રાજ્યનો ઓમિક્રોનનો પ્રથમ કેસ જે ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ છે તેમણે કહ્યું, ઓમિક્રોનના 1 સ્પાઈ પ્રોટીનમાં 30 જેટલા બદલાવ થવાથી સંક્રમણ વધુ ઝડપી છે
અબતક, જામનગર
ગુજરાતનો ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો છે. દક્ષિણ આફ્રીકાના ઝિમ્બાબ્વેથી 28 નવેમ્બરે જામનગર સાસરે આવેલા 72 વર્ષના વૃદ્ધને ઝીણો તાવ, શરદી, ઉધરસ હોય કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ડેન્ટલ હોસ્પિટલમાં કાર્યરત કોવિડ હોસ્પિટલમાં આઇશોલેશનમાં રાખી સારવાર શરૂ કરવામાં આવી હતી. તેઓની આફ્રીકાની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાથી ઓમિક્રોન છે કે નહીં તે માટે તેના નમૂના ગાંધીનગર લેબમાં મોકલાયા હતાં. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.
ઓમિક્રોનના દર્દીને જામનગરની ડેન્ટલ હોસ્પિટલમાં આઇસોશનમાં રાખી જી.જી.હોસ્પિટલની ટીમ દ્વારા સતત તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે. હાલ દર્દીની તબિયત સ્થિર છે. તબીબી ટીમના હેડ અને જી.જી.ની કોરોના હોસ્પિટલના નોડલ ઓફિસર ડો.ચેટરજીએ ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં કોરોનના નવા ઓમિક્રોન વાયરસની ચાલતી ગેરમાન્યતાઓનું ખંડન કરી સરળ ભાષામાં વાયરસ વિશે સમજાવવો પ્રયત્ન કર્યો છે.
નવા વાયરસની ઘાતકતા અંગે હજુ કંઇ કહી શકાય નહીં
કોરોનાનો મૂળ વાયરસ એટલે કે કોવિડ -19 ના ફીઝીક્લ સ્ટ્રકચરમાં બદલાવ આવ્યો છે. આ કારણોસર કોરોનાના નવા સ્વરૂપ સામે આવે છે. જેમાંનો એક ઓમિક્રોન છે.આ નવા વેરીએન્ટ ઓમિક્રોનના એક સ્પાઈ પ્રોટીનમાં 30 જેટલા મ્યુટેશન છે. જેના કારણે તે વધુ ઝડપથી ફેલાઈ છે. સ્પાઈ પ્રોટીન (કોરોના વાયરસની આકૃતિમાં ઉપરનો ત્રિકોણાકાર ભાગ) જે પ્રોટીનના માધ્યમથી વાયરસ માણસના કોષમાં પ્રવેશે છે. જો કે, આ વાયરસ કેટલો ઘાતક છે તે અત્યારે કહી શકાય નહીં. પરંતુ લોકોએ તેનાથી ડરવાની નહીં પણ સાવચેતી રાખવાની જરૂર છે.
વાયરસ શું છે તે બાબતની ખબર જીનોમથી પડે છે
જીનોમ એટલે કે દરેક વ્યક્તિની જેમ ફિંગર પ્રિન્ટ હોય છે તેમ વાયરસનું પણ એક ચોક્કસ માળખું હોય છે. જેને જિનોમ કહેવાય છે. જીનોમનું પૂરું નામ યુનિક જનરેટીક ફિંગર પ્રિન્ટ છે. વાયરસના જેટલા પણ જીનોમ હોય તેનો દરેક દેશમાં અભ્યાસ થઇ રહ્યો છે. આ માટે એક ખાસ પોર્ટલ હોય છે અને તેમાં તેની વિગત મૂકવામાં આવતી હોય છે. જેના માધ્યમથી ખબર પડે છે કે કોરોના વાયરસનો ક્યો વેરિએન્ટ છે. વાયરસમાં સતત મ્યુટેશન થતાં કોરોનાના નવા સ્વરૂપ સામે આવ્યા છે. વાયરસમાં સતત મ્યુટેશન થતું રહે છે. જેના કારણે કોરોના વાયરસના નવા સ્વરૂપ સામે આવી રહ્યા છે. કોરોનાના આ નવા વેરીએન્ટમાં વાયરસ ઓમિક્રોનના એક સ્પાઈ પ્રોટીનમાં 30 જેટલા મ્યુટીશિયન છે. જે ખૂબ ઝડપથી ફેલાઇ છે. પરંતુ આ વાયરસ કેટલો ઘાતક છે તે અત્યારે કહી શકાય નહીં.
જામનગરમાં 7 માંથી 6 બાળકોનો રિપોર્ટ નેગેટીવ શહેરના વધુ એક વયસ્ક દર્દી કોરોનાથી સંક્રમિત
7 માંથી 6 બાળકોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ, 1 નું રિ-સેમ્પલીંગ, જામનગર શહેરના વધુ એક વયસ્ક દર્દી કોરોના પોઝિટિવ
જામનગરમાં ઓમિક્રોન દર્દીના સાસરે ટયુશન કલાસમાં આવતા 7 બાળકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાંથી 6 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતાં. જયારે 1 બાળકનું સેમ્પલ સ્પષ્ટ મળ્યું ન હોવાથી રિ-સેમ્પલીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ શહેરમાં વધુ એક વયસ્ક દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઝિમ્બાબ્વેથી જામનગરના મોરકંડા રોડ પર સાસરે આવેલા 72 વર્ષીય વૃધ્ધનો કોરોના બાદ ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતા હડકંપ મચી ગયો હતો. જયારે તેમના સીધા સંપર્કમાં આવેલા તેમના પત્ની અને સાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં આઇશોલેશન કરાયા હતાં. તદઉપરાંત દર્દી સાસરે આવ્યા ત્યારે તેમના સાળાના પત્ની ટયુશન કલાસ કરાવતા હોય અને તેમાં સાત બાળકો આવતા હોવાથી સાત વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરાયા હતાં. જેમાંથી છ વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને તમામ વિદ્યાર્થીઓને હાલ હોમ આઇશોલેશન કરાયા છે. જયારે 1 વિધાર્થીનું સેમ્પલ સ્પષ્ટ ન મળતાં રિ-સેમ્પલીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગર શહેરમાં સોમવારે કોરોનાએ વિરામ રાખ્યો હતો. પરંતુ શનિવારે વધુ એક પુખ્ત વયના દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 1 કેસ નોંધાયો હતો.