વાયુમંડળમાં થતાં ફેરફારની જાણ મેળવવાની સાથે મેગ્નેટિક ફિલ્ડનું પણ અધ્યયન કરશે.ઇસરોના નવા સેટેલાઇટે સર્વ પ્રથમ તસવીર ગુજરાતની ભારત-પાક બોર્ડર પાસેના લખપતની લીધી.
ઇસરો દ્વારા ગત 29મી નવેમ્બરે અંતરિક્ષમાં છોડાયેલા હાઇસિસે હાઇપરસ્પેકટ્રલ ઇમેજીંગ સેટેલાઇટે (હાઇસિસે) રવિવારે સૌપ્રથમ તસવીર ઝડપીને મોકલી હતી. આ તસવીરમાં લખપતનો વિસ્તાર સ્પષ્ટપણે દેખાતો હતો. ઇસરોએ પણ જાહેર કર્યું હતું કે એનઆરએસસી હૈદ્રાબાદ ખાતે ઝિલાયેલી આ તસવીર લખપત વિસ્તારની છે અને તેમાં લખપતનો કિલ્લો પણ દર્શાવાયેલો છે.
ઇસરોના જણાવ્યાનુસાર હાઇસિસ દ્વારા મળતી તસવીરો ખેતી, સર્વેલન્સ તથા પર્યાવરણલક્ષી દેખરેખ માટે ઉપયોગમાં લેવાઇ શકે છે.44.4 મીટર લાંબા અને 230 ટન વજનના PSLV રોકેટથી હાઈસિસને છોડવામાં આવ્યો હતો.હાઈસિસ સેટેલાઈટનું વજન 380 કિલો.