શોધખોળના એક દશકા બાદ ખગોળશાસ્ત્રીઓને મોટી સફળતા: સૌથી જુના તારલાના સંકેતો મળતા બ્રહ્માંડમાની ડાર્ક મેટર પર પ્રકાશ ફેલાશે
વિજ્ઞાન અને ટેકનોલોજીની દુનિયા ઝડપથી આગળ વધી રહી છે. બ્રહ્માંડના પ્રથમ તારલાને વૈજ્ઞાનિકોએ શોધી કાઢયો છે. ખગોળશાસ્ત્રીઓએ બુધવારે માહિતી આપતા જણાવ્યું હતું કે બ્રહ્માંડમાં સૌ પ્રથમ તારો કયો છે ? સૌથી પહેલા કયા તારાનો જન્મ થયે હતો તે વિશે સંકેતો મળ્યા છે. અને આરબ વધુ અભ્યાસ કરી તે નિશ્ર્ચીત કરાશે કે આ શોધાયેલો તારો જ બ્રહ્માંડનો પ્રથમ તારો છે.
આશરે એક દશકા બાદ વૈજ્ઞાનિકોને આ સફળતા હાથ લાગી છે. વર્ષ ૨૦૧૫માં ગુરુત્વાકર્ષીય તરંગોના નોબલ કેપ્ડની શોધ બાદ એક ઉત્સાહી ખગોળશાસ્ત્રીય દ્વારા સૌથી મોટી આ ખગોળીયા સફળતા મેળવાઇ છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે અનુમાન છે કે આ તારો બ્રહ્માંડનો સૌથી પહેલો છે. હજુ પ્રયોગો કરી આ વાત નિશ્ર્ચીતરુપથી સાબીત કરીશું.
આ શોધથીએ ઉમ્મીદ છે કે અંધારામાં રહેલા એવા ઘણાં રહસ્યો પર પ્રકાશ ફેંકાશે એરિઝોના સ્ટેટ યુનિવસીટીના ખગોળવિજ્ઞાની જડ બોમેને કહ્યું કે, આ મિનીશ્કયુઅલ સંકેતોએ બ્રહ્માંડમાં શોધખોળની એક નવી બારી ખોલી દીધી છે. આવા જુના તારાઓને જોવામાં ટેલીસ્કોપ માત્ર કાફી નથી પણ જયારે તેને બદલવામાં આવ્યા ત્યારે આ તારલો દેખાયો અને તેનું જીવનકાળ એટલે કે તેના વર્ષ રેડીયો તરંગોમાં જકડાયા તારલાની ફીંગરપ્રીન્ટ ૧૩.૬ બીલીયન વર્ષ પહેલા સક્રીય હતી તેવું જાણવા મળ્યું છે. દરેક વ્યકિત માટે આ શોધ આશ્ર્ચર્યની સાથે પ્રસન્ન પણ કરે છે. આ તારલા વિશે વધુ ગહન અભ્યાસ કરવા વૈજ્ઞાનિકો આતુર છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે બ્રહ્માંડના પ્રથમ તારલાની શોધથી બ્રહ્માંડમાં રહેલી ડાર્ક મેટરને સમજવામાં ભારે મદદરુપ થશે. આપણા સૂર્ય અને સૌર મંડળની ઉત્પતિ આશરે નવ અરબ વર્ષો પછી થઇ હોવાનું મનાય છે.