રિલાયન્સ ફાઉન્ડેશન અને ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન પ્રકાશિત આ પુસ્તક મહિલાઓ માટે નેતૃત્વ ક્ષમતા નિર્માણને સમર્થન આપવાનું મહત્વ દર્શાવે છે
બુધવારના રોજ નવી દિલ્હીમાં રાયસીના ડાયલોગ 2022માં લોન્ચ કરવામાં આવેલા નવા પુસ્તકમાં ભારતભરમાં મહામારીની ભયાનકતા વચ્ચે પોતાના સમુદાયોને હિંમતભેર ટેકો આપનાર મહિલાઓ વિશે વિવરણ કરવામાં આવ્યું છે. આ પુસ્તકનું નામ છે:ધ ફર્સ્ટ રિસ્પોન્ડર્સ: વિમેન હુ લેડ ઇન્ડિયા થ્રૂ ધ પેન્ડેમિક.રિલાયન્સ ફાઉન્ડેશન અને ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત આ પુસ્તક મહામારીના પડકારોનો પાયાના સ્તરે સામનો કરવામાં મદદ કરવામાં આ મહિલાઓની અગ્રણી ભૂમિકાને બિરદાવે છે અને મહિલાઓ માટે નેતૃત્વ ક્ષમતા નિર્માણને સમર્થન આપવાનું મહત્વ દર્શાવે છે.
લગભગ 100થી વધુ દેશોના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સાથે આ સમારંભમાં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું જ્યાં ધ ફર્સ્ટ રિસ્પોન્ડર્સ: વિમેન હુ લેડ ઇન્ડિયા થ્રૂ ધ પેન્ડેમિકવિષય પર પેનલ ચર્ચા પણ કરવામાં આવી હતી, જેમાંપ્રખ્યાત વક્તાઓ ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રીમતી સ્મૃતિ ઈરાની; દક્ષિણ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય સંબંધો અને સહકારનાનાયબ મંત્રીમિસ ક્વાતિ કેન્ડિથ; બાંગ્લાદેશનાસંસદ સભ્યસુશ્રી વસેકા આયેશા ખાન; રિલાયન્સ ફાઉન્ડેશનનાવ્યૂહાત્મક પહેલસલાહકારડો. વનિતા શર્મા;અને સંયુક્ત રાષ્ટ્રના ભારત ખાતેના નિવાસી સંયોજક શોમ્બી શાર્પદ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું.
ધ ફર્સ્ટ રિસ્પોન્ડસ વર્હીવટીતંત્ર, શિક્ષણ અને કૌશલ્ય, આરોગ્ય અને પોષણ તથા ઉદ્યોગસાહસિકતા અને આજીવિકામાં 25 ભારતીય મહિલાઓના કાર્યનું વિવરણ કરે છે અને ઘણા વર્ષોથી નેતૃત્વ સુધીની તેમની વ્યક્તિગત મુસાફરીને દરવવા ઉપરાંત દેશવ્યાપી મહામારી વચ્ચે તેઓ કેવી રીતે તેમના કૌશલ્યોનો ઉપયોગ કરવા સક્ષમ બન્યા હતા તેને પણ ઉજાગર કરે છે.
રિલાયન્સ ફાઉન્ડેશન મહિલાઓને આત્મનિર્ભર બનવા અને તેમની વચ્ચેથી આગેવાનો અને ઉદ્યોગસાહસિકોને શોધવામાં મદદ કરવા માટે કામ કરે છે. વર્ષ 2010થી ફાઉન્ડેશન તેમના જીવન અને આજીવિકાને આગળ વધારવા માટે બહુવિધ અભિગમો દ્વારા લાખો મહિલાઓ સુધી પહોંચ્યું છે.ધ ફર્સ્ટ રિપ્સોન્ડર્સ: વિમેન હુ લેડ ઇન્ડિયા થ્રૂ ધ પેન્ડેમિક પુસ્તકનો ઉદ્દેશ ઉદાહરણ દ્વારા સકારાત્મક પરિવર્તન લાવવાનો છે કારણ કે તે પાયાના સ્તરે મહિલા નેતૃત્વની અસંખ્ય વાર્તાઓની ઝલક પ્રદાન કરે છે અને આ મહિલાઓએ તેમના સમુદાયોને સમર્થન કરતી વખતે કરેલી નોંધપાત્ર અસર દર્શાવે છે. રિલાયન્સ ફાઉન્ડેશન મહિલાઓ માટે ખાસ કરીને પાયાના સ્તરે સક્ષમ વાતાવરણ બનાવવા માટે વાસ્તવિક જીવનની વાર્તાઓ અને અનુભવોને પ્રકાશિત કરવાનું જારી રાખશે.