યજમાન ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચવાળી વન-ડે સિરીઝમાં આજે અહીં ઓવલના મેદાન પર પ્રથમ વન-ડે (ભારતીય સમય મુજબ સાંજે ૫.૩૦થી) રમાશે.
કાંગારુંઓ છેલ્લે ૨૦૧૦ની સાલમાં (૮ વર્ષ પહેલાં) ઓવલમાં વન-ડે જીત્યા હતા. ત્યાર બાદ, અહીં તેમણે બે પરાજય જોયા છે અને એક મેચ અનિર્ણીત થતી જોઈ છે.
બે દિવસ પહેલાં ક્રિકેટજગતમાં ટચૂકડા મનાતા સ્કોટલેન્ડે વર્લ્ડ નંબર વન ઇંગ્લેન્ડને એકમાત્ર વન-ડેમાં ૬ રનથી હરાવ્યું હતું. એ જોતાં, આજે ઇંગ્લેન્ડના ખેલાડીઓ હતાશામાં વધુ એક પરાજય વહોરી લેશે કે શું એવી બ્રિટિશ ટીમ તરફી ક્રિકેટપ્રેમીઓમાં ચિંતા છે. જોકે, સ્કોટલેન્ડ જેવા મગતરાં સામે હાર્યા પછી હવે બ્રિટિશરો ગુસ્સામાં કટ્ટર હરીફ ઑસ્ટ્રેલિયનો પર તૂટી પડે તો પણ નવાઈ નહીં લાગે. સ્કોટલેન્ડ સામેની હાર પહેલાં ઇંગ્લિશ ટીમ લાગલગાટ છ વન-ડે શ્રેણી જીતી હતી.
ઓઇન મોર્ગન ઇંગ્લેન્ડનો અને ટિમ પેઇન ઑસ્ટ્રેલિયાનો કેપ્ટન છે. મોર્ગનને ઇંગ્લેન્ડના ખેલાડીઓમાં વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ઇયાન બેલનો વિક્રમ તોડવા ૧૧૦ રનની જરૂર છે