શું તમને યાદ છે કે કઇ ઉંમરે તમારો માસિક ધર્મ શરુ થયો હતો ? તે ખૂબ જ મહત્વનું છે. આમ તો સામાન્ય રીતે ૧૦-૧૪ વર્ષમાં પીરિયડ્સની શરુઆત થઇ જાય છે. પરંતુ કેટલીક તરુણીઓ ૧૫ કે ૧૬ વર્ષ સુધી આ પરિસ્થિતિમાં નથી આવતી, પરંતુ સ્ત્રીઓ માટે પહેલા પીરીયડ્સનો સીધો સંબંધ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલો છે. જેમાં સ્ત્રીઓને હદ્યની બીમારીથી લઇ કેન્સર જેવી બીમારી હોવાની સંભાવના દર્શાવે છે.
– ૧૦-૧૨ વર્ષમાં પીરીયડ્સની શરુઆત :
સંશોધન મુજબ જે તરુણીને ૧૩ વર્ષે પિરિયડ્સની શરુઆત થાય છે તેને હદ્ય રોગ, હાયપર ટેન્શન હાર્ટસ્ટ્રેકનો ખતરો ખૂબ જ ઓછો હોય છે. ત્યારે જેનો પહેલો માસિક ધર્મ ૧૦ વર્ષે શરુ થાય છે. તેને હદ્ય સંબંધી બીમારીનો ખતરો ૨૭% વધી જાય છે.
– ૧૨ વર્ષે :
૧૨ વર્ષે પહેલો માસિક ધર્મ આવવાથી તેને ટાઇપ ૨ ડાયાબીટીઝનું જોખમ વધે છે. પીરીયડ્સનો સીધો સંબંધ ઇન્સ્યુલીનની પ્રતિરોધ ક્ષમતા સાથે છે.
– ૧૨ વર્ષ પહેલાં :
જે તરુણીઓને ૧૦ વર્ષેે કે તેની આસપાસનાં વર્ષમાં પીરીયડ્સ શરુ થાય છે. તેઓને પ્રેગ્નેન્સી દરમિયાન થતા ખતરા વધી જાય છે.
આ ઉપરાંત ૩૫ વર્ષે અથવા તો તેની પહેલાં જ થાઇરોડ થવાની સંભાવના વધી જાય છે.
– ૧૭ વર્ષે :
જે મહિલાઓને પિરિયડ્સ ૧૭ વર્ષે કે તેના પછી શરુ થાય છે તેને બ્રેઇન ટ્યુમર થવાની સંભાવનાં વધુ રહે છે. આ ઉપરાંત તેવી સ્ત્રીઓની બોન કેન્સીટી ઓછી હોય છે. જેનાથી હાડકાં બરડ થાય છે. અને ફ્રેક્ચર થતા રહે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,