ગુજરાતના ખેડૂતો જેની કાગડોળે રાહ જોઇ રહ્યાં હતા એ ચોમાસાનું વિધિવત રીતે આગમન થઇ ચૂક્યું છે. આ વર્ષે ખુશીની વાત એ છે કે ધાર્યા એ પ્રમાણે ચોમાસુ એક અઠવાડિયા વહેલું આવી ગયું છે. નૈઋત્યમાં ચોમાસાના પગલા પડી ચૂક્યા છે. સામાન્ય રીતે એવી ધારણા હોય છે કે મુંબઇમાં ચોમાસું આવ્યા બાદ એક અઠવાડિયે ગુજરાતમાં ચોમાસું આવે છે પરંતુ આ વખતે મુંબઇ અને ગુજરાતમાં એક સાથે ચોમાસાનું આગમન થયું છે. મુંબઇમાં છેલ્લા કેટલાક કલાકોથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. મુંબઇમાં પણ સમય કરતાં ત્રણ દિવસ વહેલું ચોમાસું આવી પહોંચ્યું છે. ઘણા વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે.
#WATCH | Maharashtra: Andheri Subway in Mumbai, closed due to severe waterlogging. Several parts of the city are witnessing waterlogging today due to heavy rainfall. #Monsoon pic.twitter.com/heb4iFJRxd
— ANI (@ANI) June 9, 2021
મુંબઇમાં પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાયા હતા. ખાસ કરીને ભારે વરસાદને કારણે થાણે, બાંદ્રા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઇ ગયા છે. સાયન સ્ટેશન પર તળાવ જેવા દ્રશ્યો સર્જાતા અનેક લોકલ ટ્રેન રદ કરવાની ફરજ પડી હતી.
Maharashtra: Heavy rainfall in Mumbai causes traffic snarls in different parts of the city, visuals from Eastern Express Highway-Chembur. #Monsoon pic.twitter.com/8YaFZedS7N
— ANI (@ANI) June 9, 2021
મુંબઇ ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પણ પાણી ભરાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. મુંબઇમાં ગોઠણડૂબ પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થઇ ગયું છે. કુર્લા સીએમએમટી વચ્ચે લોકલ ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. આ સિવાય બાંદ્રા, હિંદમાતા અને ચેંબુરમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઇ ગયું છે.
Maharashtra: Railway tracks submerged between Sion railway station & GTB Nagar railway station due to heavy rainfall in Mumbai.
Mumbai Local train services b/w Kurla & CSMT have been halted, as a precautionary measure; services to resume as soon as the water recedes.#Monsoon pic.twitter.com/YUaETnmv7z
— ANI (@ANI) June 9, 2021
IMDના જણાવ્યા પ્રમાણે દક્ષિણ મુંબઇનું પ્રતિનિધત્વ કરતા કોલાબા વેધશાળામાં છેલ્લા 24 કલાકમાં 77.4 મીમી વરસાદ નોંધાયો છ. જ્યારે સાંતાક્રૂઝ વેધશાળામાં 59.6 મીમી વરસાદ નોંધાયો છે. બીએમસીના જણાવ્યા પ્રમાણે શહેર, પૂર્વ ઉપનગરો અને પશ્ચિમી ઉપનગરોમાં બુધવારે સવારે ભારે વરસાદ નોંધાયો હતો.
Mornings like these…??
Filled with the music of Rain ?️#Mumbai #MumbaiRains #tuesdayvibe pic.twitter.com/vyHJa5xOxC— Aakkash Kemchandani (@AakkashK) June 8, 2021
હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ પાંચથી છ દિવસ મૂશળધાર વરસાદ પડી શકે છે. ખાસ કરીને મુંબઇ, પુણે અને કોંકણના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતાવણી આપવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે મુંબઇમાં નિચાણવાળા વિસ્તારોમાં કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.
Mumbai receive heavy rain.
Video king circle marunga #MumbaiRains #MumbaiWeather #Waterlogging @IndiaWeatherMan @MumbaiRainApp @MumbaiRoadRunrs @mumbaimatterz pic.twitter.com/lZTXVwgxu1
— Rahul Pandey (@scriberahul) June 9, 2021