, નારાયણનગર ક્ધયા પ્રા. શાળા, નારાયણનગર કુમાર પ્રા. શાળા, શ્રી તિરુપતિ પ્રા. શાળા, જયભારત પ્રા. શાળા, વાવડી પ્રા. શાળા ખાતે ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવશે.

તા.28મી, શુક્રવારે, રૂટ નં. 1 થી 11 માં 96, 15, 72, 49, 23, 78, 58, 96બી, 99, 95, 94, 64બી, 63, 65, 51, 62, 92, 64, 83, 82, 81, 19, શ્રી કોઠારીયા તાલુકા શાળા, શ્રી ગુલાબનગર પ્રા. શાળા, શ્રી કે.કે.કોટેચા તાલુકા શાળા, લક્ષ્મીનારાયણ પ્રા. શાળા, મુંજકા-1, મુંજકા-2 ખાતે ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવશે.

સમગ્ર ત્રિ-દિવસીય ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન શરૂ કરવામાં આવેલ કંટ્રોલ રૂમ ખાતે કર્મચારીઓ જરૂરી માહિતી સાથે જવાબદારી સંભાળી રહ્યા છે.

ભુલકાં સાથે સાઇકલ સવારી કરતાં મંત્રી ભાનુબેન બાબરીયા

આંગણવાડીથી લઇને ઉચ્ચ શિક્ષણ સુધી બાળકો માટે સરકાર સતત ચિંતા કરે છે બાળકોને મફત શિક્ષણ સાથે તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. ઉચ્ચ લાયકાત ધરાવતાં શિક્ષકો આ શિક્ષણ યજ્ઞમાં ખુબ સારું શિક્ષણ કાર્ય કરે છે. બાળકોને હોસ્ટેલથી વિદેશ અભ્યાસની તક પણ સરકાર દ્વારા પુરી પાડવામાં આવે છે. શાળાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન અને સિઘ્ધિ હાંસલ કરનાર અને રમત મગતમાં આગળ આવનાર બાળકોને મંત્રીના હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતા. તમામ સ્થળોએ કાર્યક્રમના અંતે ઉ5સ્થિત મહેમાનો દ્વારા શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શાળાથી દુરના અંતરે રહેતા બાળકોને શાળા સુધી જવા માટે સરકાર દ્વારા અપાતી ટ્રાન્સપોટેશનની સુવિધાનો પ્રારંભ કરાવી બાળકો સાથે મંત્રી ભાનુબેન બાબરીયાએ રિક્ષાની સવારી કરી હતી. સાથો સાથ આંગણવાડી શાળામાં પ્રવેશ કરી રહેલા બાળકો સાથે મંત્રીએ પોતાના મોબાઇલમાં સેલ્ફી પણ લીધી હતી. નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ ક્ધયા કેળવણી મહોત્સવ 2024 સમગ્ર રાજય સહિત નર્મદા જીલ્લા ઢોલ-નગારા સાથે વાજતે ગાજતે વિદ્યાર્થીઓના પ્રવેશ કરાવાય રહ્યો છે.

શાળા પ્રવેશોત્સવમાં ભુલકાઓને પ્રોત્સાહીત કરતાં ઉદય કાનગડ

વિધાનસભા-68માં વોર્ડ-4, ભગવતીપ2ામાં શાળા નં.43 અને 100માં તેમજ જુના મો2બી 2ોડ ખાતે શાળા નં.77 અને શાળા નં. 46માં 2ાજકોટ નગ2 પ્રાથમિક શિક્ષ્ાણ સમિતિ ધ્વા2ા ધા2ાસભ્ય ઉદય કાનગડની પ્રે2ક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

ધા2ાસભ્ય ઉદય કાનગડએ શિક્ષ્ાણમાં પ્રથમ ડગ માંડતા ભુલકાઓને આવકા2તા જણાવેલ કે 2ાજયની ભાજપ સ2કા2ના શિક્ષ્ાણના મહાકુંભનો અમી ઘુંટડો એટલે ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ. પોતાના જીવનમાં શિક્ષ્ાણના પગથિયે પ્રથમ ડગ માંડતા ભૂલકાઓનો આગવો અવસ2 એટલે શાળા પ્રવેશોત્સવ. શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી જેવા કાર્યક્રમો થકી લોકોમાં જાગૃતી આવી છે અને નાગિ2કો શિક્ષ્ાણનું મહત્વ સમજતા થયા છે.

ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અને 2ાજય સ2કા2ના વિવિધ પ્રયાસોના પિ2ણામે આજે અભ્યાસ અધૂ2ો છોડીને જતા બાળકોની સંખ્યામાં ધ2ખમ ઘટાડો આવ્યો છે. ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ એટલે વિદ્યાર્થીઓના ઉજજવળ ભવિષ્ય ત2ફ ડગ માંડતું પ્રથમ સોપાન.

2ાજયની ભાજપ સ2કા2ના શિક્ષ્ાણના મહાકુંભનો અમી ઘુંટડો એટલે ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ. પોતાના જીવનમાં શિક્ષ્ાણના પગથિયે પ્રથમ ડગ માંડતા ભૂલકાઓના આ આગવા અવસ2 એટલ કે  ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત 2હીને તમામ ભૂલકાઓને પ્રોત્સાહિત ક2તાં ધા2ાસભ્ય ઉદય કાનગડએ અંતમાં જણાવેલ હતું.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.