લીંબડી તાલુકાના ના રાવળદેવ સમાજ દ્વારા જ્ઞાતિમાં ચાલતા દહેજ, લેણદેણ, વ્યવહાર સહિત ના કુરિવાજો ને જાકારો આપી તેમજ સમાજ માં આર્થિક ખર્ચાઓ બચાવી અને સામાજિક ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્ય થી રાજ્યભરના રાવળદેવ સમાજ ના અગિયાર યુગલોનો પહેલો સમૂહ લગ્ન પ્રસંગ ભલગામડા ગામે સુરાપુરા દાદા ની જગ્યાએ યોજવામાં આવ્યો.
જેમાં રાવળદેવ સમાજ ના પ્રભુતા માં પગલાં ભરી રહેલા યુગલો ને ભલગામડા ગામના લોકો દ્વારા ૫૧૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા. સાથો સાથ અન્ય સમાજ ના દાતા દ્વારા દીકરી ને કરિયાવર પૂરો પાડવામાં આવ્યો હતો.
આ પ્રસંગે લીંબડી ના પૂર્વ ધારાસભ્ય કિરીટસિંહ રાણા , મનહરી બાપુ, હરિહર બાપુ, જિલ્લા પંચાયત સદસ્ય ભગીરથસિંહ રાણા, તાલુકા પંચાયત સદસ્ય કૃષ્ણસિંહ રાણા અને અનેક સાધુ સંતો એ હાજર રહી નવદંપતી ને આશીર્વાદ આપ્યા હતા.