સરસ્વતી સન્માન સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સમુહ ભોજન સહિતના આયોજનો: પરિવારના અગ્રણીઓ ‘અબતક’ના આંગણે
રાજકોટ શહેરમાં વસતા તમામ રાણપરીયા પરિવારનું ભવ્ય સ્નેહમિલન આગામી તા. ૧ર-૧ ને રવિવારના રોજ સાંજે કાંતિભાઇ વૈદ્ય હોલ, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે યોજાનાર છે.
પરિવારના પ્રથમ સ્નેહમિલન માં શહેરના આશરે ૭૦૦ સભ્યો હાજરી આપી એકબીજાનો પરિચય મેળવશે સ્નેહમીલનની સાથે સાથે પરિવારના તેજસ્વી વિઘાીર્થઓનું સન્માન તેમજ બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં વેલકમ ડાન્સ, નૃત્ય, વકતૃત્વ, ડાન્સ વગેરે રજુ થશે. કાર્યક્રમના અઘ્યક્ષ સ્થાને પરિવારના મોભીઓ જેમાં ગોવિંદભાઇ રાણપરીયા (ગોપાલ ડેરી ચેરમેન), વજુભાઇ રાણપરીયા (કેશોદ લેઉવા પટેલ સમાજ પ્રમુખ), સંજય પાદરીયા (પી.આઇ.), હર્ષીલ રાણપરીયા (ડોકટર), કિરીટભાઇ રાણપરીયા (પ્રેસ રીપોટર), પરસોતમભાઇ રાણપરીયા (પી.આઇ), હર્ષીલ રાણપરીયા (મામલતદાર), કલ્પેશભાઇ રાણપરીયા (ડોકટર આશીર્વાદ હોસ્પિટલ), ચાર્મીબેન રાણપરીયા (ડોકટર આશીર્વાદ હોસ્પિટલ), કલ્પેશભાઇ રાણપરીયા (સી.એ.), વિનોદભાઇ રાણપરીયા (ડોકટર), અશ્ર્વીનભાઇ રાણપરીયા (વડીલ), વિશાલભાઇ રાણપરીયા (શીલ્ડના દાતા), વિજયભાઇ રાણપરીયા વગેરે ઉ૫સ્થિત રહી કાર્યક્રમને ચાર ચાંદ લગાવશે. રાણપરીયા પરિવારના પ્રથમ સ્નેહમિલનમાં સર્વે સભ્યોને ઉ૫સ્થિત રહેવા ‘અબતક’ની મુલાકાતે આવેલા આગેવાનો ચેતનભાઇ, કીરીટભાઇ, રમેશભાઇ, મહેશભાઇ, પરસોતમભાઇ, ચુનીલાલ, સંજયભાઇ સહીતના ઓએ અનુરોધ કર્યો. વધુ માહીતી માટે કીરીટભાઇ રાણપરીયા (મો. નં. ૯૮૯૮૧ ૪૪૪૨૪) પર સંપર્ક કરવો.