કાશ્મીરમાં હિમવર્ષાથી તહેવારોમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાશે
શિયાળાની સીઝન ચાલુ થવાને આરે છે ત્યારે જમ્મુ-કાશ્મીર સહિતના ઠંડા પ્રદેશોમાં જોરદાર બરફવર્ષાનો પ્રારંભ થયો છે ત્યારે તેની અસર દિવાળી ઉપર ભારત સહિત સૌરાષ્ટ્રભરમાં ઠંડીના ચમકારારૂપે અનુભવાય તેવી શકયતા છે. કાશ્મીરના લેહ લદાખ સહિતના વિસ્તારોમાં ગઈકાલથી જ આખો દિવસ હિમવર્ષા રહી હતી. ત્યારે કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો ઘટી રહ્યો છે. રાજકોટમાં આજનું તાપમાન ૨૨ ડિગ્રીએ લઘુતમ રહ્યું હતું. ત્યારે સૌરાષ્ટ્ર સહિતના પ્રદેશોમાં પણ ગુલાબી ઠંડીનો હળવો ચમકારો અનુભવાઈ રહ્યો છે.
હિમાચલપ્રદેશના પર્વતોમાં પણ હળવી બરફવર્ષા તેમજ ઉત્તર ભારતમાં ઠંડીએ ગતિ પકડી હતી ત્યારે સ્નોફોલને કારણે કુલુ-મનાલીનું તાપમાન ૫.૮ ડિગ્રી સેલ્સીયશે પહોંચી ગયું હતું.